We Stand Together

Snap CEO Evan Spiegel sent the following memo to all Snap team members on Sunday, May 31. In it he condemns racism while advocating for creating more opportunity, and for living the American values of freedom, equality and justice for all.
મારા જીવનમાં પછીથી,મને સાઉથ આફ્રીકામાં કામ કરવાનો અને ભણવાનો તક મળ્યો,જ્યાં મને મારા હીરો - Bishop Tutu ને મળવાનો ખાસ મોકો મળ્યો હતો. મેં રંગભેદનો વિનાશ અને વંશવાદનો વારસો જોયો હતો,પરંતુ પ્રગતિ અને સમાધાનની દિશામાં અથાગ પ્રયાસો પણ જોયા હતા. સ્ટેનફોર્ડમાં, હું મારા સિનિયર વર્ષ ઉજામામાં રહેતો હતો, કેમ્પસનો એક છાત્રાવાસ જે અશ્વેત સમુદાયને સમર્પિત છે (અને જેમાં મોટાભાગના રહેવાસીઓ અશ્વેત છે). સ્ટેનફોર્ડના જબરદસ્ત વિશેષાધિકાર અને લહાવો વચ્ચે પણ, આપણા સમાજમાં જાતિવાદ અંગેના અન્યાય વિશે જોવા જાણવા માટે ઘણું બધું હતું.
હું આને યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેતાં અશ્વેત લોકોના જીવન અનુભવ વિશે કોઈ પણ સલાહ-સુચન આપવા માટે રજૂ નથી કરી રહ્યો,પણ એ સમજાવવા માટે કરું છું કે 30 વર્ષથી મે વ્યક્તિગત રૂપથી અમેરિકા અને આખાં વિશ્વમાં ન્યાય માટે ઉત્સાહ,નિરંતરતા,તર્કશીલતા અને જોરદાર અપીલ જોઈ છે અને તેમાં ભાગ લીધો છે. 30 વર્ષ પછી,પરિવર્તન માટે લાખો લોકોનાં સર્વાનુમતે અવાજ ઉઠાવ્યો હોવાં છતાં પણ પ્રગતી ખુબ ઓછી દેખાઈ રહ્યી છે. અમેરિકામાં આર્થિક અસમાનતા,લગભગ એક સદીથી ક્યારેય જોઈ ના હોય એવા સ્તરે પહોંચી ગઈ છે,રંગવાળા લોકો કરીયાણાની દુકાનની મુલાકાત લઇ શકતા નથી અથવા જોગિંગ કરવા જઈ શકતા નથી કેમ કે તેમને કોઈ જ કારણ વગર હત્યા થવાનો ભય હોય છે,અને સરળ રીતે કહીએ તો અમેરિકાના પ્રયોગો નિષ્ફળ થઈ રહ્યા છે.
હું આ રજૂ કરું છું કારણ કે હું તે સમજું છું કે, MLKના શબ્દોમાં,"તોફાનો એ સાંભળવામાં ન આવેલ લોકોની ભાષા છે" અને જેઓ સદીઓથી શાંતિપૂર્ણ રીતે પરિવર્તનની હિમાયત કરી રહ્યા છે,તેઓના ભાગ્યે સ્વતંત્રતા અને સમાનતા તરફ થોડી ઘણી પ્રગતિ જોવા મળી છે. અને તમામ માટે ન્યાય,એ ખૂબ લાંબા સમયથી અમેરિકાએ વચન આપ્યું છે. હું સમજું છું કે જે લોકો તોફાન કરી રહ્યા છે તેઓ કેમ સાંભળવામાં ન આવ્યા હોવાનું અનુભવે છે.
