2014 LA Hacks Keynote

The following keynote was delivered by Evan Spiegel, CEO of Snapchat, during LA Hacks at Pauley Pavilion on April 11, 2014.
11 એપ્રિલ 2014ના રોજ પૌલી પેવિલિયનમાં LA હેક્સ દરમિયાન Snapchatના  CEO  Evan Spiegel દ્વારા નીચે આપવામાં આવેલી કીનોટ આપવામાંં આવી હતી.
હું તમારા સમય અને ધ્યાન માટે આભારી છું. અહીં આટલા બધા યુવાનો ભેગા મળીને વસ્તુઓનું નિર્માણ કરવા માટે ભેગા થયા છે તે જોવું તદ્દન અવિશ્વસનીય છે. હું મારા સહિત તમારી ખરેખર પ્રશંસા કરું છું.
લોકો મને સફળતાની ચાવી વિશે વારંવાર પૂછે છે અને હું હંમેશાં મારી જાત પ્રત્યે થોડો જિજ્ઞાસુ રહ્યો છું.
હમણાં સુધી મને જવાબ મળ્યો નહીં, પરંતુ હાલમાં મળી ગયો છે. હું નસીબદાર હતો કે હોંગકોંગના એક મંદિરમાં એક જાણકાર વૃદ્ધે મારી હસ્તરેખાઓ વાંચી. તેમના પાસેથી જાણવા મળ્યું કે હું 30 વર્ષનો થઈશ તે પહેલા લગ્ન કરી લઈશ અને અને પુત્ર પણ આવી જશે. તેમણે મને વધારામાં સફળતાની ત્રણ ચાવી પણ આપી.
તે ચાવીઓ નીચે પ્રમાણે છેઃ
1. સખત પરિશ્રમ
2. ક્ષમતા
3. માનવ સંબંધો
તમે બધા શુક્રવારની રાત્રે 10 વાગ્યે અહીં છો અને આગામી 36 કલાક સુધી બધા સાથે મળીને કામ કરવાનો છો તેના પરથી મને નથી લાગતું કે મારે તમને સખત પરિશ્રમ અને ક્ષમતા વિશે વિસ્તૃત સમજણ આપવી પડે. તમારી પાસે બિલકુલ સ્પષ્ટપણે તે છે.
તેથી આજે હું અહીં માનવ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. આ એ પ્રકારના સંબંધો વિકસાવવાની વાત નથી જે બિઝનેસ કાર્ડની પરસ્પર અદલબદલ અને લિંકડિન પર એકબીજાને એડ કરવા, પરંતુ એવા સંબંધોની વાત છે જે ઘણા લાંબા સમયથી, ઉંડાણપૂર્વક, ભાવનાત્મક અને ઉત્સાહ સાથે વાતચીતથી તૈયાર થાય છે.
મે વિચાર્યું કે હું એ શેર કરીશ જે અમે Snapchat માં કરીએ છીએ, જે હું મારી હાઈસ્કૂલમાં શીખ્યો, ક્રોસરોડ્સ, જે તેમણે ઓજાઈ ફાઉન્ડેશન પાસેથી ઉધાર લીધું હતું- કાઉન્સિલની પ્રેક્ટિસ. તે તમારામાંથી કેટલાક લોકોને હોકી લાગશે, પરંતુ તે આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તેનો અર્થ એ થયો કે અઠવાડિયામાં એક કલાક સુધી, ટીમના 10 કે તેથી વધુ સભ્યો ભેગા થાય છે અને તેઓ કેવું અનુભવે છે તે વિશે વાત કરે છે. અને જે રીતે સફળતા માટે ત્રણ ચાવી છે, તે જ રીતે કાઉન્સિલ માટે ત્રણ નિયમો છે. પહેલું એ કે હંમેશાં દિલના ઉંડાણમાંથી બોલવું, બીજું સાંભળવાની ફરજ છે અને ત્રીજું એ છે કે કાઉન્સિલમાં જે કંઈ બને છે તે કાઉન્સિલમાં જ રહે છે. અમે જોયું કે આ ખાસ પ્રયોગ આપણે કેવું અનુભવીએ છીએ તે કઈ રીતે વ્યક્ત કરવું તે શીખવા માટે જ નહીં, પરંતુ બીજાની લાગણીઓને સમજવા અને તેની પ્રશંસા કરવા માટે પણ અત્યંત ઉપયોગી છે.
