ખાસ મિત્રો, સ્ટ્રીકસ અને સોલર સિસ્ટમ
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, અમે Snapchat પર ખાસ મિત્રો, સ્ટ્રીક્સ અને સોલર સિસ્ટમ ફીચર્સ વિશે ચિંતા સાંભળી છે.
આ ફીચર્સ કઈ રીતે કામ કરે છે તે અંગે થોડી મૂંઝવણ હોય શકે છે, પરંતુ જે નિ:શંકપણે સાફ છે તે એ છે કે આ ફીચર્સની આપણા સમુદાયની સુખાકારી પર કેવી અસર પડે છે તે અંગે ચિંતા છે. અમે સમજાવવા માંગીએ છીએ કે આ ફીચર્સ કઈ રીતે કામ કરે છે, અમે તે કેમ બનાવ્યા છે અને અમે આગળ જતાં શું કરવાની યોજના બનાવીએ છીએ.
ખાસ મિત્રો એ એક ખાનગી ફીચર છે જે શો કરે છે કે રોલિંગ સમયગાળા દરમિયાન તેઓ જેની સાથે સૌથી વધુ વાત કરે છે. આ એક સગવડભર્યું ફીચર છે, કારણ કે Snapchat પર લોકો સામાન્ય રીતે તેમનો મોટા ભાગનો સમય મિત્રોના નાના ગ્રુપ સાથે વાત કરવામાં વિતાવે છે, પછી ભલે તેઓ અમારી સેવા પર મોટી સંખ્યામાં સંપર્કો ધરાવતા હોય.
તમે જેમની સાથે વારંવાર સંવાદ કરો છો તે મિત્રોને તમારા સંપર્કની યાદીમાં ટોપ પર મૂકી, જ્યારે તમે Snap મોકલો ત્યારે તેમને શોધવાનું વધુ સરળ બને છે.
અમે ચૅટ ઇનબૉક્સમાં લોકોને સરળતાથી શોધી શકાય તે હેતુ સાથે હૃદય અને હસચહેરો ઉમેરીને તે મિત્રતાને દર્શાવવા માટે ઇમોજિઝનો પણ ઉપયોગ કરીએ છીએ. આ ઇમોજિઝ અન્ય લોકોને દેખાતા નથી.
સ્ટ્રીક એ Snapchat પર તમારા મિત્રોમાંના એક સાથે તમે કેટલા સળંગ દિવસો સુધી Snap મોકલ્યો છે તેની ખાનગી રજૂઆત છે.
લોકો તેઓ જેની કાળજી કરે છે તેવા લોકો સાથે સંપર્કમાં રહેવા માટે એક મનોરંજક રીમાઇન્ડર તરીકે સ્ટ્રીક્સ જાળવવાનો આનંદ માણે છે.
છેલ્લાં કેટલાક વર્ષોથી અમને એવા લોકો તરફથી હ્રદયસ્પર્શી નોંધો મળી છે, જેમને વિશ્વભરમાં અને તમામ ટાઇમ ઝોનમાં સારા અને ખરાબ સમય દરમિયાન સ્ટ્રીકસે તેમની મિત્રતાને કેવી રીતે ટેકો આપ્યો છે તે દર્શાવે છે. જ્યારે અમને અમારા સમુદાયમાંથી પ્રતિક્રિયા મળી કે ક્યારેક સ્ટ્રીક જાળવવા માટે Snapનો પ્રતિસાદ આપવામાં દબાણ અનુભવતા હતા, ત્યારે અમે પૂરી થઈ ગયેલી સ્ટ્રીક્સને ઝડપથી પુનઃસ્થાપિત કરવાનું સરળ બનાવ્યું છે.
સોલર સિસ્ટમ એક વૈકલ્પિક, ખાનગી ફીચર છે જે માત્ર Snapchat+ સબ્સ્ક્રિપ્શન સાથે જ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ દરરોજ સરેરાશ 0.25% કરતાં પણ ઓછા લોકો દ્વારા કરવામાં આવે છે.
તે સમજાવે છે કે તમારા મિત્રોમાંનો એક મિત્ર તમને સૂર્ય તરીકે શો કરી અને આપણા સોલર સિસ્ટમમાં કોઈ ગ્રહ પર તમારો Bitmoji અવતાર બતાવીને કેટલી વાર તમારી સાથે સંવાદ સાધે છે.
તે બીજા કોઈ મિત્રોને બતાવતું નથી, તે આંકડાકીય રેન્કિંગ નથી અને તે બીજા કોઈને દેખાતું નથી.
અમે સોલર સિસ્ટમ બનાવી કારણ કે અમને Snapchat સમુદાય તરફથી પ્રતિક્રિયા મળી કે તેઓ તેમની મિત્રતા વિશે વધુ જાણવા માગતા હતા. ઑનલાઇન વાતચીતમાં ઘણી વખત વ્યક્તિગત વાતચીતમાં સમાન સંદર્ભ અને સામાજિક સંકેતોનો અભાવ હોય છે અને સોલર સિસ્ટમ જેવા ફીચર્સ વધારાની જાગૃતિ અને સંદર્ભ પૂરો પાડવામાં મદદ કરે છે.
