A New Slate of Snap Originals

Today, we announced our new slate of Snap Originals, premium, made-for-mobile shows created exclusively for Snapchat. These new shows will begin airing this fall on Snapchat’s Discover page.
આજે, અમે અમારા Snap ઓરિજિનલ્સની નવી સ્લેટની જાહેરાત કરી, પ્રીમિયમ, ફક્ત Snapchat માટે બનાવેલા મોબાઇલ શો માટે બનાવી છે. આ નવા શો Snapchat ના ડિસ્કવર પૃષ્ઠ પર પ્રસારિત કરવાનું શરૂ થશે.
Snap ઓરિજિનલ્સ Snapchat સમુદાયના વિવિધ અવાજો, અનુભવો અને જુસ્સા તેમજ તેમની ભાવનાત્મક અને સામાજિક સુખાકારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નવી શ્રેણીમાં પાત્ર આધારિત દસ્તાવેજો, અનસ્ક્રિક્રિપ્ટ શો અને સીરીયલાઈઝ્ડ સ્ક્રિપ્ટેડ નાટકો, રોમાંચક, હાસ્ય અને બીજી ઘણી શૈલી સામેલ કરવામાં આવી છે. Paul Feig’s Powderkeg, Complex, Sirens Media, અને Leftfield Pictures સહિત અમે ઉદ્યોગના કેટલાક આગામી અને શ્રેષ્ઠ સર્જકો સાથે ભાગીદારી કરી રહ્યા છીએ જેથી મોબાઇલ સ્ટોરીટેલિંગને સતત વ્યાખ્યાયીત કરી શકાય. આ ઉપરાંત, સંગીતકાર Pete Wentz (Fall Out Boy) નિર્માતા અને સંગીત સુપરવાઇઝર તરીકે સેવા આપશે, નવી સ્ક્રિપ્ટ શ્રેણીમાં “Everything's Fine” માં નવું સંગીત લાવશે.
Snap ની આજે રજૂ કરવામં આવેલી નવી સ્લેટ શામેલ છે:
  • Tekashi69 VS The World- (કોમ્પ્લેક્સ; સીઝન 1) - આ અપ-ટૂ-ધી મિનિટ દસ્તાવેજી શ્રેણી વિવાદાસ્પદ રેપર Tekashi 6ix9ine ના ઉદય અને પતનને દર્શાવે છે. શરુઆતના દિવસોમાં Brooklyn માં તેના મોટા થવાથી, લઈને તેની ચાર્ટ-ટોપિંગ કારકિર્દી અને સ્ટાર-સ્ટડેડ સહયોગ સુધી, FBI સાથે તેની મુશ્કેલીની શરુઆત અને આખરે કેદ. ડોક્યુસિરીઝ 2019નાં પાનખરમાં રજૂ થશે. Snap ની નવી ફ્રેન્ચાઇઝી “VS The World” ની પ્રત્યેક સીઝન, હિપ હોપ, રમતગમત અને મનોરંજન સંસ્કૃતિના કેટલાક સૌથી મોટા નામોના જીવન અને યાત્રાની શોધ કરશે.
  • Nikita Unfiltered - (Sirens Media) - આ અંગત અને વ્યક્તિગત દસ્તાવેજી શ્રેણીમાં ટ્રાંસજેન્ડર બ્યુટી મુગલ Nikita Dragun ને અનુસરે છે જેમાં તે પોતાની વ્યક્તિત્વની એક નબળી બાજુ દર્શાવે છે જે તેના લાખો ચાહકો હજી સુધી જોઇ શક્યા નથી, કારણ કે તે પહેલીવાર સ્ત્રી તરીકે ડેટ કરવાની શરૂઆત કરે છે. ડોક્યુસિરીઝ શિયાળા 2020 માં પ્રીમિયર થશે.
