આજે,અમે કોવિડ-19 મહામારી અને વિશ્વભરના તમામ અન્ય મુદ્દાઓએ મિત્રતા પર કેટલી આડઅસર કરી છે તે જોવા માટે, સોળ જુદા-જુદા દેશોનાં આશરે 30,000 લોકોની રૂબરૂ મુલાકાત કર્યા બાદ,અમારી બીજી વૈશ્વિક મિત્રતા સ્ટડી રજૂ કરી છે. વિશ્વભરના સત્તર મિત્રતા ના વિશેષજ્ઞોએ,આ અહેવાલમાં તેમનો યોગદાન આપ્યો છે.
વૃદ્ધિશીલ વાસ્તવિકતા વાળા લેન્સો, ફિલટરો અને વ્યક્તિગત અવતારો વાળા Bitmoji,વગેરે જેવા સર્જનાત્મક ઉપકરણો સાથે સ્તરીત, લીધેલા ફોટાઓ અને વિડિયોઓ, Snapchat ઉપયોગકર્તાઓ ને પોતાની જાતને વ્યક્ત કરવામાં અને રૂબરૂ ક્રિયાપ્રતિક્રિયા કરવામાં મદદ કરે છે. જ્યારે સામ-સામે મળવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી હોતો,એવા સમયે તેઓ બન્ને પક્ષોને જોડવાવાળી મુખ્ય કડી ના રૂપ માં સેવા પ્રદાન કરે છે અને આવો કઠિન સમય, Snapchat ના ઉપયોગકર્તાઓ ને,તેમના સાચા મિત્રો પાસે હોવાનો અનુભવ અનુભવવાની મંજૂરી આપે છે જ્યારે Snapchat ઉપયોગ ન કારનારા લોકો પોતાને મિત્રો થી દૂર અનુભવે છે.
આ મિત્રતા અહેવાલ, કોવિડ કેવી રીતે મિત્રતા પર અસર કરે છે અને જીવનના બીજા કયા તમામ મુખ્ય પ્રસંગો પર પણ એની અસર છોડે છે,તેના પર નવો પ્રકાશ પાડે છે,જેમાં સમાવિષ્ટ છે:
કોવિડ એ અમૂક મિત્રો ને ફરીથી એક બીજા ની નજીક લાવી દીધું છે,પણ સાથે આપણા માંથી અમૂક લોકોને એકલો મહસૂસ પણ કરાવ્યું છે.
મિત્રતા,એ આપણી એકલતા સામે લડવા માટેની પ્રથમ સંરક્ષણરેખા છે,અને સામાન્ય રૂપથી આપણે નાનપણમાં આપણા સાચા મિત્રો બનાવીએ છીએ, સરેરાશતઃ આપણે આપણા જીવનની અર્ધી ઉમર થી,આપણા અંગત મિત્રોને ઓળખીએ છીએ.
આપણા માંથી ઘણાં લોકોએ નાનપણ ના અંગત મિત્ર જોડે સંબંધ ગુમાવી દીધા છે,અને એમાંથી મોટા ભાગ ના લોકો એ નાનપણ ના સંબંધને પાછુ શોધવા માંગે છે.
જ્યારે આપણા માંના ઘણાં લોકો ડિજિટલ કોમ્યુનિકેશન ચેનલો દ્વારા એક બીજા સાથે જોડાયેલા છે,આપણને હજીએ, દૂર હોવા છતાંય મિત્રતાઓ કેવી રીતે સાચવવી અને જો સંબંધ તૂટી જાય તો પાછા સંપર્ક માં કેવી રીતે આવવું,એ બધી વસ્તુઓ શીખવા માટે આપણી મૈત્રીય કુશળતાઓ નો વિકાસ કરવાની આવશ્યકતા છે.
વિશ્વભરના નિષ્ણાંતો એ,આને કેવી રીતે કરવું એના પર સલાહ અને સુજાવો આપ્યા છે, Snap એ પણ Snapchat ના ઉપયોગકર્તાઓને, તેમની મિત્રતાઓ ની ઉજવણી કરવામાં મદદ કરવા માટે નવા ફ્રેંડશિપ ટાઈમ કેપ્સુલ ની રચના કરી છે.
