Safety First

As communities continue preparing for and responding to the public health crisis posed by COVID-19, we wanted to share an update on our efforts to prioritize the health and safety of our Snapchat community, our partners, our team, and the world we all share together.
સમુદાય તરીકે કોવિડ-19 દ્વારા ઉપસ્થિત જાહેર આરોગ્ય પર સંક્રમણ અને તેને પ્રતિસાદ આપવા માટેની સતત તૈયારી માટે, અમે અમારા Snapchat સમુદાયના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાધાન્ય આપવાના અમારા પ્રયત્નો વિશે અમે, અમારા ભાગીદારો, અમારી ટીમ અને વિશ્વમાં જે આપણે શેર કરીએ છીએ ત્યાં એક અપડેટ શેર કરવા માગીએ છીએ.
અમારી વૈશ્વિક ટીમ શારીરિક અંતરની પ્રેક્ટિસ કરી રહી છે અને વાયરસના ફેલાવાને ધીમો કરવામાં મદદ કરવા માટેના મોટા સ્વાસ્થ્ય પ્રયત્નોમાં જોડાવા માટે અમને ફાળો આપી રહી છે. અમે બધા મળીને આ અભૂતપૂર્વ પડકાર સામે માર્ગદર્શન આપી રહ્યા છીએ કારણ કે અમે બધા મળીને આ સમુદાય અને અમારા ભાગીદારોને ટેકો આપવા માટે કામ કરી રહ્યા છીએ.
Snapchat નજીકના મિત્રો અને કુટુંબીઓ જૂદા હોવા છતાં પણ તેઓને સાથે રાખે છે — અને આ સમય દરમિયાન લોકોને સંપર્કમાં રાખવાની મદદ કરવાની તક માટે અમે આભારી છીએ. અમારી સેવામાં અમે વિસ્તૃત સામેલગીરી જોઇ છે અને અમે દરેક વસ્તુને સરળતાથી ચાલુ રાખવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ.
અમે એવું માનીએ છીએ કે Snapchat ના ઉપયોગકર્તાઓ વાઈરસને ફેલાતો અટકાવવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. અમારો સમુદાય શારીરિક અંતર રાખીને ટેકનોલોજીની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરીને મદદ કરી શકે છે—જ્યારે તે પ્રિયજનો સાથે વાતચીત કરવાની હોય કે, મિત્રો સાથે ગેમ રમવાની હોય, અથવા માહિતીગાર રહેવાનું હોય.
મદદ કરવા માટે અમારા દ્વારા કરવામાં આવતી કેટલીક બાબતો વિશે ઝડપથી અપડેટ અહીં છે:
  • અમે સ્નેપચેટર્સને તેમના મિત્રો અને કુટુંબના સભ્યો સાથે નિષ્ણાંત દ્વારા માન્ય સારી આદતો શેર કરવામાં મદદ કરવા માટે સર્જનાત્મક સાધનો શરૂ કર્યા છે, જેમાં સલામત કેવી રીતે રહેવું તે અંગેના અમારા સમુદાયને સલાહ આપતા વિશ્વવ્યાપી ફિલ્ટરનો સમાવેશ થાય છે. વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વધુ માહિતી માટે તેમની વેબસાઇટની લિંક્સ પરથી આ માહિતી મેળવવામાં આવી છે.
  • WHO અને રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો સાથે અમે નજીકથી કામ કરી રહ્યા છીએ જેથી Snapchat ના ઉપયોગકર્તાઓ પાસે નિષ્ણાતોની અદ્યતન માહિતી ઉપબલ્ધ બને તેની ખાતરી કરી શકાય. WHO અને CDC તેમના ઓફિશિયલ એકાઉન્ટ્સમાંથી Snapchat ના ઉપયોગકર્તાઓ માટે નિયમિત અપડેટ્સ પ્રકાશિત કરે છે અને અમારા સમુદાયના પ્રશ્નોના જવાબ આપવા માટે કસ્ટમ સામગ્રી વિકસાવવા માટે WHO સાથે અમે કામ કર્યું છે.
  • લોકો જે અસ્વસ્થતા અને તાણનો અનુભવ કરી રહ્યાં છે તેના પ્રકાશમાં, અમે એક નવી સુવિધા, Here For You, નો ઝડપી પ્રારંભ કરી રહ્યા છીએ, જ્યારે Snapchat ના ઉપયોગકર્તાઓ માનસિક સ્વાસ્થ્ય, અસ્વસ્થતા, હતાશા, તાણ, આત્મહત્યાના. વિચારો, દુ:ખી અને દાદાગીરી જેવા કેટલાક વિષયોની શોધ કરે ત્યારે સ્થાનિક નિષ્ણાંત ભાગીદારોના સંસાધનો બતાવે છે. ખાસ કરીને કોરોનાવાયરસને પ્રતિસાદ આપવા માટે, અમે એક નવો વિભાગ પણ ઉમેર્યો જે WHO, CDC, Ad Council, અને Crisis Text Line દ્વારા તૈયાર કરવામાં આવતી કોવિડ-19 સંબંધિત અસ્વસ્થતા પરની સામગ્રી બતાવે છે.
  • અમે વિશ્વસનીય સામગ્રી પ્રદાન કરીએ છીએ. અમારું સામગ્રી પ્લેટફોર્મ, ડિસ્કવર, સક્ષમ છે અને વિશ્વના કેટલાક વિશ્વસનીય સમાચાર સંગઠનો સહિત કેટલાક પસંદગીના ભાગીદારોના સમૂહ સાથે મળીને અમે કામ કરીએ છીએ. અમારી માર્ગદર્શિકા Snapchat ના ઉપયોગકર્તાઓ અને અમારા ભાગીદારોને એવી સામગ્રી શેર કરવાથી પ્રતિબંધિત કરે છે જે નુકસાન પહોંચાડે તેવી ખોટી માહિતીને છેતરામણી અથવા ઇરાદાપૂર્વક ફેલાવે છે, અને અમે એક ખુલ્લું સમાચાર ફીડ આપતા નથી જ્યાં અપ્રિશિક્ષિત પ્રકાશકો અથવા વ્યક્તિઓને ખોટી માહિતી ફેલાવાની તક મળે.
  • આમાં ત્રણ ડઝનથી વધુ સાથીદારો NBC ન્યૂઝ’ સહિતના “StayTuned”, The Washington Post, SkyNews, The Telegraph, Le Monde, VG, Brut India, અને Sabq કોવિડ-19 પર સતત કવરેજ તૈયાર કરે છે.
  • અમારી પોતાની ન્યૂઝ ટીમ પણ નિયમિત ધોરણે કવરેજ તૈયાર કરે છે અને તબીબી નિષ્ણાતો સાથે પ્રશ્ન અને જવાબો સહિત કોવિડ-19 વિશે ટીપ્સ અને માહિતી સાથે શોધને સતત અપડેટ કરતી રહે છે.
આ તો હજી શરૂઆત છે. આપણા સમુદાયને સમર્થન કરવા માટેવધુ ઉપાયો શોધવા માટે અમે બધા મળીને કામ કરીએ છીએ. અમે તમારા બધા માટે વિચારીએ છીએ, અને આ કપરા સમયમાં ઘણો બધો પ્રેમ મોકલીએ છીએ.
Back To News