એક મિત્રએ મને કહ્યું કે તમે જાણો છો કે તમે કોઈને પ્રેમ કરો છો જ્યારે તેની સાથે તમે તમારી વાતો શેર કરવા માંગો છો અને હું ઉમેરીશ કે તેઓ એવી વ્યક્તિ છે જેને તમે સૌથી વધુ સાંભળવા માંગો છો.
તેથી હૃદયપૂર્વક બોલવાના અને ધ્યાનપૂર્વક સાંભળવાના મહત્વને ગણ્યા વગર હું વાત કરવા માગું છું જે કાઉન્સિલમાં થયા છે તે કાઉન્સિલમાં જ રહે છે વિશે. કાઉન્સિલ દરમિયાન વ્યક્ત થયેલી લાગણીઓને જાહેર કરવામાં નહીં આવે તે સુનિશ્ચિત કરવાથી આપણા માટે આપણી જાતને સંવેદનશીલ બનાવવાની જગ્યા ઊભી થાય છે. તે આપણને આપણા ઊંડા, સૌથી વિશિષ્ટ વિચારો શેર કરવાની છૂટ આપે છે- વિચારો અને લાગણીઓ જેને કદાચ ખૂબ જ સરળતાથી બીજા સંદર્ભમાં ગેરસમજણ કરી શકાય છે. વધુ સરળ શબ્દોમાં કહીએ તો અમે કાઉન્સિલની ગોપનીયતાનું સન્માન કરીએ છીએ.
દુર્ભાગ્યે, ખાનગીને ઘણીવાર ગુપ્તતા તરીકે વર્ણવવામાં આવે છે, જ્યારે, જેમ નિસેનબૂમ નિર્દેશ કરે છે, ખાનગી ખરેખર સંદર્ભની સમજણ પર કેન્દ્રિત હોય છે. શું કહ્યું તે નહીં- પરંતુ ક્યાં કહેવામાં આવ્યું અને કોને કહેવામાં આવ્યું. જ્યારે આપણે જુદા જુદા લોકો સાથે જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી વાત શેર કરીએ છીએ ત્યારે ગોપનિયતા આપણને સર્જાયેલી આત્મીયતાથી શીખવા અને આનંદ માણવા દે છે.
કુન્દેેરા લખે છે," ખાનગીમાં આપણે આપણા મિત્રોનું ખરાબ કરીએ છીએ અને કઠોર ભાષાનો ઉપયોગ કરીએ છીએ, આપણે જાહેર કરતાં ખાનગીમાં અલગ વર્તન કરીએ છીએ તે દરેકનો સૌથી સ્પષ્ટ અનુભવ છે, તે વ્યક્તિના જીવનની મૂળભૂત વાત છે; મજાની વાત એ છે કે, આ સ્પષ્ટ હકીકત હંમેશા પારદર્શક કાચના ઘરના ગીતના સપનાની જેમ બેભાન, અસ્વિકાર્ય અને અસ્પષ્ટ રહે છે, ભાગ્યે જ એવું સમજવામાં આવે છે કે મૂલ્યનો તમામની ઉપરવટ થઈને બચાવ કરવો જોઈએ."
અમેરિકામાં, ઇન્ટરનેટ પહેલાં, આપણા જાહેર અને ખાનગી જીવન વચ્ચેનું વિભાજન સામાન્ય રીતે આપણા ભૌતિક સ્થળ સાથે જોડાયેલું હતું - આપણું કામ અને આપણું ઘર. અમે અમારા મિત્રો અને કુટુંબીજનો સાથે જે સંદર્ભમાં વાતચીત કરી રહ્યા હતા તે સ્પષ્ટ હતું. કામના સ્થળે અમે પ્રોફેશનલ હતા અને ઘરે અમે પતિ, પત્ની, પુત્રો કે પુત્રીઓ હતા.
સેલિબ્રિટીઝ કરતાં જાહેર અને ખાનગી અભિવ્યક્તિ વચ્ચેનો તફાવત સમજવામાં બહુ ઓછા લોકો છે, જેમનું જાહેર વ્યક્તિત્વ તેમના અંગત જીવનમાં નોંધપાત્ર રસ પેદા કરી શકે છે. જ્યારે કોઈની ગોપનીયતાને જોખમમાં મૂકવામાં આવે છે, જ્યારે સંદર્ભમાં કોઈ શેર કરે કરે છે તે ભાંગી પડે, ત્યારે જાહેર અને ખાનગી સ્પષ્ટ પણે અલગ બની જાય છે.