અમે Snapchat બનાવી તે પછી, 2013 માં સ્ટેનફોર્ડ વુમન ઇન બિઝનેસ કૉન્ફરન્સમાં, મને પહલી વાર ભાષણ દેવા માટે આમંત્રીત કરવામાં આવ્યો હતો, મે જાહેર કર્યું હતુ કે “હું એક યુવા, શ્વેત, શિક્ષિત પુરૂષ છું. હું વાસ્તવમાં,ખૂબજ ભાગ્યશાળી બન્યો. અને જીવન વ્યાજબી નથી.” મને અહેસાસ થયો કે મારા વિશેષાધિકારને નામ આપવું અને આપણા સમાજમાં રહેલા અન્યાયને સ્વીકારવું એ ખૂબજ મહત્વપૂર્ણ છે - ખાસ કરીને એ મહિલા વેપારી આગેવાનોની સામે જે દરરોજ આ અન્યાયનો સામનો કરે છે. મારા વિશેષાધિકારને સ્વીકારવું મારા માટે એક મહત્તવપૂર્ણ પહેલું પગલું હતું કારણ કે તે મને સાંભળવામાં મદદ કરે છે. એક ધનવાન, શ્વેત પુરૂષના રૂપમાં મારાં અનુભવ સ્પષ્ટ રીતે આપણા સાથી અમેરિકિઓ દ્વારા અનુભવ કરેલા અન્યાયથી અલગ છે. જે મારાથી અલગ છે તે લોકોની દુર્દશાને સમજવાથી મને સંઘર્ષમાં એક સારો સહયોગી બનવામાં મદદ મળી છે.
આપણા દેશની રચના પાછળનો મૂળ વિચાર એ ખ્યાલ હતો કે તમારા જન્મના સંજોગો તમારા જીવનને પુર્વનિર્ધારિત કરતા નથી. આપણાં સ્થાપકોએ વિચાર્યું કે ભગવાને એક રાજાને પસંદ કર્યો છે તે વિચાર હાસ્યાસ્પદ છે - ભગવાન આપણા બધાને પસંદ કરે છે અને આપણા બધાને સમાન રીતે પ્રેમ કરે છે. તેઓ એક એવા સમાજનું નિર્માણ કરવા ઇચ્છતા હતા જે ભગવાનના પ્રેમને અને એ વિચાર કે ભગવાન આપણા બધામાં વસે છે તેને પ્રતિબિંબિત કરે. ભગવાન એવું નથી માનતા કે આપણામાંથી કોઈપણ ઓછાં અથવા વધારે પ્રેમને પાત્ર છે.
અવશ્ય,તે જ સંસ્થાપકો જેમણે સ્વતંત્રતા,સમાનતા અને બધા માટે ન્યાયના મૂલ્યોનો પક્ષ લીધો - મુખ્ય રૂપથી ગુલામ માલિકો હતા. લોકો દ્વારા,લોકો માટે બનાવેલું એક રાષ્ટ્ર માટેની તેમની સમર્થ દૂરદર્શિતા પક્ષપાત,અન્યાય અને જાતીવાદના આધાર પર નિર્માણ પામી હતી. આ ભ્રષ્ટ પાયાને સુધાર્યા વિના અને બધા માટે સમાન તક આપવાની તેમની નિરંતર અસફળતાના કારણે,આપણે માનવ પ્રગતિ માટે જરૂરી પોતાની સાચી ક્ષમતાને પ્રાપ્ત કરી શકતા નથી - અને બધા માટે સ્વતંત્રતા,સમાનતા અને ન્યાયની સ્પષ્ટ દ્રષ્ટિને મેળવવામાં સતત નિષ્ફળ થઈશું.
ઘણી વાર મને મિત્રો, ટીમના સભ્યો, પત્રકારો અને ભાગીદારો દ્વારા પૂછવામાં આવે છે કે એક બદલાવ લાવવા માટે આપણે શું કરી શકીએ છીએ. એવું માનીને કે હું કોઈપણ રીતે વિશેષજ્ઞ નથી,અને 29 વર્ષની પરિપક્વ અવસ્થામાં મારે દુનિયાના કામકાજ વિશે ઘણું શિખવાનું છે,નીચે હું અમેરિકામાં આપણે જેવાં બદલાવની આશા રાખીએ છીએ તેનું સર્જન કરવાં માટે શેની જરૂર છે,તે બાબતે મારા પોતાના દ્રષ્ટિકોણને રજૂ કરીશ. આપણે લોકોના બેકગ્રાઉન્ડની પરવાહ કર્યા વિના બધા લોકો માટે સમાન તક ઉત્પન્ન કર્યા વિના પ્રણાલીગત જાતીવાદને સમાપ્ત નહીં કરી શકીએ.
