Snap Partner Summit | Introducing Snap Games

Introducing Snap Games: mobile games, made for friends! You can launch Snap Games right from the Chat bar, allowing you and your friends to instantly play together. It feels like you’re sitting shoulder to shoulder, playing on the same screen.
આઠ વર્ષ પહેલાં, મિત્રો સાથે ઝડપી અને વધુ મનોરંજક રીતે વાત કરવા માટે અમે Snapchat બનાવી હતી.
પણ મિત્રતા એ તમે જે વસ્તુઓ વિશે વાતો કરો છો તેના કરતાં વધારે છે. મિત્રતા એ તમે એક સાથે જે અનુભવો છો તે વિશે પણ છે - તેથી મિત્રો સાથે રમવાના અનુભવ ને સંપૂર્ણ નવો બનાવવા માટે અમે ખૂબજ મહેનત કરી રહ્યા છીએ.
Snap ગેમ્સ રજૂ કરી રહ્યા છીએ: મિત્રો માટે બનાવવામાં આવેલ મોબાઇલ ગેમ્સ!
તમે Snap ગેમ્સને સીધો ચેટ બારમાંથી લોંચ કરી શકો છે,જે તમને અને તમારા મિત્રોને તરત જ સાથે રમવાની મંજૂરી આપે છે.- કોઈ ઇન્સ્ટોલેશન જરુરી નથી. તમે જોઈ શકો છો કે તમે કયા મિત્રો સાથે રમી રહ્યાં છો,તેમને ચેટ મોકલી શકો છો,અથવા વોઇસ ચેટ સાથે લાઇવ વાત પણ કરી શકો છો. એવું લાગે છે કે તમે એક જ સ્ક્રીન પર બાજુ બાજુમાં બેસીને રમો છો.
Snap ગેમ્સ છ શીર્ષકો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે:
  • Bitmoji પાર્ટી: Snap ગેમ્સ માટે Snap ની ફ્લેગશિપ, ફર્સ્ટ-પાર્ટી આઇપી,તમને અને તમારા મિત્રોને તમારા Bitmoji તરીકે 3D માં જીવિત કરવાની સુવિધા આપે છે,જ્યારે તમે ચાર ઝડપી મિનિગેમ્સમાં સ્પર્ધા કરો છોઃ Pool Party, Kick Off, Spin Session અને Zombie Escape.
  • Alphabear Hustle:(Spry Fox) - Alphabear Hustle એ ટ્વિસ્ટ સાથેની ઝડપથી કેળવાયેલી સહકારી શબ્દોની ગેમ છે. રમાનારાઓ શબ્દો બનાવવા માટે, ક્યૂટ બેર્સ મેળવવા માટે અને પોતાના વ્યક્તિગત બેર વિલેજ બનાવવા માટે સાથે મળીને કાર્ય કરી શકે છે.
  • C.A.T.S. (Crash Arena Turbo Stars) Drift Race: (ZeptoLab) - C.A.T.S. એ એક એકથી વધુ રમનારાઓ માટેની રેસિંગ ગેમ છે જે 6 ખેલાડીઓને બુસ્ટર્સ સ્કેટર્ડના ઉપયોગ સાથે ટ્રેકને ઝડપી બનાવવા અને વિરોધીઓને ધીમા પાડવા માટે આમંત્રણ આપે છે. રસ્તામાં, C.A.T.S. યુનિવર્સમાંથી નવા વાહનોનો સંગ્રહ કરો.
  • Snake Squad: (Game Closure) - Snake Squad એ એકથી વધુ રમનારાઓ માટેની બેટલ-રોયલ ગેમ છે. યુદ્ધમાં જવા માટે તમારા મનપસંદ અવતારને પસંદ કરો અને તમારા સ્પર્ધકને ગેમથી બહાર કાઢવા માટે અને તમારા સાપને મોટો કરવા માટે,તમારી ટુકડી સાથે તમારા સાપને યુદ્ધનાં મેદાનમાં માર્ગદર્શન આપો.
  • Tiny Royal:ઈ: (Zynga) - Tiny Royale™ એ એક ઝડપી, મનોરંજક ટોપ-ડાઉન બેટલ રોયલ ગેમ છે - ક્લાસિક બેટલ રોયાલ અનુભવ,જેની Snapchat પ્લેટફોર્મ પર ફરીથી શોધ કરવામાં આવી છે. મિત્રો સાથે સ્ક્વોડ અપ કરો અથવા ઝડપી બે મિનિટના રોઉંડો દરમિયાન લૂંટ માટે એકલા જાઓ અને જ્યાં સુધી માત્ર એક જ ખેલાડી કે ટીમ રહે ત્યાં સુધી તમારી જીત માટે શૂટિંગ કરો.
  • Zombie Rescue Squad:(PikPok) - Zombie એપોકેલિપ્સની આગળની હરોળમાં પ્રવેશવા માટે તમારા સાથી Zombie Rescue Squad ના મિત્રો સાથે જોડાઓ. ભૂખ્યા ટોળામાંથી બચી ગયેલા લોકોને બચાવો અને બને તેટલો સામાન એકઠો કરો. પણ જો તમે સુરક્ષા માટેના હેલીકોપ્ટરને ચૂકી ગયા તો,તમે પાછળ રહી જશો!