કોવિડ-19 ની અસર
વિશ્વના મોટાભાગ ના હિસ્સાઓમાં,લોકો વચ્ચે સામાજિક અંતર બનાવી રાખવા માટે મૂકવામાં આવેલ પ્રતિબંધોના છ મહિના બાદ, મિત્રો હવે એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે નવા રસ્તાઓ શોધે છે, અને લાંબા ગાળાની અસરો હવે સ્પષ્ટ થવાની શરૂ થઈ રહી છે. "આ આજ સુધી કરેલા પ્રયોગો માંથી,સૌથી મોટો મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે, અને એ ક્યારે સમાપ્ત થશે તે હજી સુધી અમને પણ ખબર નથી." Lydia Denworth, પત્રકાર અને લેખક.
બે-તૃતીયાંશ મિત્રોનો કહવું છે તે તેઓ કોવિડ-19 ની સ્થિતિ માં વાતચીત કરવા માટે ઓનલાઈન ચેનલો નો ઉપયોગ,પહેલાંકર્તા (66%) વધારે કરી રહ્યા છે અને તે વાતચીતો હવે સપાટી-સ્તરના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે,હવે ખૂબજ ઊંડી (49%) થઈ ગઈ છે. એવું દેખાય છે કે ડિજિટલ વાતચીતો,એ આપણે જ્યારે દૂર-દૂર હોઈએ છીએ ત્યારે એકબીજા સાથે જોડાયેલ રહવા માટેની ચાવી છે, સાથે એક મોટી બહુમત (79%) નું કહવું છે કે તેઓએ ઉમરની પરવાહ કર્યા વિના મિત્રોને તેમના સંબંધો જાળવી રાખવામાં મદદ કરી છે.
પોતાના મિત્રો સુધી પહોંચવાના અકડામાં એક સફળ વધારો હોવા છતાં પણ, કોવિડ-19 ઘણા લોકો માટે એકલતા નું કારણ બન્યું છે. અમારી દ્વારા સર્વે કરવામાં આવેલા લોકો માંથી બે-તૃતીયાંશ લોકોએ કહ્યું કે તેઓ મહામારી ની શરૂઆતથી જ ખૂબ એકલો અનુભવ કરી રહ્યાં છે (66%) - જે કોવિડ-19 ના પહેલા ની સ્થિતિ કરતા 8% વધારે છે.
લગભગ અડધા લોકો (49%) કહે છે કે મિત્રોને જોવા માં અસમર્થ હોવાની સ્થિતિએ તેમને વધારે એકલો કરી દીધો છે,સાથે ફક્ત એક-તૃતીયાંશ લોકો (30%) એવું મહસૂસ કરે છે કે મિત્રો જેટલું ઈચ્છે તેટલું તેમના સુધી પોહચી રહ્યા છે. હકીકત માં, એક-તૃતીયાંશ લોકોએ (31%) મહસૂસ કર્યું કે સામાજિક દૂરીએ મિત્રો સાથેના તેમના સંબંધો ને કાચો કરી દીધો છે.
કુલ, સર્વે કરેલા લોકો માંથી એક-તૃતીયાંશ લોકોએ કહ્યું કે કોવિડ-19 એ તેમના મૈત્રીય સંબંધો પર ખૂબ અસર કરી છે. સાથે ફક્ત અડધાથી વધારે (53%) લોકો નું કહવું છે કે એની કારણે તેઓ પોતાના મિત્રો સાથે વધારે નજદીક હોવા નો અનુભવ નથી કરી શકતા. અને લગભગ અડધા (45%) લોકો જેમનું સર્વે કરવામાં આવ્યું હતુ , આ સ્ટેટમેન્ટ સાથે સહમત થયા કે તેઓએ "મિત્રો સાથે રૂબરૂ માં સમય વ્યતીત ન કરી શકવાના કારણે મિત્રો થી ખૂબ દૂરી નો અનુભવ કર્યો હતો."
