Introducing 523

Today, we’re excited to announce 523 - our first content accelerator program.
લોકો પોતાના જીવનના મિત્રોની સાથે સંપર્કમાં રહી શકે અને પ્રમાણભૂત રીતે અભિવ્યક્ત કરી શકે તથા પોતાની આસપાસના વિશ્વ વિશે વધુ જાણી શકે તે માટે અમે કોઈ સ્થાન બનાવવા માગતા હતા, જેથી અમે Snapchat ની સ્થાપના કરી હતી, આ મોટા વિચારને અમે વેનિસમાં 523 Ocean Front Walk ખાતે સાકાર કર્યો હતો.
અમે જે રીતે વ્યાપાર ચલાવીએ છીએ, જે રીતે પ્રોડક્ટ્સને ડિઝાઇન કરીએ છીએ, તથા જે અનુભૂતિ અને કન્ટેન્ટનું સર્જન કરીએ છીએ - Snapમાં અમે દરેક બાબતમાં DEIને મૂળભૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી મહત્ત્વકાંક્ષા છે કે કન્ટેન્ટ શોધવા માટેનું અમારું Discover પ્લૅટફૉર્મ કે જેની યોગ્યતાની અમે ઈરાદાપૂર્વક ખાતરી કરીએ છીએ, જેમાં અમારા ભાગીદારોના કન્ટેન્ટ રજૂ થાય છે તથા તે અમારા Snapchat સમુદાયની વિવિધતા પ્રકટ કરે છે. અને દર મહિને (2021) 10 કરોડ કરતાં વધુ સ્નેપચેટ્ટર Discover ઉપર મનોરંજક સામગ્રી જુએ છે, આપણી અજોડ ઓળખ તથા વિવિધતાસભર રસના વિષયો ઉપર રસપ્રદ સામગ્રીનું સર્જન કરવું એ આપણા સહુની સહિયારી જવાબદારી છે.
આજે, અમે 523- અમારા પહેલા કન્ટેન્ટ એક્સિલેટર પ્રોગ્રામની જાહેરાત કરતા ઉત્સાહ અનુભવીએ છીએ - જેની રચના લઘુમતી સમુદાયની માલિકીની કન્ટેન્ટ કંપનીઓ અને તેમના સર્જનને સમર્થન આપવા તથા પ્રકાશમાં લાવવા માટે કરવામાં આવી છે - એ ખાસ કરીને મોટા સ્પર્ધકોની પ્રકાશકોની સરખામણીમાં ઓછી પહોંચ અને સંસાધન ધરાવે છે. અમારો હેતુ Discover ઉપર સામગ્રી વિતરીત કરીને તેઓના વેપાર તથા પ્રેક્ષકોને વિસ્તારવામાં મદદ કરવાનો છે.
આજથી, 1 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ માટે અરજીઓ સ્વીકારીશું. https://523.snap.com/ પર આ વિશે વધુ જાણો તથા અરજી કરો
આગામી છ મહિના દરમિયાન, Snap દ્વારા 20 સફળ અરજદારને નીચે મુજબનું આપવામાં આવશે:
  • ભંડોળ અને સંસાધન -- Discover પરની કન્ટેન્ટનો કૉન્સેપ્ટ તૈયાર કરવા તથા ફિલ્મિંગ કરવા માટે અરજદારોને માસિક 10 હજાર ડૉલરની સહાય આપશે.
  • 1:1 માર્ગદર્શન -- અરજદારોની કામગીરીમાં વધારો કરવા તથા વેપારી હેતુઓને હાંસલ કરવા માટે Snapchatના પ્લૅટફૉર્મનો સૌથી સારી રીતે કેવી રીતે ઉપયોગ થઈ શકે તે માટે અમારી કન્ટેન્ટ + મીડિયા પાર્ટનરશિપ ટીમ માર્ગદર્શન આપશે.
  • પાર્ટનર પ્રશિક્ષણ -- સફળ થવા માટેની શ્રેષ્ઠ પ્રસ્થાપિત રીતના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે સઘન વર્કશોપ, જેમાં Snapchatના અલગ-અલગ ક્ષેત્રના નિષ્ણાતો માર્ગદર્શન આપશે - જેમાં સર્જનાત્મક વ્યૂહરચના, મૉનેટાઇઝેશન તથા અન્યનો સમાવેશ થાય છે.
  • એક્સપોઝર અને માર્કેટિંગ -- 523 કાર્યક્રમ સંબંધિત જાહેરાતો તથા જાહેર કાર્યક્રમોમાં સામેલ કરાશે. ભાગ લેનારાઓને કાર્યક્રમ માટે સમય અને સંશાધન આપનારા પ્રાયોજકો સાથે સંપર્ક સાધવાની તક પણ મળશે. અમારા પ્રાયોજકોમાં:AT&T, Nissan, Target, State Farm, Unilever, Uber Eats, and McDonalds સામેલ છે.  
  • સામુદાયિક જોડાણ -- 523 કાર્યક્રમની અન્ય કંપનીઓ સાથે જોડાવાની તક, તથા Snapchat મારફત મજબૂત નેટવર્ક બનાવો.
523થી અમે ઘણો લાંબો રસ્તો કાપ્યો છે, છતાં આ નંબર હજુ પણ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. આ કાર્યક્રમને અમે એ નામ આપ્યું કારણ કે તેને અમે જે કંઈ બનવા માગીએ છીએ, તેને રજૂ કરે છે: અમારા ભૂતકાળનો સ્વીકાર, જે શું શક્ય છે, તેના પર પુનર્વિચાર કરવા માટે અન્યોને પ્રેરણા આપશે.
અમે તમારી પ્રતિક્રિયા જાણવા માટે આતુર છીએ!
Back To News