આજે, વૃદ્ધિશીલ વાસ્તવિકતા એ આપણે આપણા મિત્રો સાથે કેવી રીતે વાત કરીએ છીએ, એમાં પરિવર્તન કરી રહી છે. Snapchat પર એક મિલિયનથી વધુ લેન્સો છે, અને દરરોજ અમારા 75% કરતા વધુ રોજે ક્રિયાશીલ વપરાશકર્તાઓ AR સાથે સંપર્ક કરે છે. પરંતુ,અમે એક એવા ભવિષ્યની કલ્પના કરીએ છીએ જ્યાં અમે વિશ્વને સંપૂર્ણપણે નવી રીતે જોવા માટે AR નો ઉપયોગ કરીશું.
ગયા વર્ષે અમે લેન્ડમાકર્સ રજૂ કર્યા હતા,જેણે Snapchat ના કેમેરાને,વ્યક્તિગત ઇમારતોને સમજવા માટે ખૂબજ સમર્થ બનાવ્યું હતું અને લેન્સોને વિશ્વના કેટલાક મહાન સ્થળો સાથે સંપર્ક કરવાની મંજૂરી આપી હતી. Buckingham Palace થી લઈને Taj Mahal અને New York ના Flatiron Building સુધી, આ સ્થળો,વિશ્વના સૌથી સર્જનાત્મક લોકોના દ્રષ્ટિકોણથી સંપૂર્ણ નવીન રીતે જીવનમાં આવ્યા છે અને સાથે મળીને આપણા વાસ્તવિક અને ડિજિટલ વિશ્વને એકસાથે ભેળવે છે.
આજે અમે લોકલ લેન્સો સાથે આગળ વધવા માટે પગલું લઈ રહ્યા છીએ, જે આ તકનીકનો વિકાસ કરે છે અને શહેરના બ્લોક્સ સહિતના મોટા વિસ્તારોમાં એની વૃદ્ધિને શક્ય બનાવે છે. 360-ડિગ્રીની તસ્વીરો અને સમુદાય Snaps માંથી માહિતી લઈને,અમે વાસ્તવિક વિશ્વનું પ્રતિનિધિત્વ કરનાર ડિજિટલ છબી બનાવવામાં સક્ષમ છીએ,અને જુદા જુદા દૃષ્ટિકોણોથી વૃદ્ધિનાં અનુભવને નિહાળી શકીએ છીએ. આને 3D પુનર્નિર્માણ,મશીન લર્નિંગ અને વિતરિત ક્લાઉડ કમ્પ્યુટ સાથે જોડીને,આપણે આખા શહેરના બ્લોક્સનો નકશો બનાવી શકીએ છીએ .
આ અઠવાડિયે,તમે London ની Carnaby Street પર City Painter નામક અમારું પ્રથમ સ્થાનિક લેન્સ શોધી શકો છો. . Snapchat ઉપયોગકર્તાઓ,વાસ્તવિક વિશ્વની ટોચ પર બનાવેલ નિરંતર,વહેંચાયેલ AR વિશ્વમાં જોડાઈ શકે છે,અને તેમની આસપાસની જગ્યાને રંગવા માટે એકબીજા સાથે જોડાણમાં કામ કરી શકે છે. તમે ક્યારે નજીક આવી રહ્યા છો તે જોવા માટે Snap નકશા પરનાં ચિહ્નને જુઓ. સાથે,અમે જાણીએ છીએ કે તમને,એને એક વધુ રંગીન દુનિયા બનાવવામાં મજા આવશે!