તાજેતરમાં જ એક એરપોર્ટ પરથી પસાર થતી વખતે મને ન્યૂઝવીક સ્પેશિયલ ઇશ્યૂથી આઘાત લાગ્યો હતો, જેમાં મેરિલિન મનરોની "ખોવાઈ ગયેલી સ્ક્રેપબુક" જાહેર કરવાનું વચન આપ્યું હતું. ખરેખર, પત્રકારને તેણીએ ફોટોગ્રાફર અને મિત્ર માટે બનાવેલી સ્ક્રેપબુક મળી આવી હતી
પત્રકાર સ્ક્રેપબુક વિશે લખે છે, "આમાં મેરિલિન જેવી છે તેવી જ રહે છે, વિખરાયેલા વાળ છે અને કોઈ તેના વિશે શું વિચારે છે અથવા તેઓ તેની સામે કેવી રીતે જુએ છે તેની ચિંતા કરતી નથી. તે ચિત્રોની રચના તરફ જોતી નથી. તેણી જોઈ રહી છે કે તે પિક્ચરમાં શું કરી રહી છે. તેને ખુશ રહેવું ગમે છે.”
પાનાં રંગબેરંગી છે, જેમાં મેરિલિનના વિચારો અને લાગણીઓ ચિત્રની બાજુમાં લખવામાં આવી છે. પ્રોડક્શન ગિયરથી ઘેરાયેલા બાથરોબમાં પોતાની એક તસવીરની બાજુમાં તે લખે છે, "જ્યારે તે કામ કરે છે ત્યારે છોકરીની કોઈ પ્રાઇવસી હોતી નથી." મેરિલિનને લાગ્યું કે તેની સ્ક્રેપબુક તેના ફોટોગ્રાફર મિત્ર સાથે શેર કરવા માટેનું ખાનગી સ્થળ છે. તે તેના જાહેર જીવનનો ભાગ નહોતી.
ઇન્ટરનેટ આપણને આપણી ભાવનાઓની સ્ક્રેપબુક બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે જે શક્ય છે કોઈ સંદર્ભ વગર, આપણા મિત્રોના આનંદ માટે અથવા આપણા દર્શકો માટે શેર કરવામાં આવે છે. આપણી લાગણીઓ માહિતી તરીકે વ્યક્ત થાય છે - તેનો ઉપયોગ આપણા અસ્તિત્વને વર્ગીકૃત કરવા અને રૂપરેખા આપવા માટે થાય છે.
ઇન્ટરનેટ પર અમે તેની માન્યતા નક્કી કરવાના પ્રયાસરૂપે તેની લોકપ્રિયતાના આધારે માહિતીનું આયોજન કરીએ છીએ. જો વેબસાઇટનો અન્ય ઘણી વેબસાઇટ્સ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તો તે સામાન્ય રીતે વધુ મૂલ્યવાન અથવા સચોટ હોવાનું માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓને પણ આવી જ રીતે ક્વોન્ટિફાઇડ, વેલિડેટેડ અને વહેંચવામાં આવે છે. લોકપ્રિય અભિવ્યક્તિ સૌથી મૂલ્યવાન અભિવ્યક્તિ બની જાય છે.
સોશિયલ મીડિયા બિઝનેસ આપણા અંગત સંબંધોમાં મૂડીવાદના આક્રમક વિસ્તરણનું પ્રતિનિધિત્વ કરે છે. આપણને આપણા મિત્રો માટે પરફોર્મ કરવા, તેમને ગમતી વસ્તુઓ કરવા કહેવામાં આવે છે, "પર્સનલ બ્રાન્ડ" પર કામ કરવા માટે કહેવામાં આવે છે અને બ્રાન્ડ્સ આપણને શીખવે છે કે વિશ્વાસપાત્રતા એ સાતત્યતાનું પરિણામ છે. આપણે આપણા "સાચા વ્યક્તિત્વનું"નું સન્માન કરવું જ જોઈએ અને આપણા બધા મિત્રો સામે પણ તે જ વ્યક્તિને દર્શાવવું જોઈએ અથવા બદનામ થવાનું જોખમ લેવું જોઈએ.