અમને Snapchat+ સબ્સ્ક્રાઇબર્સ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિક્રિયા મળી છે જેઓ સોલર સિસ્ટમની સુવિધાનો ઉપયોગ કરે છે, પરંતુ અમે સમજીએ છીએ કે તમે કોઈની નજીક છો તે જાણીને સારું લાગતું હોવા છતાં, તમે એટલા નજીક નથી જેટલા તમે બનવા માગો છો તે જાણીને ખરાબ પણ લાગી શકે છે. અમે સાંભળ્યું છે અને સમજીએ છીએ કે સોલર સિસ્ટમ આ લાગણીને વધુ ખરાબ કરી શકે છે અને અમે તેને ટાળવા માગીએ છીએ.
અમે સોલર સિસ્ટમ ફીચરને આપોઆપ બંધ કરવા જઈ રહ્યા છીએ, જેથી Snapchat+ સબસ્ક્રાઇબર્સ કે જેઓ ફ્રેન્ડશિપ ઇન્સાઇટ ઇચ્છે છે તેઓ સક્રિયપણે તેને ચાલુ કરી શકે અને જેઓ નથી જોવા માગતા તે ક્યારેય ન જુએ.
અમે આશા રાખીએ છીએ કે આ એક ફીચર પ્રદાન કરવા વચ્ચે યોગ્ય સંતુલન સ્થાપિત કરે છે જે ઘણા લોકો દ્વારા ઇચ્છિત છે જે તેનો ઉપયોગ કરે છે જ્યારે તેનો ઉપયોગ કરવા ન માગતા હોય તેવા લોકોને પરેશાન કરવાનું ટાળે.
અમે ફીચરનું વધુ મૂલ્યાંકન કરવા માટે પણ સમય લઈશું અને નક્કી કરીશું કે શું કોઈ અન્ય રીત છે કે જેથી અમે તેને અમારા માટે સુધારી શકીએ છીએ.
તે ખૂબ જ સાફ છે કે, જ્યારે સ્માર્ટફોન તકનીકની અસરની વાત આવે છે ત્યારે અમે ગણતરીની એક મહત્વપૂર્ણ ક્ષણે છીએ.
અમે માનીએ છીએ કે જ્યારે આપણે શારીરિક રીતે દૂર છીએ ત્યારે આપણા મિત્રો સાથે સંપર્કમાં રહેવા અને ઑનલાઇન સંબંધો બનાવવા માટે સક્ષમ થવાના અસંખ્ય ફાયદાઓ છે અને અમે શક્ય હોય ત્યાં ઑનલાઇન સંદેશાવ્યવહારના સંભવિત નુકસાનને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
અમે Snapchat નું નિર્માણ એવી રીતે કર્યું છે કે જેથી ઑનલાઇન વાતચીત વાસ્તવિક દુનિયાની વાતચીતો જેવી જ લાગે.
આ કારણે લોકો Snaps દ્વારા દૃશ્યમાન રીતે પોતાની જાતને વ્યક્ત કરે છે, કારણ કે એક તસવીરમાં એક હજાર શબ્દો કહે છે.
અમે આપોઆપ સંદેશા ડિલીટ કરી નાખીએ છીએ, જેથી લોકોને રૂબરૂ વાતચીતની જેમ રાહતકારી લાગે.
અમારી પાસે જાહેર મિત્રોની યાદીઓ કે જાહેર પસંદગીઓ નથી, જેથી Snapchat કોઈ જાહેર લોકપ્રિયતા મેળવવાની હરીફાઈ જેવું ન લાગે.
અમે સામગ્રીને મૉડરેટ કરીએ છીએ જેથી કરીને લોકો એવી વસ્તુઓના સંપર્કમાં ન આવે જે તેઓ ઇચ્છતા નથી.
અમારું માનવું છે કે ડિઝાઇનની આ પસંદગીઓ જ કારણ છે કે લોકો અમને જણાવે છે કે સેવાનો ઉપયોગ કરતી વખતે Snapchat તેમને પરંપરાગત સોશિયલની તુલનામાં વધુ ખુશ, જોડાયેલા અને સર્જનાત્મક રાખે છે
. 1અમે એમ પણ માનીએ છીએ કે આ જ કારણ છે કે Snapchat ને આનંદને મામલે નંબર વન પ્લેટફોર્મનું સ્થાન મળ્યું છે.
2
અમે અમારી સેવા સાથે સકારાત્મક અસર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
Snapchat ગાઢ મિત્રતાને સુવિધા આપવા, તેમને મદદ આપવા અને તેની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યું છે.
અમે આશા રાખીએ છીએ કે આ ફેરફારો યોગ્ય દિશામાં એક પગલું છે અને અમે અમારી સેવાને વિકસિત કરીશું ત્યારે અમે અમારા સમુદાયનો પ્રતિસાદ સાંભળવાનું ચાલુ રાખીશું
હેપ્પી સ્નેપિંગ,
ટીમ {color:#de350b}*સ્નેપચેટ*{color}