Snap Wraps on its Global AR Creator Celebration, Lens Fest

Lens Fest began as a close gathering of passionate Lens Creators in 2018, and expanded to a larger group of more than 100 Lens Creators in 2019. This year, we opened the festival to everyone through a virtual event in order to include AR creators and developers from around the world!
લેન્સ ફેસ્ટની શરૂઆત 2018માં નજીકના ઉત્સાહી લેન્સ સર્જકોના મેળાવડા તરીકે થઈ હતી, અને 2019માં 100થી વધુ લેન્સ સર્જકોના મોટા જૂથમાં વિસ્તૃત થઈ. આ વર્ષે, અમે વિશ્વભરના AR સર્જકોને શામેલ કરવા માટે, વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા દરેક માટે તહેવારની શરૂઆત કરી!
પરંતુ કલાકારો અને વિકાસકર્તાઓનો આ સમુદાય કોણ છે કે જેમણે આજે તમે Snapchat પર જોઈ રહ્યા છો તેમાના ઘણા બધા AR અનુભવો બનાવેલા છે?
Snapchat પર હજારોની સંખ્યામાં લેન્સ સર્જકો છે જે લેન્સ સ્ટુડિઓ નો ઉપયોગ લેન્સનું સર્જન અને પ્રકાશિત કરવા માટે કરે છે. લેન્સ સર્જક સમુદાય વિશ્વભરમાં ફેલાયેલો છે - લગભગ 200 દેશો અને પ્રદેશોમાં સર્જકો દ્વારા લેન્સ રજૂ કરવામાં આવ્યા છે. *
લેન્સ સર્જકોએ 1.5 મિલિયનથી વધુ લેન્સીસ બનાવ્યા છે, અને હવે સમુદાય દ્વારા બનાવેલા લેન્સીસ 1 ટ્રિલિયન કરતા વધુ સ્નેપચેર્ટસ દ્વારા જોવામાં આવે છે! **
લેન્સ ફેસ્ટ પર, અમે લેન્સ સ્ટુડિયો 3.3 રજૂ કર્યો છે, સર્જકોના મજબૂત નવા સાધનો અને લક્ષણો જે તેમને તેમનો સમય બચાવવામાં સહાય કરે છે. અમે AR સર્જકો અને વિકાસકર્તાને અમારું સમર્થન વધારવા માટે 3.5 મિલિયન ડોલરના રોકાણની પણ જાહેરાત કરી હતી, જેઓ લેન્સ સ્ટુડિયોની સૌથી આધુનિક ક્ષમતાઓ દ્વારા ARમાં જે શક્ય છે તેને આગળ વધારી રહ્યા છે.  અમારી પાસે સર્જક ભંડોળની તકો વિશે 2021ની શરૂઆતમાં વધારે વિગતો હશે.
હજારો લેન્સ સર્જકો લેન્સ ફેસ્ટ માં જોડાયા અને તલ્લીન, આભાસી, વર્ચ્યુઅલ ઘટનાની જગ્યા શોધી, જેમાં સમાવેશ થાય છેઃ
  • પ્રોગ્રામિંગના 3 દિવસો
  • 9 મુખ્ય સત્રો
  • 6 લેન્સ સ્ટુડિયોનું પ્રદર્શન
  • 12 સર્જકોના લક્ષણો
  • 3 ભાગીદારોના લક્ષણો
  • 3 Spactacles ફિલ્મ સ્ક્રિનીંગ
  • ઇન્ટરેક્ટિવ ગેલેરીમાં 50થી વધુ લેન્સ સર્જકો
  • અને વધુ!
લેન્સ સ્ટુડિયો Youtube ચેનલ .પર આ સત્રો,નિદર્શનો અને લક્ષણો જુઓ
* Snap Inc. આંતરિક આંકડા જાન્યુઆરી 1 2018- ઑક્ટોબર 28, 2020
** Snap Inc. આંતરિક આંકડા ડિસેમ્બર 2017 - ઑક્ટોબર 2020 
Back To News