Find Friends Abuse

A security group first published a report about potential Find Friends abuse in August 2013. Shortly thereafter, we implemented practices like rate limiting aimed at addressing these concerns.

We will be releasing an updated version of the Snapchat application that will allow Snapchatters to opt out of appearing in Find Friends after they have verified their phone number. We’re also improving rate limiting and other restrictions to address future attempts to abuse our service.

The Snapchat community is a place where friends feel comfortable expressing themselves and we’re dedicated to preventing abuse.
જ્યારે અમે પહેલી વાર Snapchat બનાવી ત્યારે અમને બીજા મિત્રો શોધવામાં મુશ્કેલી પડી હતી જે આ સેવાનો ઉપયોગ કરી રહ્યા હતા. અમે અમારી એડ્રેસ બુકમાં એવા મિત્રો શોધવા માગતા હતા જે Snapchatનો ઉપયોગ કરતા હતા – તેથી અમે ફાઇન્ડ ફ્રેન્ડ્સ બનાવ્યું. ફાઇન્ડ ફ્રેન્ડ્સ એક વૈકલ્પિક સેવા છે જે સ્નેપચેટર્સને તેમનો ફોન નંબર દાખલ કરવા માટે કહે છે જેથી તેમના મિત્રો તેમનું યુઝરનેમ શોધી શકે. આનો અર્થ એ થયો કે જો તમે તમારો ફોન નંબર ફાઇન્ડ ફ્રેન્ડ્સમાં દાખલ કરો છો, તો જેની પાસે પોતાના ફોનની એડ્રેસ બુકમાં તમારો ફોન નંબર છે તે તમારું યુઝરનેમ શોધી શકે છે.
એક સુરક્ષા જૂથે સૌપ્રથમ ઓગસ્ટ 2013માં ફાઇન્ડ ફ્રેન્ડ્સના સંભવિત દુરુપયોગ વિશે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તેના થોડા સમય પછી, અમે આ ચિંતાને દૂર કરવા તેના સમાધાન કરવાના ઉદ્દેશ્ય સાથે દર મર્યાદા જેવી પ્રથાઓનો અમલ શરું કર્યો. નાતાલની પૂર્વ સંધ્યાએ, તે જ જૂથે જાહેરમાં અમારી એપીઆઈનું દસ્તાવેજીકરણ કર્યું હતું, જેથી વ્યક્તિઓ માટે અમારી સેવાનો દુરુપયોગ કરવો અને અમારા ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કરવું સરળ બની ગયું.
અમે ગયા શુક્રવારે એક બ્લોગ પોસ્ટમાં સ્વીકાર્યું હતું કે મોટી સંખ્યામાં રેન્ડમ ફોન નંબર અપલોડ કરવામાં અને સ્નેપચેટ વપરાશકર્તાના નામો સાથે મેળ કરવા માટે મિત્રો શોધોની કાર્યક્ષમતાનો ઉપયોગ કોઈ હુમલાખોર દ્વારા શક્ય છે. ન્યૂ યર્સ ઇવ પર, એક હુમલાખોરે આંશિક રીતે સંપાદિત ફોન નંબરો અને યુઝરનેમનો ડેટાબેઝ બહાર પાડ્યો હતો. આ હુમલાઓમાં સ્નેપ્સ સહિત અન્ય કોઈ માહિતી લીક થઈ ન હતી અથવા એક્સેસ કરવામાં આવી ન હતી.
અમે Snapchat એપ્લિકેશનનું અપડેટેડ વર્ઝન રિલીઝ કરીશું, જે સ્નેપચેટર્સને તેમના ફોન નંબરની ખરાઈ કર્યા બાદ ફાઇન્ડ ફ્રેન્ડ્સમાં દેખાવાનો વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપશે. અમે અમારી સેવાનો દુરુપયોગ કરવાના ભવિષ્યના પ્રયાસોને પહોંચી વળવા માટે દર મર્યાદા અને અન્ય નિયંત્રણોમાં પણ સુધારો કરી રહ્યા છીએ.
અમે તે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે સુરક્ષા નિષ્ણાંતો જ્યારે અમારી સેવાના દુરુપયોગ કરવાનો નવો રસ્તો શોધે ત્યારે અમને જણાવે જેથી અમે તે ચિંતાઓને દૂર કરી શકીએ અને જલદીથી તેનું સમાધાન આપી શકીએ.  અમને સુરક્ષા સંબંધી નબળાઈઓ અંગે જણાવવાનો સૌથી સારો રસ્તો અમને ઇમેઇલ કરીને છે. security@snapchat.com
Snapchat સમુદાય એક એવી જગ્યા છે જ્યાં મિત્રો પોતાની જાતને વ્યક્ત કરવામાં અનુકૂળતા અનુભવે છે અને અમે દુરુપયોગ અટકાવવા માટે સમર્પિત છીએ.
Back To News