Snap ગેમ્સમાં,અમારા ગેમ ડેવલપમેન્ટ પાર્ટનર્સ અને Snap માટે મુદ્રિકરણની તકો શામેલ હશે. આ પ્લેટફોર્મ {color:#DE350B}વિડીયો{color} એડવર્ટાઇઝિંગ સાથે લોન્ચ થશે, જેમાં Snap નું નોન-સ્કિપેબલ,છ સેકન્ડનું કોમર્શિયલ્સ એડ ફોર્મેટ હશે,જે 2018માં ક્વાર્ટર 3 લોન્ચ કરવામાં આવ્યું હતું.
આવનારા મહિનાઓમાં, Snapchat સમુદાયમાં શ્રેષ્ઠ ગેમિંગ અનુભવો લાવવા માટે,Snap ગેમ્સ વિવિધ પ્રકાર અને શૈલીઓમાં ધીમે ધીમે તેના ડેવલપમેન્ટ પાર્ટનરો વધારશે.
ગેમ ક્લોઝર વિશે
ગેમ ક્લોઝર HTML5 એપ્લિકેશન્સને લેખક અને વિતરણ કરવા માટે ટેકનોલોજી બનાવે છે અને તેને મોટા દર્શકો સુધી લાવે છે,જેમાં મિત્રો સાથે રમવા માટે તેની પોતાની હિટ મેસેન્જર ગેમ EverWing,એક મનમોહક કાલ્પનિક શૂટર નો સમાવેશ થાય છે. 2011 માં તેની સ્થાપના થઈ ત્યારથી, ગેમ ક્લોઝરની આગેવાની સહ-સ્થાપક અને સીઈઓ Michael Carter કરે છે. ગેમ ક્લોઝર ટેકનોલોજી પ્લેટફોર્મ ઓથરને સાબિત થયેલા સાધનો પૂરા પાડે છે,ઉચ્ચ-પ્રદર્શન મેસેન્જર ગેમ્સનું વિતરણ કરે છે, શ્રેષ્ઠ બનાવે છે અને સંચાલન કરે છે.
PikPok વિશે
PikPok એ એક મોબાઇલ,ટેબ્લેટ અને ડેસ્કટોપ પર શ્રેષ્ઠ રમતોના અગ્રણી પ્રકાશક છે. મૂળ,લાઇસન્સ અને થર્ડ પાર્ટી વિકસિત ગુણધર્મોના પોર્ટફોલિયો સાથે,PikPok એવી રમતો પૂરી પાડે છે જે પિક-અપ-એન્ડ-પ્લે ગેમપ્લે,ઉચ્ચ ગુણવત્તાયુક્ત કળા અને તલ્લીન કરી દે તેવી ઓડિયો ડિઝાઇન સાથે તમામ ગ્રાહકોને આકર્ષે છે,જે રમતના સમૃદ્ધ અનુભવો પૂરા પાડે છે. PikPok એ ઘણી વિવેચનાત્મક અને વ્યાપારી રીતે સફળ રમતો રજૂ કરી છે,જેમાં લોકપ્રિય Flick Kick® શ્રેણી, BAFTA દ્વારા પસંદ કરેલ Super Monsters Ate My Condo™, Into the Dead®, Shatter®,અને બીજી અનેક છે. તમારા સમયમાંથી એક ક્ષણ કાઢો અને PikPok માંથી એક ગેમ રમો.
Spry Fox વિશે
Spry Fox એ 18 વ્યક્તિઓની કંપની છે,જે લગભગ 10 વર્ષ જૂની છે,જેણે 15 અલગ ગેમો લોંચ કરી છે,જેમાં એવોર્ડ- વિનિંગ ગેમ્સ Alphabear, Triple Town અને Realm of the Mad God નો સમાવેશ થાય છે,અને જે મૂળ,વ્યાવસાયિક રમતોમાં વિશેષતા ધરાવે છે,જે દુનિયાને એકસુખી બનાવે છે.
ZeptoLab વિશે
ZeptoLab એ એક વૈશ્વિક કંપની છે જે નવીનીકરણથી ભરેલી અને પોતાની ખાસ ગુણવત્તા સાથે તૈયાર થયેલી રમતો બનાવે છે. તેમની Cut the Rope ગેમની સફળતા પછી,જે 1.2 અબજથી વધુ વખત માટે ડાઉનલોડ કરાઈ છે,કંપનીએ King of Thieves અને C.A.T.S.: Crash Arena Turbo Stars,200 મિલિયનથી વધુ સંયુક્ત ડાઉનલોડ્સ સાથે મોટા મલ્ટિપ્લેયર મોબાઇલ ટાઇટલો રજૂ કર્યા. 2017 માં, C.A.T.S.એ Google Play ગેમ ઓફ ધ યર એવોર્ડ જીત્યો અને Apple App Store ની શ્રેષ્ઠ રમતોની સૂચિમાં તેનું નામ આવ્યું.
Zynga વિશે
2007 માં તેની સ્થાપના થઈ ત્યારથી, Zynga નું મિશન ગેમ્સ દ્વારા વિશ્વને જોડવાનું છે. આજની તારીખમાં,1 અબજથી વધુ લોકો Zynga ની FarmVille™ ,Zynga Poker™, Words With Friends™, Hit it Rich! સહિત અનેક રમતો વેબ અને મોબાઇલ પર રમ્યા છે. ™ Slots and CSR Racing™. Zynga ની રમતો Apple iOS, Google Android અને Facebook સહિતના ઘણા વૈશ્વિક પ્લેટફોરમો પર ઉપલબ્ધ છે. આ કંપનીનું મુખ્ય મથક સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા માં છે અને તેની વધારાની ઓફિસો યુએસ, કેનેડા, યુકે, આયર્લેન્ડ, ભારત, તુર્કી,અને ફિનલેન્ડમાં છે.
Back To News