મારું માનવું એવું છે કે પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું એક દેશના રૂપમાં આપણા સંસ્થાપક મૂલ્યો પ્રતી આપણી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાનું છે જેમ કે: સ્વતંત્રતા,સમાનતા,ન્યાય,જીવન, સ્વાતંત્ર્ય અને સુખની શોધ. ભવિષ્યની સફળતા માટે એક વહેંચાયેલ દ્રષ્ટિકોણ કેળવવા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને આપણે આપણાં બાળકોના બાળકો માટે કેવું અમેરિકા બનાવવું છે તે નિર્ધારિત કરવું જોઈએ. આ એક એવી પ્રક્રિયા હોવી જોઇએ જેમા એમેરીકાના બધા લોકો શામેલ થાય અને તે “લોકો દ્વારા,લોકો માટે” છે. જો આપણે વ્યાખ્યાયીત કરી શકીએ કે આપણે કેવો દેશ બનવાનો છે,તો આપણે આગળના પગલા લઈ શકીશું અને આપણા વહેંચાયેલ દ્રષ્ટિકોણની વાત ને વાસ્વિકતા બનાવવા માટે જરૂરી નિર્ણયો પર આપણા મૂલ્યો લાગુ કરી શકીશું.
આપણે GDP કે શેર બજાર જેવાં ટૂંક સમય ના માપદંડો બદલે, આપણા મૂલ્યોની પરિપૂર્ણતાના સંદર્ભમાં આપણી સફળતાને વ્યાખ્યાયિત કરવાનું શરૂ કરવું પડશે. જ્યારે તમારા આરોગ્ય સંભાળના ખર્ચમાં વધારો થાય છે,ત્યારે તમારા દ્વારા પ્રાપ્ત કરેલ મૂલ્યને ધ્યાનમાં લીધા વિના, GDP વધે છે. જો કોઈ તોફાન આવે છે અને હજારોની સંખ્યામાં ઘરોને તોડી નાખે છે જેના કારણે તેમનું પુનનિર્માણ કરવું પડે છે,ત્યારે GDP વધી જાય છે. GDP એ મૂળ રૂપથી એક તૂટેલી મેટ્રિક છે જે વાસ્તવિક માનવની ખુશીમાં શું યોગદાન કરે છે તે દર્શાવતી નથી. સુખની શોધ ધનની શોધ કરતા આગળ વધવી જ જોઇએ.
આપણે સત્ય,સમાધાન અને સુધારા પર એક વૈવિધ્યસભર,બિન-પક્ષપાતિ કમિશનની સ્થાપના કરવી જોઇએ. આપણે એક એવી પ્રક્રિયા શરૂ કરવી જોઇએ જે એમેરિકાના અશ્વેત સમુદાયનો અવાજ આખા દેશમાં સાંભળવામાં આવશે તેવી ખાત્રી આપે,ભેદભાવ અને પક્ષપાત માટે અપરાધી ન્યાય પ્રણાલીની તપાસ કરે ,ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સિવિલ રાઇટ્સ ડિવિઝનને મજબૂત કરે અને કમિશન દ્વારા સમાધાન અને સુધારા માટે આપેલા સૂચનો પર પગલા લે. દુનિયાભરના અત્યાચાર બાદ તેવી જ પ્રક્રિયા કરવાની હિંમત ધરાવતા લોકો પાસેથી ઘણું શીખવા જેવું છે,અને આપણે એવી પ્રક્રિયા બનાવવી જોઈએ કે જે અમેરિકન મૂલ્યોને પ્રતિબિંબિત કરે અને આપણા રાષ્ટ્રને જરૂરી પરિવર્તન લાવવામાં અને સ્વસ્થ થવા માટે મદદ કરે.
આપણે શિક્ષા,સ્વાસ્થ્ય સેવા અને આવાસમાં રોકાણ કરીને એક સ્વતંત્ર અને નિષ્પક્ષ સમાજની મૂળભૂત વસ્તુઓને બધા લોકો માટે વધારે સુલભ અને સસ્તી કરવા માટે અમેરિકામાં “તકના એન્જિન” ને ફરી શરૂ કરવું જોઈએ.
