સમગ્ર પેઢી અને વધુ માટે, Snapchat મિત્રો, પરિવાર અને વિશ્વ સાથેના સંબંધોને વધારે છે. Snapchatters અમને જણાવે છે કે અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે તેઓ આરામદાયક, ખુશ અને કનેક્ટેડ અનુભવે છે.
આજે અમે એ જણાવતાં રોમાંચિત છીએ કે અમે 750 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓના માઇલસ્ટોન પર પહોંચી ગયા છીએ!
અમે સોશિયલ મીડિયા, લોકપ્રિય અથવા સંપૂર્ણ દેખાવાના દબાણ વિના મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરવાની રીતના વિકલ્પ તરીકે Snapchat નું નિર્માણ કર્યું છે. વિઝ્યુઅલ કોમ્યુનિકેશનથી લઈને ઑગ્મેંટેડ રિયાલીટી સુધી, Snap નકશા, સ્ટોરીઝ, સ્પૉટલાઇટ અને વધુ, જે રીતે અમારો પ્રખર વૈશ્વિક સમુદાય અમારી સેવાનો ઉપયોગ કરે છે તે જોવાનું અમને ગમે છે.
અમારી સાથે Snap કરવા બદલ આભાર!