Snap Partner Summit | The Future of Lenses

Today, we’re making it easier to find the right Lenses at the right time. Just press and hold on your camera screen to Scan the world around you.
લગભગ ચાર વર્ષ પહેલાં, અમે લેન્સિસ રજૂ કર્યા હતા: તમારી સેલ્ફી જોવાની એક નવી રીત!
અમે બનાવેલા પ્રથમ લેન્સિસ સ્વ-અભિવ્યક્તિ માટે હતા. ત્યારબાદ વર્લ્ડ લેન્સિસ આવ્યા: 3D સ્ટીકરો, Bitmoji અને તમારી આસપાસની દુનિયા પર નાચતા હોટ ડોગ્સ. તાજેતરમાં જ, અમે Snappables - તમે તમારા ચહેરા સાથે રમી શકે તેવી રમતો રજૂ કરી!
ફક્ત એક વર્ષમાં, આપણા સમુદાય દ્વારા 4 લાખથી વધુ લેન્સિસ બનાવવામાં આવ્યા છે, અને લોકો આ લેન્સિસ સાથે 15 અબજથી વધુ વખત રમ્યા છે! * અમે લેન્સ ક્રિએટરોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને તેમના પ્રેક્ષકો વિશે વધુ જાણવા માટે મદદ કરવા ક્રિએટર પ્રોફાઇલ રજૂ કરી રહ્યા છીએ.
અમે તેને લેન્સિસ કહીએ છીએ કારણ કે તે ફક્ત તમારી દુનિયાને ફિલ્ટર કરતા નથી. તે તમને કોઈ નવી વસ્તુમાં લીન થવા દે છે. અમે માનીએ છીએ કે ભવિષ્યમાં કોઈ દિવસ આ પ્રકારના અનુભવો તમારી આસપાસની દુનિયા પર ચર્ચા, સર્જન, શીખવા અને રમવાની નવી રીતો સાથે લેયર કરવામાં આવશે.
આજે, અમે યોગ્ય સમયે યોગ્ય લેન્સિસ શોધવાનું વધુ સરળ બનાવી રહ્યા છીએ.
AR બાર અને સ્કેન
Snap પ્લેટફોર્મ પર એક નવો, સમાન લેન્સનો અનુભવ અને વધુ મજબૂત કેમેરા શોધની ક્ષમતાઓને પણ રજૂ કરે છે. "AR બાર" અને "સ્કેન" ટૂંક સમયમાં Snapchat ના ઉપયોગકર્તાઓ માટે બહાર પડશે.
AR બાર Snapchat પર લેન્સ અને કેમેરા સર્ચના અનુભવોને શોધવા અને તેનું નેવિગેશન કરવાનું Snapchat ના ઉપયોગકર્તાઓ માટે પહેલા કરતા વધુ સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. AR બાર સાથે, પ્રથમ વખત, Snapchat ના ઉપયોગકર્તાઓ માટે બધું એક જ જગ્યાએ ક્રિએટ, સ્કેન, બ્રાઉઝ, અને એસ્કપ્લોર કરવું શક્ય છે.
AR બારમાં નવું સ્કેન બટન પણ હશે, જે સંદર્ભ સાથે સંબંધિત લેન્સ અને કેમેરા આધારિત અનુભવોને માત્ર એક ટેપ સાથે સપાટી પર લાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સ્કેન સાથે, Lens Studio મારફતે Snap ના જાહેર સમુદાય દ્વારા બનાવવામાં આવેલા સંબંધિત લેન્સના કેમેરા વ્યૂમાં શું છે તેના આધારે Snapchat ના ઉપયોગકર્તાઓ માટે ગતિશીલ રીતે સપાટી પર આવશે.
Snap નવા સ્કેન ભાગીદારો પણ રજૂ કરી રહ્યુું છે.
Photomathની સાથે ભાગીદારીમાંં, Snapchat ના ઉપયોગકર્તાઓ ગણિતના સમીકરણનો ઉકેલ કેમેરામાં જોવા માટે Snapchat કેમેરાને તે તરફ ચીંધી શકશે.  આ ઉપરાંત, ભાગીદાર GIPHY સાથે નવું એકીકરણ કોઈપણ સ્નેપચેટરને તેમના સ્નેપ્સની સંદર્ભસાથે સુસંગત સજાવટ માટે આમંત્રિત કરશે, Snapchat કેેમેરા દૃશ્યમાં શું છે તેના આધારે ગતિશીલ રીતે GIF લેન્સીસ જનરેટ કરે છે.
લેન્સ સ્ટુુુુડિઓ અને "લેન્ડમાર્કર્સ"
Snapના લેન્સ સ્ટુુડિઓ ફ્રી છે, Snapchat પર કોઈ પણ માટે લેન્સીસ બનાવવા અને વિતરણ કરવા માટે ડેસ્કટોપ એપ્લિકેશન જાહેરમાંં ઉપલબ્ધ છે. Lens Studio Snapની કમ્પ્યુટર વિઝન અને ગ્રાફિક્સ ટેકનોલોજીની કળાની સ્થિતિને સર્જકો માટે સરળ ટેમ્પલેટ્સમાં પેકેજ કરે છે.  Lens Studio મારફતે Snap ના સમુદાય દ્વારા 4 લાખથી વધુ લેન્સિસ બનાવવામાં આવ્યા છે અને તે લેન્સિસ 15 અબજથી વધુ વખત વગાડવામાં આવ્યા છે.
હેન્ડ ટ્રેકિંગ, બોડી ટ્રેકિંગ અને પાળતુ પ્રાણી ટ્રેકિંગ માટેના નમૂનાઓ સહિત, લેન્સ બનાવટ માટે હજી વધુ ક્ષમતાઓ શામેલ કરવા માટે, આજે Snap લેન્સ સ્ટુડિયોને અપડેટ કરી રહ્યું છે.
પ્રથમ વખત, લેન્સ સ્ટુડિયોમાં Snap ના તમામ નવા લેન્ડમાર્કર લેન્સના અનુભવો માટેના ટેમ્પલેટ્સ શામેલ કરવામાં આવશે. આ લેન્સિસ ઓગમેન્ટેડ રિયાલિટીના અનુભવોને સક્ષમ કરે છે જે વિશ્વના સૌથી આઇકોનિક સીમાચિહ્નોને રીઅલ-ટાઇમમાં રૂપાંતરિત કરી શકે છે.
આજે સર્જકો માટે પાંચ સ્થાનોના ટેમ્પલેટ્સ ઉપલબ્ધ છે, જેમા શામેલ છે: Buckingham Palace (London), United States Capitol Building (Washington, D.C.), Eiffel Tower (Paris), Flatiron Building (New York City), અને TCL Chinese Theater (Los Angeles), આ ઉપરાંત વધુ બીજાનો વધારો થશે.
આ ભૌતિક સ્થળોની મુલાકાત લેતા Snapchat ના ઉપયોગકર્તાઓ પણ આજથી શરૂ થતાં આ લેન્ડમાર્કર-સક્ષમ લેન્સનો અનુભવ કરી શકશે.
Back To News