પરંતુ માનવતા ખોટી અને સાચી હોઈ શકે નહીં. આપણે વિરોધાભાસોથી ભરેલા છીએ અને આપણે બદલાઈએ છીએ. તે જ તો માણસના જીવનનો આનંદ છે. આપણે કોઈ બ્રાન્ડ નથી; તે આપણા સ્વભાવમાં જ નથી.
ટેકનોલોજીએ પારદર્શક કાચના ઘરની દંતકથાને જાળવી રાખી છે અને એક એવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે જે વિવેચનાત્મક વિચારો સામે લોકપ્રિય અભિપ્રાયને મહત્વ આપે છે. આપણે આપણી જાતને સમજાવી દીધી છે કે વધુ માહિતી એટલે વધુ જ્ઞાન. અને વધુને વધુ, આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે, રોસેન વર્ણવે છે, "મૂળ રૂપે આપણા મિત્રો અને સાથીદારો સામે જાહેર કરેલી ઘનિષ્ઠ વ્યક્તિગત માહિતી ઓછી સમજણ ધરાવતા લોકોના સંપર્કમાં આવી શકે છે અને તેનું ખોટું અર્થઘટન નીકળી શકે છે."
જ્યારે પણ આપણે આપણી જાતને વ્યક્ત કરીએ છીએ, ત્યારે આપણે એ સમજસાથે કરીએ છીએ કે આપણે જે કંઈ કહીએ છીએ તે કાયમ માટે અને જાહેરમાં જાણીતું બની શકે છે. આપણને પોતાની જાતને એવી રીતે પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેનાથી શક્ય તેટલા મોટા પ્રમાણમાં દર્શકોને સ્વિકાર્ય હોય. લોકપ્રિય સ્વિકાર્ય માટે આપણે આપણી પોતાની વ્યક્તિગત ઓળખ ગુમાવીએ છીએ.
મારી ચિંતા એ છે કે આપણે એવા લોકોની એક પેઢી વિકસાવી છે જેઓ માને છે કે સફળ નેતા એ જ છે જેઓ અનુયાયીઓ ધરાવે છે. હું માનું છું કે શ્રેષ્ઠ નેતાઓ એ છે જે કોઈ માટે ઊભા છે, જેમની પાસે દૃષ્ટિકોણ છે. અને તે દ્રષ્ટિકોણ જરુરથી વિકસવો જોઈએ, એકલો નહીં, પરંતુ એકાંતમાં, અથવા લોકપ્રિય સમર્થનની શોધમાં સામાન્ય થવાનું જોખમ લેવું જોઈએ.
પ્રોત્સાહન માટે, મેં ઘણી વાર સોર્બોન ખાતે રૂઝવેલ્ટ દ્વારા બોલવામાં આવેલા આ શબ્દો પર આધાર રાખ્યો છે, જે જાહેર કરે છે, "એ વિવેચકની ગણતરી નથી; એ માણસની પણ નથી જે જણાવે છે કે મજબૂત વ્યક્તિ કેવી રીતે ભાંગી પડે છે અથવા તેઓ વધુ સારી રીતે કરી શક્યા હોત તેવું કહેવાવાાળા. શ્રેય તે માણસને જાય છે જે  ખરેખર અખાડામાં છે, જેનોચહેરો ધૂૂૂળ અને પરેશવો અને લોહીથી ભરાય છે, જે બહાદુુુુુુરીથી લડે છે, કોણ ભૂૂલ કરે છે,કોણ વારંંવારં પાછળ રહે છે, કારણ કે ભૂૂૂલ અને ખામી વિના કોઇ પ્રયત્ન નથી, પરંતુ કોણ ખરેખર કાર્યો કરવા પ્રયત્ન કરે છે;  જે મહાન ઉત્સાહને જાણે છે,જે મહાન ભક્તિને જાણે છેેે, જે પોતાની જાતને સારા ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરે છે, જે ઉચ્ચતમ સિદ્ધિની જીતનો અંત જાણે છે અને સૌથી ખરાબનો અંત જાણે છે, જો તે નિષ્ફળ જાય છે તો, કમસે કમ તે મોટાપાયે હિંંમત કરતા સમયે નિષ્ફળ જાય છે, જેથી તેનું સ્થાન ક્યારેય એવા વ્યક્તિ સાથે નથી જે ક્યારેય ન તો જીત્યા છે ન તો હાર્યા છે."
