LACMA x Snapchat: Unveiling Monumental Perspectives

In celebration of the upcoming International Day for Monuments and Sites, we’re sharing the first wave of projects from our multi-year LACMA x Snapchat initiative, Monumental Perspectives. Artists and Snap Lens Creators have come together to create five new augmented reality monuments that explore history and representation for communities across Los Angeles.
આગામી ઇન્ટરનેશનલ ડે ફૉર મૉન્યુમૅન્ટ્સની ઉજવણીના ભાગરૂપે, અમે રજૂ કરીએ છીએ LACMA x અને સ્નૅપચેટના બહુવર્ષીય કાર્યક્રમના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ્સ, મૉન્યુમૅન્ટલ પર્સપૅક્ટિવ
કલાકારો તથા સ્નેપ લેન્સ સર્જકોએ મળીને લૉસ ઍન્જલ્સના ઇતિહાસ તથા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા પાંચ નવા ઑગ્મેન્ટિડ રિયાલિટી મૉન્યુમૅન્ટ્સનું સર્જન કર્યું છે. સ્નૅપચેટ કૅમેરા દ્વારા શહેરના અલગ-અલગ સ્થળોએ તમે મજા માણી શકો તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યા છે, તમે તેને LACMA, મૅકઆર્થર પાર્ક, અર્વિન "મૅજિક" જૉન્સન પાર્ક તથા લૉસ ઍન્જલ્સ મૅમોરિયલ કૉલિસિયમ ખાતે જોઈ શકો છો. જે લોકો આ વિસ્તારમાં છે, તેઓ સ્નૅપ મૅપ પરના માર્કર દ્વારા આ વર્ચ્યુઅલ મૉન્યુમૅન્ટ્સને સહેલાઈથી શોધી શકે છે. વિશ્વના ગમે તે ખૂણે રહેલી વ્યક્તિ પણ આ મૉન્યુમૅન્ટ્સ નિહાળી શકે છે, તેમણે માત્ર મોબાઇલ ફોન ઉપર lacma.org/monumental વિઝિટ કરવાનું રહે છે.
આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે :
  • મર્સિડીઝ ડૉરેમીનું જકડી રાખતું પૉર્ટલ ટુ તોવાન્જર, જે વર્તમાન તોવાન્જર (લૉસ ઍન્જલ્સ)માં મૂળનિવાસીઓના ભૂતકાળ, વર્તમાન અને ભાવિવિશ્વને સ્પર્શે છે, સ્નૅપ લૅન્સ ક્રિયેટર સૂતુ સાથે તેનું સર્જન કરવામાં આવ્યું છે.
  • આઈ. આર. બેચનું થિન્ક બિગ ઍનિમેશન એ સ્વ-પ્રતિબિંબને પ્રેરિત કરે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, સ્નૅપ લેન્સ ક્રિયેટર જેમ્સ હર્લબટ સાથે મળીને તેનું સર્જન કરવામાં આવ્યું છે.
  • ગ્લૅન કાનોનું નો ફિનિસ લાઇન એ 1932ના એલ.એ. ઑલિમ્પિક મૅરેથોન રુટ સાથે સંકળાયેલી અનેક પેઢીની કહાણીઓ કહે છે, સ્નૅપ લૅન્સ ક્રિયેટર માઇકલ ફ્રેન્ચ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.
  • રુબેન ઓચોઆનુું ¡Vendedores, Presente! લૉસ ઍન્જલ્સના ફેરિયાઓને અંજલિ સમાન છે, જે સ્નૅપ લેન્સ ક્રિયેટર સાલિયા ગૉલ્ડસ્ટિન સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.
  • એડા પિન્કસ્ટનની મૅમોરિયલ સિરીઝ ધ ઑપન હેન્ડ ઇઝ બ્લેસ્ડ એ બિડ્ડી મેસનને અંજલિ અર્પે છે. સ્નૅપ લેન્સ ક્રિયેટર ચાર્લ્સ હેમબ્લૅન તથા સૂતુ સાથે મળીને તેનું સર્જન કરવામાં આવ્યું છે.
આ વિસ્તૃત પ્રોજેક્ટને કલા, સંસ્કૃતિ તથા માનવસંસ્કૃતિક્ષેત્રે અમેરિકાના સૌથી મોટા દાતા ધ ઍન્ડ્રુ ડબલ્યુ. મેલન ફાઉન્ડેશનનું સમર્થન હાંસલ છે.
LACMA સાથેના આ કામથી અમે રોમાંચિત છીએ, અમારી ઑગ્મેન્ટિડ રિયાલિટી ટેકનૉલૉજી હિમાયત અને રજૂઆત માટેનું સશક્ત માધ્યમ બન્યું છે. નવા માધ્યમ થકી નહીં કહેવાયેલી વાતો કહેવાની લેન્સ ક્રિયેટર્સ તથા આર્ટિસ્ટ્સની ઇચ્છાનું સમર્થન કરીએ છીએ અને તેમને સશક્ત બનાવવા માટેના પ્રયાસ ચાલુ રાખીશું.
Assets સમાચાર પર જાવો