SPS 2021: Partnering to Restore the Wild

At Snap we’re always thinking about new ways that we can use our platform to make a positive impact in the world, and we’re determined to operate our business within Earth’s planetary boundaries.

Today we’re announcing a new partnership with Re:wild to support restoration efforts in areas that have been devastated by California’s wildfires and help revitalize the region’s biodiversity.
વિશ્વ પર સકારાત્મક અસર ઊભી કરવા માટે અમે પ્લૅટફૉર્મનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, તે માટે અમે સતત વિચારશીલ રહીએ છીએ અને અમે અમારા બિઝનેસને ધરતીની હરિયાળી સીમામાં જ ચલાવવા માટે કટિબદ્ધ છીએ.
આજે અમે Re:wild સાથે નવી ભાગીદારીની જાહેરાત કરીએ છીએ અને કૅલિફૉર્નિયાના દાવાનળમાં રાખ થઈ ગયેલા વિસ્તારને ફરી હરિયાળો કરવા માટે સર્થન આપીશું અને આ વિસ્તારના જૈવવૈવિધ્યયયને નવપલ્લવિત કરવામાં મદદ કરીશું.
ટુગેધર વીથ Re:wild, ધ નેશનલ પાર્ક સર્વિસ અને ધ સાન્ટા મોનિકા માઉન્ટેન ફંડ સાથે મળીને અમે ત 2018ની વુલસે અને 2013ના વસંતના દાવાનળથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં ત્યાંની મૂળ પ્રજાતિના 10 હજાર વૃક્ષ તથા એક લાખ છોડના વાવેતર માટે રોકાણ કરીશું.
આ વખતે શિશિર ઋતુ દરમિયાન અમે ઇન-ઍપ જાગૃતિ અભિયાન દ્વારા અમારા પ્રયાસોને વિસ્તારીશું, જેમાં અમારા ડિસ્કવર પ્લૅટફૉર્મ તથા AR ઍક્સ્પીરિયન્સમાં ઑરિજિનલ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવીશું, જે તમેન પર્યાવરણ વિશે વધુ જાણવા માં મદદ કરશે અને તેના પુનઃસ્થાપનમાં તમે કેવી રીતે મદદ કરી શકો, તેના વિશે માહિતગાર કરશે.
વધુ સાતત્યપૂર્ણ ભવિષ્ય માટે અમે અમારી ભૂમિકા બરાબર રીતે પ્રયાસ કરી રહ્યાં છીએ તેને સુનિશ્ચિત કરવા માટે અમે આ ભાગીદારી કરી છે. અમારા તાજેતરમાં રજૂ થયેલા સિટિઝનસ્નૅપ રિપોર્ટમાં, જળવાયુ પરિવર્તન સંબંધે અમારી નીતિ વિશે અમે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે, જેમાં ભૂતકાળ તથા ભવિષ્યના ઉત્સર્જન માટે કાર્બન ન્યૂટ્રલ બનવું, વૈજ્ઞાનિક રીતે નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંક મુજબ ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન ઘટાડવું, અને વિશ્વભરમાં સ્નૅપના એકમો માટેની પૂરેપૂરી જરૂરિયાત પુનઃપ્રાપ્ય ઊર્જા દ્વારા સંતોષવાનો સમાવેશ થાય છે.
પર્યાવરણ પ્રત્યે અમારી જવાબદારીનું પાલન કરવુંએ અમારા સમુદાયને સમર્થન અને આપણે જે ગ્રહ પર રહીએ છીએ તેના પ્રત્યે કાળજી દર્શાવવાની અમારી રીત છે. અમને ખ્યાલ છે કે પર્યાવરણનું સંરક્ષણ એ તમારા માટે મહત્ત્વપૂર્ણ પ્રાથમિક્તા છે, એટલે જ અમે આ આ પ્રયાસો માટે ઉત્સાહિત છીએ.
અમારા આશ્ચર્યજનક પાર્ટનર્સને સન્માનિત કરવા માટે યોજાતા વાર્ષિક કાર્યક્રમ સ્નૅપ પાર્ટનર સમિટમાં આ વર્ષે અમે વર્ચ્યૂઅલ માહોલમાં ઉજવાયેલાએ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઑગ્મેન્ટિડ રિયાલિટી દ્વારા, દક્ષિણ કૅલિફૉર્નિયાના રાષ્ટ્રીય જંગલ તથા રાજ્યના પાર્કથી પ્રભાવિત થઈને 3D દૃશ્યનું નિર્માણ કર્યું હતું, જે ધરતી પરના જૈવવૈવિધ્યમાં આ વિસ્તાર કેટલું વૈવિધ્ય પ્રદાન કરે છે, તેનું સન્માન હતું. Re:wild સાથે મળીને, અમે 360 વર્લ્ડ લેન્સનું સર્જન કર્યું છે, જેમાં દૃશ્ય અને અવાજ પણ છે. આ રીતે અમે સ્નૅપચેટર્સ જ્યાં છે, ત્યાંના જંગલોને ખેડવા માટે પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. નીચેના સ્નૅપકોડ દ્વારા તમે જાતે જ તેની ઉપર નજર કરો. તમારી સાથે મળીને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે અમે ઉત્સુક છીએ.
Back To News