27 ફેબ્રુઆરી, 2023
27 ફેબ્રુઆરી, 2023

My AI ને હાય કહો

આજે અમે My AI લોન્ચ કરી રહ્યા છીએ, OpenAI ની GPT ટેક્નોલોજીના નવીનતમ સંસ્કરણને ચલાવતું નવું ચેટબોટ જે અમે Snapchat માટે કસ્ટમાઇઝ કર્યુ છે. My AI એ Snapchat+ સબ્સ્ક્રાઇબર્સ માટે પ્રાયોગિક સુવિધા તરીકે ઉપલબ્ધ છે, જે આ સપ્તાહે શરૂ થશે.

My AI તમારા કાયમી જિગરી મિત્રો માટે જન્મદિવસની ગિફ્ટના વિચારોની ભલામણ કરી શકે છે, લાંબા સપ્તાહના અંતે હાઇકિંગ ટ્રિપની યોજના બનાવી શકે છે, રાત્રિભોજન માટે રેસીપી સૂચવી શકે છે અથવા તમારા ચેડર-ઓબ્સેસ્ડ પાલ માટે ચીઝ વિશે હાઇકુ પણ લખી શકે છે. My AI ને એક નામ આપીને અને તમારી ચૅટ માટે વૉલપેપરને કસ્ટમાઇઝ કરીને તમારું પોતાનું બનાવો.

બધા AI-સંચાલિત ચેટબોટ્સની જેમ, My AI ભ્રમણા માટે જોખમી છે અને તેને કંઈપણ કહેવા માટે છેતરવામાં આવી શકે છે. કૃપા કરીને તેની ઘણી ખામીઓથી વાકેફ રહો અને તે માટે અમે અગાઉથી દિલગીર છીએ! My AI સાથેની તમામ વાતચીતો સંગ્રહિત કરવામાં આવશે અને પ્રોડક્ટ અનુભવને બહેતર બનાવવા માટે તેની સમીક્ષા કરવામાં આવી શકે છે. કૃપા કરીને My AI સાથે કોઈપણ રહસ્યો શેર કરશો નહીં અને સલાહ માટે તેના પર આધાર રાખશો નહીં.

જ્યારે My AI એ પક્ષપાતી, ખોટી, હાનિકારક અથવા ભ્રામક માહિતીને ટાળવા માટે રચાયેલ છે, ત્યારે ભૂલો થઈ શકે છે. પ્રતિક્રિયા જાહેર કરવા માટે કૃપા કરીને My AI ના કોઈપણ સંદેશને દબાવીને પકડી રાખો. અમે My AI સાથેના તમારા અનુભવ વિશે સાંભળવા માટે આતુર છીએ.

હેપ્પી સ્નેપિંગ!

ટીમ {color:#de350b}*સ્નેપચેટ*{color}