
SPS 2022: Meet Pixy
We’re introducing Pixy, your friendly flying camera. It’s a pocket-sized, free-flying sidekick that’s a fit for adventures big and small.
અમે સૌપ્રથમ સ્વ-અભિવ્યક્તિ અને સંચાર માટે કૅમેરાનો ઉપયોગ કરવાની નવી રીત તરીકે Snapchat બનાવ્યું હતું. Lenses થી લઈને Spectacles સુધી, તમારા દ્રષ્ટિકોણને શેર કરવાની ઘણી બધી રીતો છે. આજે, આપણે Snap કૅમેરાની શક્તિ અને જાદુને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યાં છીએ.
અમે Pixy , તમારા મૈત્રીપૂર્ણ કૅમેેરા રજૂ કરી રહ્યાં છીએ. તે ખિસ્સાની સાઇઝનો, ફ્રી-ફ્લાઈંગ સાઇડકિક છે જે મોટા અને નાના સાહસો માટે યોગ્ય છે.
ક્ષણને નવા દ્રષ્ટિકોણથી કેપ્ચર કરવા માટે તમારે જે જોઈએ છે તે બધું તમારા હાથની હથેળીમાં છે. એક બટનના સરળ ટેપથી, Pixy ચાર પ્રીસેટ ફ્લાઇટ પાથમાં ઉડે છે. તે કોઈ નિયંત્રક અથવા કોઈપણ સેટ-અપ વિના, તમે જ્યાં પણ દોરી જાઓ ત્યાં તરી શકે છે, પરીભ્રમણ કરી શકે છે અને અનુસરી શકે છે. અને, Pixy તમારા હાથમાં તેનું ઘર જુએ છે, ફ્લાઇટના અંતે નરમાશથી ઉતરે છે.
Pixy એ Snapchat નો એક સાથી છે. ફ્લાઈટ્સમાંનાં વિડિયો વાયરલેસ રીતે ટ્રાન્સફર થાય છે અને Snapchat યાદોમાં સાચવવામાં આવે છે. ત્યાંથી, તમે જે કેપ્ચર કરો છો તેને કસ્ટમાઇઝ કરવા માટે Snapchat એડિટિંગ ટૂલ્સ, લેન્સ અને સાઉન્ડનો ઉપયોગ કરો. થોડા ટેપ વડે, તમે પોટ્રેટમાં આપમેળે ક્રોપ કરી શકો છો અને હાઇપરસ્પીડ, બાઉન્સ, ઓર્બિટ 3D અને જમ્પ કટ જેવા ઝડપી સ્માર્ટ એડિટ્સ લાગુ કરી શકો છો. પછી, ચૅટ, સ્ટોરી, સ્પૉટલાઇટ અથવા અન્ય પ્લેટફોર્મ પર શેર કરો.
Pixy આજે $229.99 માં જ્યાં સુધી પુરવઠો રહે ત્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ અને ફ્રાન્સમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. તમારું Pixy ઉડાન ભરે તે પહેલાં, તમે આગળ વધો તે પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે! યુ.એસ. અને ફ્રાન્સ માટેના કેટલાક સ્થાનિક કાયદા અને નિયમો તપાસો.
વધુ જાણવા માટે Pixy.com અથવા Snapchat પર જાઓ. તમારી આગલી ફ્લાઇટમાં તમે શું બનાવો છો તે જોવા માટે અમે રાહ જોઈ શકતા નથી!