આપણે એવા સમાજનું નિર્માણ કર્યું છે જ્યાં અખાડામાં રહેલો દરેક વ્યક્તિ પોતાના જીવન માટે નહીં, પોતાના પરિવાર માટે નહીં, પોતાના વિચાર અને દ્રષ્ટિકોણ માટે નહીં પરંતુ લોકોની વાહવાહી મેળવવા માટે લડે છે. અને આપણે, દર્શકો, અખાડામાં બેઠા બેઠા ખુશીથી મનોરંજન માણીએ છીએ, પીએ છીએ ખાઈએ છીએ - આપણે ફુલ છીએ- પણ સું આપણે ખુશ છીએ?
કુંડેરા લખે છે કે "જ્યારે અન્ય વ્યક્તિના અંગત જીવનને જાહેર કરવાનો રિવાજ અને નિયમ બની જાય છે, ત્યારે આપણે એવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ જે વ્યક્તિગતતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું અથવા ગુમ થવાની શક્યતા સૌથી વધુ હોય."
હું માનું છું તે સમય આ છે.
હું મારા ભાષણના અંતિમ ફકરામાં પ્રેસિડેન્ટ કેનેડીના એ શબ્દો સાથે વિરામ લઈશ જે શબ્દો તેઓની જ્યારે હત્યા થઈ ત્યારે ભાષણમાં બોલવાના હતા. તે દિવસે, કેનેડી યુદ્ધ સમયે આ શબ્દો બોલવાના હતા. આજની રાતે, હું ઇચ્છું છું કે તમે તે સાંભળો કારણ આજે આપણી સામે વ્યક્તિગતતાના નાશને રોકવાનું યુદ્ધ આવી પડ્યું છે.
“આપણે, આ દેશમાં, આ જનરેશનમાં - કોઈ પસંદથી નહીં પણ ભાગ્યથી આવ્યા છીએ- વિશ્વ સ્વતંત્રતાની દિવાલના ચોકીદાર છીએ. અમે પૂછીએ છીએ, તેથી, કે આપણે આપણી શક્તિ અને જવાબદારીને લાયક બનીએ, આપણે આપણી શક્તિનો સંયમ અને બુદ્ધિ પૂર્વક ઉપયોગ કરી શકીએ અને આપણે આપણા સમયમાં અને દરેક વખતે "પૃથ્વી પર શાંતિ, મનુષ્યો પ્રત્યે શુભેચ્છા"નું પ્રાચીન દર્શન હાંસલ કરી શકીએ. હંમેશા આપણો તે ધ્યેય હોવો જોઈએ, અને આપણા ધ્યેયની પવિત્રતા હંમેશા આપણી તાકાત બનવી જોઈએ. ઘણા સમય પહેલા લખાયેલું છે: "જો રાજા શહેરનું ધ્યાન ન રાખે તો પહેરેદારનું જાગવું વ્યર્થ છે."
આપણે બધા એ કલંકને ભૂંસી નાખવા આવ્યા છીએ જે કહે છે કે હેકિંગે મુખ્યત્વે એવી બાબતો ને ખુલ્લી પાડવાની જરૂર છે જે બીજાઓ ખુલ્લી પાડવા માગતા નથી. હું તમને બધાને ચેલેન્જ આપું છું કે આ વીકેન્ડના અંત સુધીમાં એક એવી જગ્યા તૈયાર કરો, આ ખૂબ જ મહત્વના સમયમાં, જે બીજાના વિચારો, સપનાઓ અને લાગણીઓનો આદર કરે. આપણે અહીં શેર કરવા અને સર્જનમાં મળતા આનંદ અને સુખદ અનુભવને મેળવવા આવ્યા છીએ- આપણે ચોક્કસ એવું બનાવવું જોઈએ જેનાથી આપણી ભવિષ્યની પેઢી માનવ સંબંધો અને વ્યક્તિગત અભિવ્યક્તિનો આનંદ માણી શકે અને ગોપનિયાત દ્વારા સુરક્ષિત પણ રહી શકે.
Back To News