Say Hello to the Snapchat Camera on the Lock Screen of Google's Pixel 6 and Pixel 6 Pro

For the first time ever, we’re making the Snapchat Camera accessible directly from a phone lock screen. With Quick Tap to Snap, you can capture moments quickly before they disappear.
અમે હંમેશા અમારા કૅમેરામાં નવીનતા લાવવાની રીતોને શોધી અને જેમ જેમ રોજબરોજ ક્ષણો બનતી હોય તેમાં અમારી Snap કમ્યૂનિટીને મદદ કરીએ છીએ. તેથી અમે Google ના Pixel 6 અને Pixel 6 Pro માટે 'Snap માટે ઝડપી ટૅપ કરો' ની જાહેરાત કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહીત છીએ.
સૌથી પહેલી વખત, અમે ફોનની લોક સ્ક્રીન પરથી સીધા Snapchat કૅમેરાનો વપરાશ સુલભ કરી રહ્યાં છીએ. Snap માટે ઝડપી ટૅપ કરોની સાથે, તમે ક્ષણો અદ્રશ્ય થઈ જાય તે પહેલા તેને કેદ કરી શકો છો. 
તે કેવી રીતે કાર્યરત છે તે અહીં જાણો: તમારા ફોનની પાછળ ટૅપ કરવાથી, તમે સ્નેપ બનાવી શકો છો અને તમારા ફોનના લોકને ખોલ્યા વગર, લોક સ્ક્રીન ઉપરથી જ સીધા લેન્સ સાથે રમત કરી શકો છો. એક વાર Snap શેર કરવા માટે તૈયાર હોય તો, સંપૂર્ણપણે ઍપનો અનુભવ લેવા, તમારા ફોનની લોક સ્ક્રીન પર લોગ ઇન કરો. 
પરંતુ રાહ જુઓ, તે ઉપરાંત તેમાં: અમે Google સાથે મળીને વધારાના વિશિષ્ટ વાસ્તવિક લેન્સ લોન્ચ કરવાના છીએ, તેમજ Pixel 6 અને 6 Proમાં સ્નેપચેટના કૅમેરા અને ચેટ સાથે Google ની કેટલીક Pixel સુવિધાઓ જેવા કે અલ્ટ્રા વાઈડ એંગલ અને લાઈવ ટ્રાન્સલેશનને ઉત્તેજન આપવાના છીએ. તમે વિસ્તૃત કોણનો સ્નેપ લઈ શકો છો અને તમારા મિત્રો સાથે 10 કરતાં વધારે ભાષાઓમાં પણ વાત કરી શકો છો, અને વાતચીતનું એ જ સમયે ભાષાંતર કરી શકો છો. 
Snap માટે ઝડપી ટેપ કરો સહિત આ સુવિધાને આવનાર મહિનાઓમાં ચાલુ કરવામાં આવશે. દુનિયાભરના સ્નેપચેટર્સને માટે વધુ અનુભવો લાવવા અમે અમારા મોબાઈલ પાર્ટનર્સ સાથે કામ કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહીત છીએ!