  • The Honeybeez - (Leftfield Pictures) - Alabama રાજ્યની પ્લસ સાઇજ ડાન્સ સ્ક્વોડ The Honeybeez, અહીં તે સાબિત કરવા માટે છે કે નૃત્ય દરેક માટે છે. આ યુવા, પ્રેરણાદાયક HBCU ડાન્સરોએ સૌથી મોટા મહાવિદ્યાલય સ્ટેજ પર તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવી છે નફરત કરનારાઓને તેમણે પોતાના પ્રેરણાસ્ત્રોત બનવા દીધા છે. ડોક્યુસિરીઝ શિયાળા 2020માં પ્રીમિયર કરે છે.
  • Driven-(Big Fish Entertainment, an MGM Company) - PTG365 ખાતે આ યુવા ઉદ્યોગસાહસિકોનું જૂથ તેમના રોલર ગ્રાહકોની માગણી અનુસાર કસ્ટમ કાર પહોંચાડે છે, બીજું કંઈ નહીં પણ ફક્ત ફોન અને ઘણીબધી ઉતાવળ સાથે. ટોચનો, અદ્યતન કાર ઉદ્યોગ ક્યારેય પહેલા જેવો સમાન નહીં હોય. ડોક્યુસિરીઝ શિયાળા 2020 માં પ્રીમિયર થશે.
  • Mind Yourself - (Barcroft Studios) - આ કાવ્યસંગ્રહ શ્રેણીમાં, પ્રત્યેક એપિસોડ માનસિક સ્વાસ્થ્યના મુદ્દાથી પીડાતા અથવા સ્વસ્થ થતા યુવાન વ્યક્તિનું પ્રામાણિક અને ઘનિષ્ઠ ચિત્રણ કરે છે. ડિપ્રેસન અને PTSD દ્વારા OCD અને બોડી ડિસ્મોર્ફિયા, શ્રેણી તેને એક માનવ ચહેરો આપે છે - અને આશા- ઘણા યુવાન લોકો આવી સમસ્યાનો કરતા હશે. અનસ્ક્રિપ્ટેડ શ્રેણીનું પ્રિમીયર શિયાળા 2020માં થશે.
  • Everything’s Fine- (Powderkeg) - Gemma એક કોલેજ જુનિયર છે જે સિંગત ઉદ્યોગમાં તોફાન મચાવી દેવા માટે મોટા પ્લાન ધરાવે છે, જ્યારે નવા નિદાન થયેલી માનસિક બિમારી બાયપોલારનો પણ સામનો કરી રહી છે. Everything’s Fine
    વધુ પડતી મેળવવાનો પ્રયત્ન કરતી વખતે માનસિક સ્વાસ્થની સ્થિતિ(ક્યારેક સારું, ક્યારેક ખરાબ) ને સંભાળવા માટે શું જરુરી છે તે અંગેના બિંદાસ્ત દ્રષ્ટિકોણ સાથે આ એક કોમેડી છે. સ્ક્રિપ્ટેડ શ્રેણીનું પ્રિમીયર વસંત 2020માં આવશે; કામચલાઉ શિર્ષક.
  • Players - (Loud Labs Media and One Push) - પ્રખ્યાત NBA પ્લેયર Oscar Brooks નો પુત્ર અને પોતે એક ઉભરતો સ્ટાર, Nash Brooks જ્યારે તેના પિતાને બીજી ટીમ ખરીદે છે ત્યારે તે Indiana થી LA સ્થળાંતર કરે છે. હવે નાના તળાવમાં મોટી માછલી નથી, તેણે ફેન્સી વેસ્ટ LAની ખાનગી શાળામાં પોતાનું મૂલ્ય સાબિત કરવું પડશે જ્યાં તેને બાસ્કેટબોલ ટીમમાં પ્રારંભિક સ્થાનની બાંયધરી પણ નથી. સ્ક્રિપ્ટ કરેલી શ્રેણીનું પ્રીમિયર 2019 પાનખરમાં.
