પ્રથમ વખત, સર્જકો કાયમી પ્રોફાઇલ, અદ્યતન વિશ્લેષણની સુલભતા સાથે અમારા ચકાસાયેલા સ્નેપ સ્ટાર્સ જેવા વધુ ફાયદાઓ અનુભવી શકશે, જે સ્નેપચેટર્સ માટે નવા સર્જકો શોધવાનું, અને સર્જકોને તેમના ચાહકો સાથે જોડાવાનું વધુ સરળ બનાવશે.
આશ્ચર્યજનક સામગ્રી બનાવવા માટે અમારા કેમેરાનો ઉપયોગ કરવા ઉપરાંત, તેમની આજુબાજુની દુનિયા વિશે જાણવા માટે Snapchat નો ઉપયોગ કરવાનું અમારો સમુદાય પસંદ કરે છે - તેમના પ્રિય સર્જકોની વાર્તાઓ જોઇને, તેમના મનપસંદ સ્નેપ સ્ટાર્સ અને Snapchat સમુદાય દ્વારા સબમિટ કરવામાં આવેલા જાહેર સ્નેપ્સ દર્શાવીને તેઓ આમ કરે છે.
આગામી મહિનાઓમાં Snapchat સર્જકો માટે સાર્વજનિક સ્ટોરી સેટિંગ્સ સાથે વૈશ્વિક સ્તરે આ સુવિધાઓ શરું કરવામાં આવશે.
નવા સર્જક ફિચર્સ સામેલ કરે છે:
પ્રોફાઇલ - એક પૂર્ણ સ્ક્રીન પ્રોફાઇલ જ્યાં સર્જકો ચાહકો સાથે જોડાવા માટે બાયો, ફોટો, URL, સ્થાન અને ઇમેઇલ સંપર્ક સહિત તેમના વિશે વધુ વિગતોની આપ-લે કરી શકે છે.
હાઇલાઇટ્સ - ફોટો અને વિડિઓ સામગ્રીનો સંગ્રહ કે જે સર્જકો તેમની સ્નેપ સ્ટોરીઝ અથવા કેમેરા રોલથી તેમની પ્રોફાઇલમાં ઉમેરી શકે છે. નવા અને હયાત ચાહકો સાથે તેમની મનપસંદ રચનાત્મક પળોને સાચવવામાં અને આપ-લે કરવામાં સર્જક સક્ષમ છે. તેઓ સિઝલર્સ, સ્નેપ્સ પિન કરી શકે છે કે જે YouTube વિડિઓઝ, પ્રશ્નો અને જવાબો અને વધુ તરફ દોરી જાય છે!
લેન્સિસ - તેમણે બનાવેલ કોઈપણ લેન્સિસ Lens Studio માં તેમની પબ્લિક પ્રોફાઇલમાં એક ટેબ જોવા મળશે.
સ્ટોરી રિપ્લાય્સ - સર્જકો તેમના ચાહકો સાથે વ્યસ્ત થઇ શકે છે અને તેમણે પોસ્ટ કરેલી સ્ટોરીઓ વિશે અર્થપૂર્ણ વાતચીત કરી શકે છે. સબ્સ્ક્રાઇબર્સને પ્રશ્નો મોકલવા માટે તેઓ કહી શકે છે અથવા તેમના ચાહકોને પ્રશ્નો તેઓ પૂછી શકે છે. પ્રોફાઇલમાં નિયંત્રણોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તેમના માટે શું મહત્વપૂર્ણ છે તેના આધારે જવાબો ફિલ્ટર કરી શકાય, પરંતુ Snap પણ આપમેળે નકારાત્મક ટિપ્પણીઓ અને સ્પામને છુપાવે છે. સર્જકો જોવા માંગતા નથી તેવા શબ્દો, શબ્દસમૂહો અથવા ઇમોજીઝની વૈવિધ્યપૂર્ણ સૂચિ તેઓ ઉમેરી શકે છે.
ક્વોટિંગ - સર્જકોને તેમની સાર્વજનિક સ્ટોરીમાં સબ્સ્ક્રાઇબર્સનો જવાબ રજુ કરવાની મંજૂરી આપે છે. ચાહકો સાથે તેમના સંબંધોને ગાઢ બનાવવામાં અને સ્ટોરીઝમાં આનંદનું એક નવું પરિમાણ ઉમેરવામાં આ મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, સ્નેપ સ્ટાર્સ અને સર્જકો પ્રશ્નોના જવાબ આપી શકે છે અને ચાહકોને ક્વોટ કરવામાં આવે ત્યારે તેમને સૂચિત કરવામાં આવશે, જે ગોપનીયતા-કેન્દ્રિત રીતે કરવામાં આવે છે, ક્વોટ કરવામાં આવે તો ફક્ત એક ચાહકનું Bitmoji અને તેમનું પ્રથમ નામ જ સર્જકોના પ્રેક્ષકોને દેખાય છે.
ઇનસાઇટ્સ - Snap સર્જકોને ઇન્સાઇટ આપે છે જેથી સર્જકોને તેમનાપ્રેક્ષકોની ઊંડી સમજ આપી શકે. ઇનસાઇટ્સમાં દર્શકોની વસ્તી, અભિપ્રાયોની સંખ્યા અને વિતાવેલા સરેરાશ સમયનો સમાવેશ થાય છે.
રોલ્સ - એક સર્જક તેમની પ્રોફાઇલના એક્સેસને શેર કરી શકે છે અથવા બ્રાન્ડ્સ સાથે પ્રદર્શન આંતરદ્રષ્ટિ શેર કરી શકે છે. ટીમના સભ્યો સર્જકની સ્નેપ પ્રોફાઇલને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે, જેમાં સર્જકની પબ્લિક સ્ટોરીમાં સ્નેપ્સ ઉમેરવા અથવા દૂર કરવાનો સમાવેશ થાય છે.
સ્નેપચેટર્સમાં સર્જકોની વિશાળ શ્રેણીની સર્જનાત્મકતા લાવવા માટે અમે ઉત્સાહિત છીએ અને આ નવા સાધનો સાથે તેઓ શું કરે છે તે જોવા માટે રાહ જઇ શકતા નથી!