Introducing App Stories

Today, we're launching a new developer product which brings one of Snapchat’s most popular features into other apps: App Stories. App Stories let developers easily add Stories to their app to help build a content ecosystem, drive engagement on their platform, and tap into one of the most-used cameras in the world.

સ્નેપચેટની સૌથી લોકપ્રિય સુવિધાઓમાંથી એકને અન્ય એપ્લિકેશન્સમાં લાવવા માટે, આજે અમે એક નવું ડૅવલપર ઉત્પાદન રજુ કરીએ છીએ: એપ સ્ટોરીઝ.
સ્ટોરીઝ એ એક અગ્રણી મોબાઇલ ફોર્મેટ બની ગયું છે, જે લોકોને પોતાને વ્યક્ત કરવા માટે માધ્યમ પ્રદાન કરે છે. એપ સ્ટોરીઝ ડૅવલપર્સને તેમની એપ્લિકેશનમાં સરળતાથી સ્ટોરીઝ ઉમેરવા દે છે જેથી સામગ્રી ઇકોસિસ્ટમ બનાવવામાં મદદરૂપ બની શકે, તેમના પ્લેટફોર્મ પર વાતચીત સરળતાથી ચલાવવા અને વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા કેમેરામાં જોડાઈ શકે.
એપ સ્ટોરીઝ સાથે, ડૅવલપર્સ માટે દરરોજ Snapchat કેમેરો ખોલનારા 218 એમએમ લોકોમાં જોડાઈને, તેમના પ્લેટફોર્મ પર વાતચીત ચલાવવા માટે અમારી ટૅકનોલોજી અને સમુદાયનો લાભ મેળવવો સરળ થયો છે.
અને Snapchat ના ઉપયોગકર્તાઓ માટે, ઉદાહરણ તરીકે, તેમના ટ્રિલર પ્રોફાઇલ પરના ઘરેલુ વર્કઆઉટમાંથી Snaps ને શેર કરવા તે સરળ અને સુવ્યવસ્થિત છે. અથવા, Snaps ને અન્ય સાથે શેર કરો કે જેમની સાથે તેઓ Snapchat પર જોડાયેલ નહીં હોય, જેમ કે હિલી પર ડેટિંગ પ્રોફાઇલમાં સામગ્રી ઉમેરવી.
અમે ઘણા ભાગીદારો સાથે શરૂઆત કરી રહ્યાં છીએ:
  • ટ્રિલર - સમુદાયને હવે તેમના મનપસંદ કલાકારો, સર્જકો અને મિત્રો પાસેથી Snapchat સ્ટોરીઝ ની પહોંચ મળશે.
  • સ્કવૉડ - જ્યારે તેમના વપરાશકર્તાઓ એક સાથે વાતચીત કરતા હોય ત્યારે તેઓ એપ સ્ટોરીઝનું સહ-અવલોકન કરી શકે છે. સ્કવૉડમાં પબ્લીક રૂમ્સ હોવાના કારણે, એકીકરણ વપરાશકર્તાઓને એકબીજાની પ્રોફાઇલ પર વાર્તા જોવાની અનુમતિ પણ આપે છે - એક બીજાના જીવનમાં ઝલક આપે છે.
  • હિલી - જે હિલીને સ્નેપચેટથી જોડે છે તે દરેક વપરાશકર્તાની પ્રોફાઇલ પરના એક બારમાં એપ સ્ટોરીઝ જોવા મળશે. Snapchat લૅન્સિસ અને ફિલ્ટર્સ સાથે, એપ સ્ટોરીઝ એ હિલીની વાર્તાઓમાં એક મહાન ઉમેરણી હશે જે એપ્લિકેશન પર ખુબ વારંવાર ઉપયોગમાં લેવાતી સુવિધાઓ છે.
  • ઓક્ટી - હવે, સ્નેપચેટર્સને તેમની Octi AR પ્રોફાઇલ પર સીધા કસ્ટમ સ્ટોરીઝ પોસ્ટ કરવા માટે. Snapchat વપરાશકર્તાઓ Snapchat એપ્લિકેશનમાં ઉપલબ્ધ નવા "માય ઓક્ટી સ્ટોરી" વિકલ્પ પર Snap મોકલે છે. વાર્તા પછી આપમેળે તેમના Octi AR બેલ્ટ પર ટાઇલ તરીકે દેખાય છે, જે તેમના Octi AR બેલ્ટ પરના દરેકને જોઈ શકાય છે.
એપ સ્ટોરીઝ Snap કિટનો ભાગ છે, અમારા વિકાસકર્તા સાધનોનો સંગ્રહ જે તૃતીય પક્ષોને Snapchat સાથે એકીકરણ બનાવવામાં મદદ કરે છે. બધા Snap ઉત્પાદનોની જેમ, એપ સ્ટોરીઝ પણ ગોપનીયતા-કેન્દ્રિત અભિગમથી બનાવવામાં આવી હતી:તૃતીય પક્ષ ડૅવલપર્સ સાથે Snap વસ્તી વિષયક માહિતી અથવા મિત્ર સૂચિ શેર કરતું નથી.
Back To News