13 જાન્યુઆરી, 2025
13 જાન્યુઆરી, 2025

પ્રિય લોસ એન્જેલસ, હું તને પ્રેમ કરું છું.

મૂળ Snapchat મુખ્યાલય એટલેકે પેસિફિક, પૈલીસેડ્સમાં પિતાનું ડાઇનિંગ રૂમ



પ્રિય લોસ એન્જેલસ,

હું તને પ્રેમ કરું છું. 

હું પેસિફિક પૈલીસેડ્સમાં મોટો થયો છું. મેં મારા રેઝર સ્કૂટર પર એક પછી એક બધી શેરીઓ આવરેલી છે. હું હૃદયથી ઊંચા જૂના વૃક્ષોને જાણતો હતો અને તેઓ મારા મનપસંદ હતા. મારી માતા અલ્મા રીઅલમાં, મારા પિતા ટોયોપામાં રહેતા હતા. માતાનું ઘર આશ્ચર્યજનક રીતે હજુ પણ ત્યાં છે, રાખમાં ઢંકાયેલું. પિતાનું ઘર નષ્ટ થયું, જોતા જોતામાં સાવ બળીને રાખ થઈ ગયું. અને અમે લોકો ભાગ્યશાળી હતા. દરેકજણ સુરક્ષિત છે. 

150થી વધુ Snap ટીમના સભ્યો વિસ્થાપિત થઈ ગયા છે, તેમના પરિવાર અને મિત્રોની તો ગણતરી જ નથી. અગણિત એન્જેલસવાળા લોકોને બધું જ ગુમાવ્યું છે. કેટલાક લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે.

લોસ એન્જેલસ, મારું હદય તારા માટે દુખિત છે અને છતાં પણ હું તને વધુ પ્રેમ કરું છું. આ સર્જનાત્મકતા, નવીનતા અને વાર્તા કહેવાનું સંગમ સ્થળ છે. ફરિશ્તાઓનું આ શહેર, જે કાળસથી ઢંકાઈ ગયું હતું, તે પહેલાંથી જ ફરીથી શરૂઆત કરી રહ્યું છે.

દરેક લૂંટનાર માટે, હજારો હજારો પોતાનો સમય, પોતાનો ખજાનો અને પોતાની પ્રાર્થનાઓ આપી રહ્યાં છે. દરેક ભીડ માટે, ત્યાં હિંમત છલકાઈ રહી છે. દરેક ભૂલ તરફ ચીંધેલી આંગળી બદલ, હજારો હાથ સારું કરવા અને આશા લાવવા માટે સખત મેહનત કરી રહ્યાં છે.

એક દાવાનળનો સામનો કરનાર અમે પ્રથમ સમુદાય નથી. અને અમે છેલ્લાં પર હોઈશું નહીં. પણ અમે અમારી શક્તિ, અમારી પ્રતિભા અને અમારા પ્રેમનો ઉપયોગ ફરીથી અને નવેસરથી નિર્માણ કરવા માટે કરીશું. અમારા મહાન કલાકારોનું શહેર આ સુંદર કેનવાસમાં, જેને અમે અમારું ઘર કહીએ છીએ, રંગોની એક નવી લેયર ઉમેરી દેશે.

લોસ એન્જેલસ, હું તને પ્રેમ કરું છું. અને હું અમારા પાર્કિંગ સ્થળમાં ભેગા થયેલા દેશભરમાંના પ્રથમ પ્રતિસાદકર્તાઓના સાક્ષી તરીકે, મેં તેમનો અથક સહયોગ જોયો છે અને જાણું છું કે બીજા લાખો લોકો પણ તને પ્રેમ કરે છે. 

લોસ એન્જેલસ, અમે લાંબાગાળાના સંઘર્ષ માટે અહી જ છીએ. પુનર્નિર્માણ માટે અને તે પછી જે કંઈ થાય છે તે માટે. અને અમે મદદ કરવા માટે અહીં છીએ. Snap, બોબી અને મેં પહેલેથી જ તાત્કાલિક મદદ માટે $5 મિલિયન વિતરિત કરી દીધા છે અને અમે વધુ કરીશું. અમે વિસ્થાપિત લોકોને ભોજન આપી રહ્યાં છીએ અને પ્રથમ પ્રતિસાદકર્તા છીએ અને મફત સ્થળ આપી રહ્યાં છીએ. અમે દાવાનળથી ઉગરવા માટે નિષ્ણાતોને સાંભળી રહ્યાં છીએ અને દરરોજ શીખીએ છીએ કે આપણે વધુ શું કરી શકીએ છીએ અને આપણે આ ચેલેન્જથી કેમ પાર પામી શકીએ છીએ. અમે તમારી સાથે સહયોગ કરવા અને સાથે મળીને નિર્માણ કરવા માંગીએ છીએ. 

અને કદાચ તેઓ કે જે બધા અસરગ્રસ્ત થયાં છે, તેઓ માટે સૌથી વધુ વિચિત્ર રીતે, થોડી મિનિટોમાં દુનિયા બદલી રહી છે.  ત્યાં હજી કામ કરવાનું બાકી છે, બાળકોને શીખવાનું છે, પરિવારોની કાળજી લેવાની છે એક નવા દિવસને આવકારવાનો છે.

લોસ એન્જેલસ, તારી પાસે મારું હૃદય છે અને જે રીતે આપણે આગળ વધીશું, તને અમે અમારો સમય, અમારા સંસાધનો અને અમારી મદદ આપીશું. હું તારી શપથ લઉં છું.

ઈવાન

સમાચાર પર પાછા જાઓ