મારું એવું માનવું છે કે 1980 થી અમેરિકામાં ઉદ્યમવૃત્તિમાં આટલી પડતીનું એક કારણ પર્યાપ્ત સામાજિક સુરક્ષા સલામતીની અછત છે. ઉદ્યમવૃત્તિ એવા લોકો ઉપર નિર્ભર કરે છે જે એક વ્યવસાય શરૂ કરવા માટે જોખમ ઉઠાવવા માટે સક્ષમ હોય છે,જે મારી પાસે હતુ એવા કોઇ પ્રકારના સુરક્ષા માળખાં વિના કરવું લગભગ અસંભવ છે. આજના ભાવિ ઉદ્યમીઓને વિદ્યાર્થી લોનથી લાદવામા આવે છે અને આ હાલતમાં એ સ્થિર વેતન વૃદ્ધિ અને વધતા ખર્ચાને અધીન હોય છે જે વ્યવસાય શરૂ કરવા માટે આવશ્યક પ્રારંભિક મૂડીને બચાવવામાં મુશ્કેલી ઊભી કરે છે.
આપણા બાળકોના બાળકોને લાભ આપવા માટે આપણા દેશના ભવિષ્યમાં રોકાણ કરવું મોઘું પડશે. આપણને અધિક પ્રગતિશીલ આવક વેરા પ્રણાલી અને અધિક સંપત્તિ કર લગાવવાની આવશ્યકતા થશે,અને આપણને ઉચ્ચ કર દરની ચુકવણી કરવા માટે સહકારી સંસ્થાઓની આવશ્યકતા પડશે. જ્યારે આપણે ભવિષ્યમાં રોકાણ કરીએ છીએ,તો આપણે ફેડરલ ખાધને પણ ઘટાડવી પડશે જેનાથી આપણે આ જડપથી બદલાતી દુનિયામાં,ભવિષ્યમાં આવતી કોઈ અણધારી ઘટનાને પહોંચી વળવા માટે સારી રીતે તૈયાર થઈ શકીએ. ટુંકમાં, મારા જેવા લોકો ઘણી વધારે કર ચુકવણી કરશે - અને મને વિશ્વાસ છે કે આ એક એવો સમાજ બનાવવા માટે યોગ્ય હશે જે આપણને બધાને લાભ આપશે.
આમાંથી ઘણા બદલાવો ટૂંકા ગાળામાં વ્યવસાયો માટે “ગંભીર” સમસ્યા ઉભી કરી શકે છે,પરંતુ કેમ કે તે આપણા રાષ્ટ્રના લોકોમાં લાંબા ગાળાના રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે,મારું એવું માનવું છે કે આપણે સામૂહિક રૂપથી લાંબા ગાળામાં તેનાથી લાભ મેળવીશુ.
આ બદલાવ હજી સુધીં કેમ નથી થયો? હું આનો તર્ક એટલા માટે દઈશ કારણકે આપણી સરકારની બધી શાખાઓમાં બૂમર બહુમતિએ પોતાના બાળકોના વધુ સારા ભવિષ્યના નિર્માણમાં બહું ઓછી રૂચિ દર્શાવી છે. ઘણા દાયકાઓથી આપણી સરકારે તેમના સૌથી મહત્વપૂર્ણ ઘટક: ધ બૂમર્સને સમૃદ્ધ બનાવવા માટે ઋણ-ધિરાણ કરમાં કાપ અને હકદાર ખર્ચાની વ્યૂહરચના માટે વચનબદ્ધતા દર્શાવી છે. ખરેખર,અમેરિકામાં લગભગ 60% ઘરની સંપત્તિ બૂમર્સ પાસે છે. તેના સંદર્ભમાં કહીએ તો,અબજોપતિઓ લગભગ 3% ધરાવે છે. સામાજિક સુરક્ષાની સાથે,ઉદાહરણ માટે,આપણે એક એવી યોજનાને નાણાં આપીએ છીએ જે કોઈ સાધન-પરીક્ષણ વિના અમેરિકના ઇતિહાસની સૌથી ધનવાન પેઢીને લાભ આપે છે.
