
Celebrating Friendship
Today we’re excited to introduce a new way to celebrate your friendships on Snapchat. Just tap on a friend’s Bitmoji to find your Friendship Profile.
આજે અમે Snapchat પર તમારી મિત્રતાની ઉજવણી કરવાની નવી રીત રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. તમારી ફ્રેન્ડશીપ પ્રોફાઇલ શોધવા માટે ફક્ત મિત્રના Bitmoji પર દબાવો.
દરેક ફ્રેન્ડશીપ પ્રોફાઇલમાં, તમને છબીઓ, વીડિયો, સંદેશાઓ, લિંક્સ અને વધુ કે જે તમે અને તમારા મિત્રોએ ચેટમાં સાચવ્યા છે તે બધું એક જ જગ્યાએ મળશે. ફ્રેન્ડશીપ પોફાઈલ્સ તમારી મનપસંદ યાદો અને સમયની સાથે તમે સાચવેલી મહત્વપૂર્ણ માહિતીને શોધવાનું સરળ બનાવે છે. તમારી મિત્રતાની વિશિષ્ટતા શોધવાની તે સૌથી ઝડપી રીત છે.
ફ્રેન્ડશીપ પ્રોફાઈલ્સ તમારા સંબંધોને ખાનગી રીતે ઉજવે છે -- દરેક ફ્રેન્ડશીપ ફક્ત તમને અને વ્યક્તિ (અથવા જૂથ!) ને દેખાશે એટલે કે તમે Snapchat પર મિત્રો છો.
આગામી સપ્તાહોમાં ફ્રેન્ડશીપ પ્રોફાઇલ્સ વૈશ્વિક સ્તરે સ્નેપચેટર્સ માટે ધીમે ધીમે બહાર પડાશે.
હેપ્પી સ્નેપિંગ!