08 જુલાઈ, 2012
08 જુલાઈ, 2012

100 મિલિયન છબીઓ

Snapchatને તમારા સતત સમર્થન માટે અમે તમારા બધાનો આભાર માનવા માંગીએ છીએ. અમારી સેવા દ્વારા 110 મિલિયનથી વધુ છબીઓ મોકલવામાં આવી છે! વુહુ! અમે તમારા વિના તે કરી શક્યા ન હોત.

ગયા અઠવાડિયાઓમાં ધણું બધું થઈ ગયું અમે એક જાહેરાત કરવા ઉત્સાહિત છીએ કે બે જબરદસ્ત અને પ્રતિભાશાળી ઇજનેરો (અને મિત્રો) ટીમમાં જોડાયા છે - ડેનિયલ અને ડેવિડનું સ્વાગત છે! અમે એક અદ્દભુત સમુદાય મેનેજર, દેનાને પણ રાખ્યો છે, જે અમને પહેલાથી જ આપણા પ્રચંડ ઇમેલ બેકલોગની નીચેથી કાઢવામાં મદદ કરી રહ્યો છે. જો તમે હજી સપોર્ટની રાહ જોતા હોવ તો (માફ કરશો!) અમે વચન આપીએ છીએ કે મદદ માર્ગમાં છે.

અમે હાલમાં એક સુપર ઝડપી અને મનોરંજક અપડેટનું પરીક્ષણ કરી રહ્યા છીએ જે મહિનાના અંત સુધીમાં બહાર આવવું જોઈએ. પાસવર્ડની પુન:પ્રાપ્તિ, બગ ફિક્સ્સ, ઝડપી કેમેરા અને ડ્રોઇંગ ટૂંક સમયમાં તમારી નજીકના iOS ઉપકરણમાં આવી રહ્યા છે! અમને કાર્યમાં થોડા ઉચ્ચ સ્તરના ખાનગીઓ પણ મળ્યા છે.

અમારા ઐન્ડ્રૉઇડ ચાહકો માટે - અમે તમારા બધા ઉપકરણો માટે એક મહાન સ્નેપચેટ અનુભવ બનાવવા માટે કાર્યરત છીએ! તે સરળ નથી પણ અમે ખાતરી આપવા માંગીએ છીએ કે તે એક ઉચ્ચ ઉત્પાદન હશે. અમને ઈમેલ મોકલો જો તમે રિલીઝ પૂર્વેના સંસ્કરણનું પરિક્ષણ કરવા માંગતા હોવ તો.

છેલ્લે પરંતુ ઓછામાં ઓછું નહીં - અમે તમારા બધાને સ્નેપચેટના સતત સમર્થન માટે આભાર માગીએ છીએ. અમારી સેવા દ્વારા 110 મિલિયનથી વધુ છબીઓ મોકલવામાં આવી છે! વુહુ! અમે તમારા વગર કરી ન શક્યા હોત.

સમાચાર પર પાછા જાઓ