મિત્રતા અને સ્થળાંતર નો અભ્યાસ કરનાર Laavanya kathiravelu અમને જણાવે છે કે, "એપ્લિકેશન્સ, ફોન કોલ્સ અને સંદેશાવ્યવહાર ના અન્ય માધ્યમો દ્વારા મિત્રતા જાળવી રાખવામાં આવતી હોવા છતાં, આ વિખરાયેલા તત્ત્વ ઘણા લોકો માટે મિત્રતાના સંપૂર્ણ અનુભવથી દૂર થઈ જાય છે."
Snapchat ના ઉપયોગકર્તાઓ જે ઘણીવાર એકબીજાને જોઈને વાતચીત કરતા હોય છે - અને Snapchat નો ઉપયોગ ન કરનારા લોકો વચ્ચે, કેમ ઉલ્લેખનીય ભેદ હતો એ વાત, આ વાત થી જણાવી શકાય છે કે Snapchat ના ઉપયોગકર્તાઓ મહામારી ની સ્થિતિમાં પણ પોતાના મિત્રોની નજીક આવી રહ્યા હતા.
મિત્રતા સંશોધક Donya Alinejad, દૃશ્ય-વાતચીત ના મહત્વને "સહ-ઉપસ્થિતિ" ના નિર્માણ તરીકે ઉલ્લેખિત કરે છે, જે "વાસ્તવમાં દૂર હોવા છતાં પણ એક સાથે હોવાના એહસાસ ની રચના" નાં રૂપમાં પરિણામ આપે છે. Alinejad કહે છે કે આપણે ખરેખર એકબીજાની સાથે છીએ, આ મહસૂસ કરવું એ "ઘણાંબધા કારણોસર" ખૂબ અગત્યનું છે, ખાસ કરીને "તેમના માટે જેમને ભાવનાત્મક સહકારની ખૂબ જરૂર છે અથવા માંગણી છે."
આમાં સારી વાત એ છે કે,મહામારી ના લીધે સર્જિત અલગતાના કારણે, લોકો હવે ખરેખર તેમની પાસે પોહચવા માંગે છે અને તેમની ખબર લેવા માંગે છે,જેમની તેઓ પરવાહ કરે છે.
એક-તૃતીયાંશ (39%) કરતા વધારે લોકો કહે છે કે તેમની મિત્રતાઓ, હવે તેમના માટે વધારે મહત્વપૂર્ણ છે, અને આપણા માંથી લગભગ અડધા (48%) લોકો પોતાના મિત્રોને,જેમની સાથે હાલમાં તેમની વાત થઈ નથી,તેમને મળવાની સ્વયં ઇચ્છિત પસંદગી કરી રહ્યા છે.
લોકડાઉનની એક પ્રકારે સારી અને ખરાબ અસર થઈ હતી. તમે ખાસ સંબંધોને મજબૂત બનાવો છો, અને અન્ય સંબંધો ને એક બાજુ મૂકી દો છો. તો, એણે ખરેખર અમૂક સંબંધોને આ ગાળાની દરમિયાન ખૂબજ મજબૂત કરી દીધું છે,"Guillaume Favre, સમાજશાસ્ત્રીએ નોંધ્યું.
એ એક જે દૂર થઈ ગયો હતો અને પાછો જોડાયો
છેલ્લા વર્ષે, Snap ના મિત્રતા અહેવાલમાં જાણવા મળ્યું કે મિત્રતાઓ, ખાસ કરીને એ જે નાનપણથી છે, તેમનો સુખ અને ભલાઈ પર ખૂબ ભારે અસર હોય છે. તો, એ જોઈને ખૂબ આશ્ચર્ય થયો હતો કે આ વર્ષે સંપૂર્ણ વિશ્વના 79% લોકો તેમના નજદીકી મિત્ર સાથે સંપર્ક ગુમાવી બેઠા છે, પણ સરસ વાત એ છે કે તેમાંથી 66% લોકોનું કહવું છે કે તેઓ એ સંબંધને ફરીથી જોડવા માંગે છે. US માં, આ આંકડાઓ વધારે, ક્રમશ 88% અને 71% પર છે.
અને સામાન્યતઃ આપણે, આપણી સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવા માંગતા આપણા પ્રિયમિત્રોને, સૌથી શ્રેષ્ઠ ખુશીની ભાવનાઓ સાથે (36%) ,અથવા ઉત્સુકતા સાથે (29%), સકારાત્મક જવાબ જ આપીશું, જ્યારે અમૂક લોકો બેડોળ (14%) અથવા શંકાસ્પદ (6%) મહસૂસ કરશે.
