Releasing Our Second CitizenSnap Report

Today we’re releasing our second annual CitizenSnap Report. The report outlines our Environmental, Social and Governance (ESG) efforts, which focus on running our business in a responsible way for our team, our Snapchat community, our partners and the broader world we are part of.
સંપાદકની નોંધ: સ્નૅપ ના સીઈઓ ઇવાન સ્પિગલે તા. 17મી મેએ સ્નૅપ ટીમના તમામ સભ્યોને નીચેનો મેમો મોકલ્યો હતો.
ટીમ,
આજે અમે અમારો દ્વિતિય વાર્ષિક સિટિઝનસ્નૅપ રિપોર્ટ રજૂ કરી રહ્યાં છીએ. પર્યાવરણ, સામાજિક તથા સંચાલકીય બાબતો (ઈ.એસ.જી.) માટે અમે શું પ્રયાસ કર્યાાં છે તેની રૂપરેખા આ રિપોર્ટમાં રજૂ કરવામાં આવી છે, અમારી ટીમ, અમારા સ્નૅપચેટ સમુદાય, અમારા પાર્ટર્નર્સ તથા બૃહદ રીતે અમે જે વિશ્વના ભાગરૂપ છીએ, તેના પ્રત્યે જવાબદાર રહીને બિઝનેસ ચલાવવા ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.
સ્નૅપચેટ માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. અમે માનીએ છીએ કે સ્વસ્થ અને સલામત સમાજનું નિર્માણ કરવું એ દરેક કારોબારીઓ માટે ખૂબ જ જરૂરી છે, અને અમે જાણીએ છીએ કે દરરોજ અમારી સેવાઓનો ઉપરોય કરતાં લાખો કરોડો સ્નૅપચેટર્સ પણ આ બાબતે ચિંતા અનુભવે છે.
અમારા સિટિઝન રિપોર્ટમાં અમે વર્ષ 2020 દરમિયાન અમારા સમુદાયો તથા અમારા પાર્ટનર્સને સહાય આપવા શું પ્રયાસ કર્યાં, તેનું સર્વાંગી ચિત્ર રજૂ કરે છે, વૈશ્વિક મહામારીના સમયમાં સ્નૅપચેટર્સને માહિતી આપવા તથા શિક્ષિત કરવા માટે કરેલા પ્રયાસો, વૉટિંગ દ્વારા તેમનો અવાજ સંભળાય તથા વૈવિધ્યસર અવાજ અને કહાણીઓને રજૂ કરી છે. આ દરમિયાન અમે અમારા પ્લૅટફૉર્મ તથા પ્રોડક્ટ્સમાં પ્રાઇવસી, સેફ્ટી તથા નીતિમતા પ્રત્યે અમારા નિર્ધારને વધુ સુદ્રઢ કર્યો છે અને વધુ વૈવિધ્યપૂર્ણ, સર્વસમાવેશક તથા રંગભેગવિરોધી કંપની બનવા માટે પ્રયાસ ચાલુ રાખીશું.