અમૂક શોધખોળ દર્શાવે છે કે જ્યારે એક જૂની પેઢી પોતાને યુવા પેઢીમાં પ્રતિબિંબિત નથી કરી શકતી, ત્યારે તે તેમના ભવિષ્યમાં રોકાણ કરવા માટે રૂચિ ધરાવતી નથી. અમેરિકામાં,બૂમર પેઢીમાં લગભગ 70% શ્વેત લોકો છે,અને Gen Z માં લગભગ 50% શ્વેત લોકો છે. અમેરિકાનું વસ્તી વિષયક પરિવર્તન,ટાળી શકાય એવું નથી. એટલે સવાલ એ છે કે શું આપણે એક એવા દેશનું નિર્માણ કરવા માટે એક સાથે કામ કરી શકીએ કે નહીં,જે આપણા સંસ્થાપક મૂલ્યોને વધુ સારા સ્વરૂપથી દર્શાવે,આપણા ભૂતકાળના ઊંડા ઘાવ ભરે,જાતીવાદ અને અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન કરે અને બધાને તક આપે - કોઈ ફરક નથી પડતો કે તેઓ કોણ છે,અથવા તેમનો જન્મ ક્યાં થયો છે.
Snapchat ના સંબંધમાં,અમે અમેરિકામાં તે ખાતાઓને પ્રોત્સાહીત ન કરી શકીએ જે જાતિવાદ હિંસાને ઉશ્કેરવાવાળા માણસો સાથે જોડાયેલા છે,પછી ભલે તેઓ અમારા પ્લેટફોર્મ પર એવું કરે કે ન કરે. અમારું Discover content પ્લેટફોર્મ એક ક્યૂરેટેડ પ્લેટફોર્મ છે,જ્યાં અમે નક્કી કરીએ છીએ કે કોને પ્રોત્સાહન આપીશું. અમે સકારાત્મક અસર લાવવા માટે વધારે મહેનત કરવા વિશે વારંવાર વાત કરી છે,અને અમે Snapchat પર અમારા દ્વારા પ્રોત્સાહીત સામગ્રી વિશે પણ વાતચીત કરીશું. જ્યા સુધીં Snapchat પર પ્રકાશિત સામગ્રી સમુદાય દિશાનિર્દેશો સાથે સુસંગત છે,ત્યા સુધીં વિભાજીત મત ધરાવતા લોકોને Snapchat પર તેમનું એકાઉન્ટ રાખવાની મંજૂરી આપીએ છીએ,પણ અમે તે એકાઉન્ટ અથવા સામગ્રીનો કોઈ પણ રીતે પ્રચાર કરીશું નહીં.
પ્રેમ તરફ જવામાં ક્યારેય મોડું થતું નથી,અને આ મારી ઇમાનદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આશા છે કે આપણા મહાન દેશનું નેતૃત્વ આપણા સંસ્થાપક મૂલ્યો,આપણું હોવાનુ કારણ: સ્વતંત્રતા, સમાનતા અને બધા પ્રતિ ન્યાય માટે કામ કરશે.
તે દિવસ સુધી, અમે અમારા કામથી એ સ્પષ્ટ કરીશુ કે જ્યારે જાતિવાદ, હિંસા અને અન્યાયની વાતચિત થશે ત્યારે કોઈ ઢિલાશ વર્તવામાં આવશે નહીં - અને અમે તેનો કે તેવા લોકો જે અમારા પ્લેટફોર્મ પર આનું સમર્થન કરે છે તેનો પ્રચાર નહીં કરીએ.
