21 ઑક્ટોબર, 2020
21 ઑક્ટોબર, 2020

Celebrating Snap in India

This week, we hosted a virtual event to celebrate our growing community of Snapchatters in India and the strong partnerships we’ve built.

આ અઠવાડિયે, અમે ભારતમાં Snapchat ના ઉપયોગકર્તાઓ ના આપણા વધતા સમુદાય અને અમે બનાવેલ મજબૂત ભાગીદારીની ઉજવણી કરવા માટે એક વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

અમે હંમેશાં એવું માન્યું છે કે Snapchat સાંસ્કૃતિકરૂપે સુસંગત હોવું જોઈએ, પછી ભલે તમે વિશ્વમાં ગમે ત્યાં હો. ભાષાઓથી લઈને વિષયવસ્તુ, AR થી સર્જકો સુધી, અમારી ટીમ પાછલા વર્ષથી તેમના અનુભવને વધારીને ખરેખર સખત મહેનત કરી રહી છે, જેથી આપણા ભારતનો સમુદાય તેને પ્રેમપૂર્વક સમાવિષ્ટ  કરી શકે.

વર્ચુઅલ ઇવેન્ટમાં, અમારા હાલના ભાગીદારોના આશ્ચર્યજનક કાર્યને અમે પ્રકાશિત કર્યું અને કેટલાક નવા લોકો વિશેની આકર્ષક સમાચારની વહેચણી કરી.

ડિસ્કવરની વાત કરીએ તો, અમે Snap Original series, Phone Swap નું હિન્દી અનુકૂલન બનાવી રહ્યા છીએ, અને તેમાં અનુષ્કા સેન, રફ્તાાર, રૂહી સિંહ અને વિર દાસ જેવી હસ્તીઓ દર્શાવતા નવા વિશિષ્ટ કાર્યક્રમો છે. આ કાર્યક્રમો ૨૦૨૧માં બહાર પાડવામાં આવશે.

અમે અમારા પ્રથમ ભારતીય Snap ગેમ્સ ભાગીદાર, મૂનફ્રોગ લેબ્સનું સ્વાગત કરતા ખૂબ જ આનંદ થાય છે, જેઓ - લુડો ક્લબ જે બધાની જાણીતી અને ગમતી રમતનું વૈવિધ્યપૂર્ણ સંસ્કરણ બનાવી રહ્યા છે. અમારી હિટ રમત " રેડી શેફ ગો" માં ભારતીય રસોડું પડકાર 'ડોસા ડેશ’ ને ઉમેરવા માટે મોજીવર્ક્સની ટીમ સાથે પણ અમે કામ કરી રહ્યા છીએ!

છેવટે, એનડીટીવી અને અલ્ટ બાલાજી સાથેના Snap Kit ના એકીકરણ થી, Snapchat ના ઉપયોગકર્તાઓ, બ્રેકિંગ ન્યૂઝથી લઈને જે કાર્યક્રમો તેઓ જોઈ રહ્યાં છે, કિંમતોની તુલનાની માહિતી અને સાથે સાથે ટ્રેન દ્વારા દેશભરમાં મુસાફરી કરતી વખતે, તેમનો વાસ્તવિક સમયનો ETA બતાવવા, બધુ શેર કરી શકશે!

ગયા વર્ષમાં* લગભગ ૧૫૦% દૈનિક સક્રિય વપરાશકર્તા વૃદ્ધિ સાથે , આ ફક્ત શરૂઆત છે. અમે આશા રાખીએ છીએ કે અમારો સમુદાય આ નવી સુવિધાઓ અને અનુભવોનો આનંદ માણી શકે અને અમને સહકાર આપતા સર્જનાત્મક ભાગીદારોનો ખૂબ મોટો આભાર માનીએ છીએ.

* Snap Inc internal data, Q3 2019 vs Q3 2020

Back To News