  • Save Me- (Loud Labs Media and One Push) - જ્યારે તેની ઓનલાઈન ક્લાસમેટ અને ક્રશ ગુમ થઈ જાય છે, ત્યારે અલગ કરવામાં આવેલ હોવાથી ઘરે રહીને ભણતો જેસન તેને શોધી કાઢવા અને બચાવવા માટેની જવાબદારી પોતાના પર લે છે. પરંતુ જ્યારે તેની શોધ તેને ડિજિટલ ઉપકરણો પર માનવ જોડાણને પ્રોત્સાહન આપતા "જાગૃત સમુદાય" તરફ દોરી જાય છે, ત્યારે જેસનના ચારિત્ર્યની વાસ્તવિક જિંદગીમાં ચકાસણી કરવામાં આવે છે. સ્ક્રિપ્ટેડ શ્રેણીનું પ્રિમીયર શિયાળા 2020માં.
આ ઉપરાંત, અમે નીચેની મૂળ શ્રેણીઓનું નવીકરણ કરીશું: Bringing Up Bhabie Invent TV દ્વારા (ડોક્યુસિરીઝ)Two Sides ( સ્ક્રિપ્ટેડ ડ્રામા) New Form દ્વારા, Kappa Crypto (સ્ક્રિપ્ટેડ કોમેડી) Indigo Development and Entertainment Arts દ્વારા. હજી વધુ Snap ઓરિજિનલ્સ આખા વર્ષ દરમિયાન, કૅમેરાની જમણી બાજુએ, ડિસ્કવર પેજ પર ચાલુ રહેશે.
અમે વિશ્વસનીય મીડિયા કંપનીઓ અને વાર્તાકારોના પસંદગીના જૂથની પ્રીમિયમ સામગ્રીને Snapchat ના ઉપયોગકર્તાઓ ના માણવા માટે અમે જાન્યુઆરી 2015 માં ડિસ્કવર રજૂ કર્યું હતું. તેના સમુદાયની સર્જનાત્મકતા અને Snapchat કેમેરાની વિશિષ્ટ તાકાતથી સજ્જ, ડિસ્કવરે પ્રથમ સ્ટોરી ફોર્મેટ બનાવ્યું અને ટૂંક સમયમાં પ્રથમ ઉભા {color:#DE350B}વિડીયો{color} સામગ્રી સાથેના અભિગમને હવે બીજા પ્લેટફોર્મ દ્વારા અપનાવવામાં આવ્યું. આજે, ડિસ્કવરમાં મોબાઈલ મેગેઝિન (જેને પબ્લિશર સ્ટોરીઝ કહેવામાં આવે છે), અવર સ્ટોરીઝ (સમાચારોનું કવરેજ, જાહેરમાં સબમિટ કરેલા સ્નેપ્સથી સંપાદિત કરેલા વલણો) અને વિશ્વભરના સેંકડો સર્જનાત્મક ભાગીદારોના શો છે.
Snap એ તેનો પ્રથમ ઓરિજનલ શો Good Luck America, જાન્યુઆરી 2016 માં અનાવરણ કર્યો અને ઓક્ટોબર 2018માં તેની સીરિયલાઇઝ્ડ Snap ઓરિજિનલ્સની પ્રથમ સ્લેટ.
પાછલા વર્ષ દરમિયાન, શો જોવા માટે ખર્ચ કરવામાં આવેલો સમય ત્રણ ગણા કરતા પણ વધી ગયો છે અને Snapchat ના ઉપયોગકર્તાઓ દ્વારા જોવામાં આવેલા ડિસ્કવરનો સમય 60 ટકાથી વધુ વધ્યો છે, જ્યારે દૈનિક દર્શકોની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે. યુ.એસ. માં, Snapchat તમામ 13-24 વર્ષની વયના 90 ટકા અને બધા 13-34 વર્ષની વયના 75 ટકા સુધી પહોંચે છે. Snap ઓરિજિનલ્સ વિશે વધુ માટે, આની મુલાકાત લો: https://snaporiginals.snapchat.com/
Back To News