આનો મતલબ એ નથી કે અમે તે સામગ્રી જેનાથી લોકો સહમત નથી અથવા તે એકાઉન્ટ જે લોકો પ્રત્યે અસંવેદનશીલ છે,તેવા એકાઉન્ટ્સ ને દૂર કરીશું. આપણે દેશ અને દુનિયાના ભવિષ્યના વિશે બહું બધી ચર્ચાઓ થવાની છે. પરંતુ આપણા દેશમાં માનવ જીવનના મૂલ્યો અને સ્વતંત્રતા,સમાનતા અને અન્યાય માટે નિરંતર સંઘર્ષના મહત્વ વિશે ચર્ચા કરવા માટે કોઈ જગ્યા નથી. આપણે એ લોકો સાથે ઉભા છીએ જે લોકો શાંતિ, પ્રેમ અને ન્યાય સાથે છે અને અમે ખરાબની બદલે સારાનો પ્રચાર કરવા માટે અમારાં પ્લેટફોર્મનો ઉપયોગ કરીશું.
મને ખબર છે ઘણા બધા લોકો એવા છે જેમને લાગે છે કે ”અમૂક લોકો” જાતિવાદી છે અથવા માત્ર એટલા માટે કે આપણા સમાજમાં “અમૂક અન્યાય” છે કે આપણે “બધા ખરાબ નથી.” આ મારો વિચાર છે કે માનવતા ઊંડાણપૂર્વક એક બીજા સાથે જોડાયેલી છે અને જ્યારે આપણામાંથી કોઈ પીડિત થાય છે,ત્યારે આપણે બધા સહન કરીએ છીએ. જ્યારે કોઈ એકને ભૂખ લાગે,ત્યારે આપણાં બધાને ભૂખ લાગે છે. અને જ્યારે આપણા માંથી કોઈ એક ગરીબ હોય છે,ત્યારે આપણે બધા ગરીબ હોઇએ છીએ. જ્યારે આપણા માંથી કોઈ એક આપણા મૌન દ્વારા અન્યાયને સક્ષમ કરે છે ત્યારે આપણે એક એવો દેશ બનાવવા માં અસફળ થઈએ છીએ,જે તેના ઉચ્ચતમ આદર્શો માટે સંઘર્ષ કરે છે.
તમારામાંથી અમૂક લોકોએ પૂછ્યુ હતુ કે શું Snap સમાનતા અને ન્યાયનું સમર્થન કરવાવાળી સંસ્થાઓને યોગદાન આપશે કે નહીં. આનો જવાબ હા છે. પણ મારા અનુભવમાં,પરોપકારી આપણને જે ગંભીર અન્યાયો સહન કરવા પડે છે તેમાં નાનકડી રાહત આપવા સિવાય કંઈ કરતો નથી. જ્યારે આપણો પરિવાર વંચિત લોકો માટે તક અને ન્યાય માટે લડનારને દાન આપવા માટે અર્થપૂર્ણ રીતે યોગદાન આપે છે અને તેને ચાલુ રાખે છે,ત્યારે એ પરિસ્થિતિ આપણા સમાજની એક મૂલગત પુનર્રચનાની માગ કરે છે. ખાનગી પરોપકારી છિદ્રોને ઢાંકી શકે છે,અથવા પ્રગતિને વેગ આપી શકે છે,પરંતુ તે એકલો અન્યાયની ઊંડી અને પહોળી ખીણને પાર કરી શકશે નહીં. આપણે એક રાષ્ટ્ર તરીકે એક સાથે મળીને તે ઊંડી ખીણ ને પાર કરવો પડશે. આપણે સ્વતંત્રતા,સમાનતા અને બધા માટે ન્યાય માટેના પ્રયત્નોમાં એક સાથે છીએ.
આપણી સામે એવા ઘણા બધા પડકારો છે. અમેરિકામાં હિંસા અને અન્યાયના મોટાં વારસાનો સામનો કરવા માટે - જેનાં George, Ahmaud,અને Breonna અને બીજા ઘણા અજાણ્યા લોકો નવા શિકાર બન્યા છે - તેમના માટે આપણે ગંભીરતાપૂર્વક પરિવર્તન લાવવું આવશ્યક છે. આ માત્ર આપણા દેશમાં જ પરિવર્તન નહીં,પણ આપણા હૃદયમાં પણ પરિવર્તન છે. આપણે શાંતિનો પ્રકાશ રાખીને ચાલવું જોઈએ અને તમામ માનવજાત સાથે પ્રેમથી આલિંગવું જોઈએ.
શાંતિ તમારા સાથે રહે.
Evan
Back To News