Our Agreement with the FTC

When we started building Snapchat, we were focused on developing a unique, fast, and fun way to communicate with photos. We learned a lot during those early days. One of the ways we learned was by making mistakes, acknowledging them, and fixing them. One of those was being more precise with how we communicated with the Snapchat community. This morning we entered into a consent decree with the FTC that addresses concerns raised by the commission.
જ્યારે અમે Snapchat બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમે ફોટાઓ સાથે વાતચીત કરવાની એક અનન્ય, ઝડપી અને મનોરંજક રીત વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે શરૂઆતના દિવસોમાં આપણે ઘણું શીખ્યા. અમે જે શીખ્યા તેમાંથી એક રસ્તો એ હતો જેમાં અમે ભૂલો કરતા તેને તેને જાણતા અને પછી તેને સુધારતા શીખ્યા.
જ્યારે અમે બનાવી રહ્યા હતા ત્યારે કેટલીક વસ્તુઓ પર ધ્યાન નથી ગયું જેના પર જવું જોઈતું હતું. તે પૈકી એક એટલે એ બાબતે ચોક્કસ હોવું કે Snapchat કોમ્યુનિટી કઈ રીતે એકબીજા સાથે વાતચીત કરશે. આજે સવારે અમે એફટીસી સાથે સહમતિથી હુકમનામું દાખલ કર્યું છે જે કમિશન દ્વારા ઉભી થયેલી ચિંતાઓને ધ્યાનમાં લે છે. આજના સહમતિ હુકમનામાની જાહેરાત થાય તે પહેલાં જ અમે અમારી ગોપનીયતા નીતિ, એપ્લિકેશનનું ડિસ્ક્રિપ્શન અને ઇન-એપ્લિકેશન જસ્ટ-ઇન-ટાઇમ નોટિફિકેશનના શબ્દોમાં સુધારો કરીને ગયા વર્ષે મોટાભાગની ચિંતાઓનું સમાધાન કર્યું હતું. અને અમે હજુ પણ આગળ સુરક્ષા તેમજ દુર્વ્યવહાર રોકવા માટે પગલા ભરતા રહીશું.
અમે વપરાશકર્તાઓની ગોપનીયતાને પ્રોત્સાહન આપવા અને Snapchattersને તેઓ કેવી રીતે અને કોની સાથે વાતચીત કરે છે તેના પર નિયંત્રણ આપવા માટે સમર્પિત છીએ. આ એ વસ્તુ છે જે અમે હંમેશા ખૂબ જ ગંભીરતાથી લીધી અને આગળ પણ લઈશું.
Back To News