આ રિપોર્ટમાં અમે ત્રણ તબક્કાની મહત્ત્વકાંક્ષી જળવાયુ પરિવર્તન નીતિન પણ પહેલી વખત રજૂ કરીએ છીએ, જે ગતિ અને પ્રમાણ મુજબ અમારે પગલાં લેવાના છે, તે સ્પષ્ટ કર્યું છે. અમને એ જણાવતા ગર્વ થાય છે કે હવે આપણી કંપની હવે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને માટે કાર્બન ન્યૂટ્રલ બની ગઈ છે. અમે ઉત્સર્જન ઘટાડવા માટેના વૈજ્ઞાનિક લક્ષ્યાંક નક્કી કર્યાં છે તથા આ દિશામાં વૈશ્વિકસ્તરે કામ કરતાં સંગઠન પાસેથી તેને માન્ય કરાવ્યા છે, આપણા ક્ષેત્રમાં કાર્યરત બહુ થોડી કંપનીઓએ આ મ કર્યું છે. આપણે વિશ્વનભરના એકમો માટે 100% પુનઃપ્રાપ્ય સ્રોતો દ્વારા જ મેળવાયેલી વીજળીનો જ વપરાશ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પ્રતિબદ્ધતાઓ શરૂઆત માત્ર છે. શ્રેષ્ઠ નીતિ-રીતિ માટે આપણે આપણાં જળવાયુ પરિવર્તનને લગતાં કાર્યક્રમોમાં સુધાર કરતાં રહીશું અને આ દિશામાં કામ કરતાં આવતાં વર્ષ સુધીમાં નેટ ઝીરો બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
આ રિપોર્ટની પૂરવણી તરીકે, અમે નવી આચારસંહિતા પણ રજૂ કરીએ છીએ, [લિંક ઍડ કરો]. નવી આચારસંહિતા આપણી ટીમના સભ્યોને નૈતિક રીતે નિર્ણય લેવા માટેનું માળખું પૂરું પાડશે, આંતરરાષ્ટ્રીય વેપારમાં તમામપક્ષકારોને લાભકારક હોય તે રીતે ખરો નિર્ણય લેવામાં મદદ મળે તે રીતે તેને તૈયાર કરવામાં આવી છે. આ માળખું કંપનીના ઉતારતાના સિદ્ધાંતની ઉપર આધારિત છે. ઉદારતા સાથે વેપાર કરવો તેનો મતલબ છે કે આપણામાં સાચું બોલવાની તથા સાંભળવાની શક્તિ હોવી જોઈએ, આપણા કામોને કારણે શું અસર થશે તે સમજવા માટેની સહાનુભૂતિ હોવી જોઈએ, અને આપણા હિતસંબંધીઓમાં વિશ્વાસ પેદા કરે તેવા પગલાં લેવા જોઈએ. આ સંહિતાને કારણે આપણે ગેરઆચરણને તો અટકાવી શકીશું જ, પરંતુ આપણાં હિતસંબંધીઓનું પણ હિત સધાઈ તે પ્રકારના રસ્તા શોધવામાં મદદ મળશે, જે પણ જવાબદારીપૂર્વક વ્યવસાય ચલાવવાના ભાગરૂપ છે.
ગત વર્ષે, અમે લખ્યું હતું કે અમારો સિટિઝનસ્નૅપ રિપોર્ટ "કાચો મુસદ્દો" છે, જે શીખવાની, આગળ વધવાની ઇચ્છાનું પ્રતિબિંબ છે, અને અમે એ વાતને દોહરાવીએ છીએ. તે હજુ પણ સત્ય છે, અને હંંમેશા રહેશે. અમારા શરૂઆતના દિવસોથી જ, કેવી રીતે પ્લૅટફૉર્મ ઊભું કરવું અને કારોબાર ચલાવવો તેના વિશે અમે અલગ રીતે જ નિર્ણયો લીધા છે. અમે લાંબાગાળાનું વિચારતા હતા અને અત્યારે પણ તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત છે. આપણે ભવિષ્યની ઉપર નજર કરીએ છીએ ત્યારે, આપણે શું હાંસલ કર્યું છે અને ક્યાં ઊણાં ઉતર્યાં છીએ, તેના વિશે પારદર્શક રહીશું. આપણે જે સમુદાયોને સેવા આપીએ છીએ, તેમનો વિશ્વાસ જીતવાના ધ્યેયને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લઇશું.
આ સિટિઝનસ્નૅપ રિપોર્ટએ પડકારજનક વર્ષ દરમિયાન કંપનીની અલગ-અલગ ટીમોએ કરેલી સખત મહેનત અને જુસ્સાનું પ્રતિબિંબ ઝીલે છે. આપણે જે પ્રગતિ સાધી છે, તેના માટે હું આપ સર્વેનો ખૂબ જ આભારી છું -- અને આગામી સમયમાં જે કામો કરવાના છે તેના માટે ઊર્જા અનુભવું છું.
ઇવાન