આપણે, આપણા નજદીકી મિત્રો પાસે પાછા જવાનો રસ્તો કેવી રીતે શોધી શકીએ? બે-તૃતીયાંશ થી વધારે (67%) લોકો ડિજિટલ માધ્યમો દ્વારા પાછો સંપર્ક કરવાનું પસંદ કરશે, પણ તે માંથી ફક્ત અડધા (54%) લોકો ને જ ખબર હસે કેવી રીતે. પ્રથમ વસ્તુ જે લોકો તેમના મિત્રો ને મોકલવી પસંદ કરશે, એ તેમની અને તેમના મિત્રની સાથે ખેચાયેલી કોઈ ફોટો હશે (42%), સાથે બીજી વસ્તુ, એ એક ફોટો જે તેમને બંનેને સાથે વ્યતીત કરેલા કોઈ ખાસ પળની યાદ અપાવતી હોય, તે હશે (40%). મજાક કરવું એ પણ ઉચ્ચ ક્રમે છે, ત્રીજી વિચારધારા સાથે કોઈ મનોરંજક meme અથવા GIF મોકલવી, એ પણ વાતચીત શરૂ કરવા માટેની સર્વશ્રેષ્ઠ રીત છે (31%).
એક-તૃતીયાંશ કરતા વધુ (35%) લોકો,વાતચીત કરવામાં મદદરૂપ થાય એવા સાધનો નો ઉપયોગ કરવો પસંદ કરશે, ખાસ કરીને પાછા સંપર્ક માં આવવા જેવી કઠિન પરિસ્થિતિઓમાં.
એક સારો મિત્ર કેવી રીતે બનવું
પરિવાર અથવા વિવાહ જેવા સંબંધો સાથે જૂજવી રહેલા લોકો માટે ઘણાં બધા સંસાધનો ઉપલબ્ધ છે, પણ મિત્રતા ને એવી સમાન સારવાર મળી નથી. આણે ઘણાં બધા લોકોને સાધનો અથવા આત્મવિશ્વાસ જે તેમને વિકાસ કરવાની જરૂર છે અને તેને મિત્રતાઓના ઉતાર અને ચડાવના દિશાનિર્દેશન માટે આવશ્યક છે,તે વિના છોડી દીધો છે.
બ્રિટિશ વ્યાખ્યાતા Gillian Sandstrom, જે સામાજિક મનોવિજ્ઞાનનો અધ્યયન કરે છે,એ "પસંદગી અંતર"વિશે વાત કરે છે જ્યાં એ આપણને આવું વિચારવા માટે કહે છે કે,લોકો આપણને ખરેખર જેટલો પસંદ કરે છે તેના કરતા ઓછું પસંદ કરે છે. આ પૂર્વગ્રહ જાતિઓ વાતચીત માં જોડાવા વિશે અસુરક્ષિતતા ઉત્પન્ન કરે છે. આપણને કષ્ટદાયક અડચણો અને નિષ્ફળ સંબંધોથી એટલો ડર લાગે છે કે આપણે નવા મૈત્રીય સંબંધો શરૂ કરવાની તકને જવા દઈએ છે અથવા પૂર્વવર્તી સંબંધોને ગાઢ બનાવવું એ એક સારી પસંદગી છે એવું વિચારીએ છે. તમને લાગે છે તેના કરતાં તમને લોકો વધારે પસંદ કરે, તેવી સંભાવના છે, તેથી કરીને બહાદુર બનો અને આગળ વધો.
સાંભળવું, ઉપસ્થિત રહવું, અને જવાબદારી નો સ્વીકાર કરવો એ સફળ મિત્રતાની ચાવી છે. આ કુશળતા ને હાસિલ કરવામાં થોડી મેહનત લાગી શકે છે,પણ અમારા નિષ્ણાંતો આ વાત પર સહમત થાય છે કે થોડા અધ્યયન અને અભ્યાસથી,આપણે આપણી મિત્રતાઓ માં સુધારો કરી શકીએ છીએ.