Snap Partner Summit: Supporting Wellbeing

We believe Snapchat can play a unique role in empowering friends to help each other through these difficult moments. In March, we rolled out Here For You, a feature that provides Snapchatters with expert resources when they search for topics related to mental health and wellbeing.
આપણે હંમેશાં આરોગ્ય અને સુખને ટેકો આપવામાં વાસ્તવિક મૈત્રીની શક્તિથી પ્રેરિત રહ્યા છીએ. ખાસ કરીને આ બાબત આપણા સમુદાય માટે સાચી છે. Snapchat ના ઉપયોગકર્તાઓ ના માનસિક સ્વાસ્થ્ય અંગેના અનુભવો પરનું નવું સંશોધન એ વાતની ખાતરી કરે છે જે ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે - તણાવ, ચિંતા, હતાશા અને અન્ય ઘણા ભાવનાત્મક પડકારોનો સામનો કરતી વખતે મિત્રો પ્રથમ વ્યક્તિ છે જેમના તરફ તેઓ વળે છે.
અમે માનીએ છીએ કે Snapchat આ મુશ્કેલ ક્ષણોમાં એક બીજાને મદદ કરવા માટે મિત્રોને સશક્ત બનાવવામાં અનોખી ભૂમિકા ભજવી શકે છે. માર્ચમાં અમે અહીં તમારા માટે એક સુવિધા શરૂ કરી હતી, જે Snapchat ના ઉપયોગકર્તાઓ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે સંબંધિત વિષયો શોધે છે ત્યારે નિષ્ણાત સંસાધનો પૂરા પાડે છે.
આજે અમે પ્રીમિયમ કન્ટેન્ટ અને ભાગીદારી મારફતે Snapchat ના ઉપયોગકર્તાઓ અને તેમના મિત્રોને વધુ ટેકો આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલા વધારાના ફીચર્સ રજૂ કરી રહ્યા છીએઃ
  • અમે ધ્યાન અને માઇન્ડફુલનેસ મામલે વિશ્વમાં અગ્રણી એવા Headspace સાથે ભાગીદારી કરી રહ્યા છે જેથી તેમની બેસ્ટ ઇન ક્લાસ સામગ્રી અને સંશાધનો સીધા જ Snapchatમાં મળી રહે. આવતા અઠવાડિયામાં, Headspace આપણા સમુદાયને તેમના મિત્રોને તપાસવામાં સહાયરુપ થવા માટે માર્ગદર્શિત મીની-મેડિટેશન અને સાધનો પ્રદાન કરશે.
  • અમે માનીએ છીએ કે આકર્ષક સામગ્રી માનસિક બીમારીને દૂર કરવામાં અને નાશ કરવામાં મદદ કરી શકે છે, અને આ વર્ષની શરૂઆતમાં અમે Barcroftની એક ડોક્યુમેન્ટ્રી શ્રેણી શરૂ કરી હતી, જેનું શીર્ષક હતું "Mind Yourself" જે 10 યુવાનોના માનસિક સ્વાસ્થ્યની યાત્રાને અનુસરે છે. આજે અમે આ વર્ષના અંતમાં નવી Snap ઓરિજિનલ્સ રજૂ કરવાની જાહેરાત કરી રહ્યાં છીએ. Kevin Hart કે જેઓ Laugh Out Loud ના “Coach Kev” છે, વ્યક્તિગત અનુભવોથી પ્રેરિત છે, એક માર્ગદર્શક અને કોચ બને છે, પોતાના જીવનને સર્વશ્રેષ્ઠ રીતે જીવવા માગતા કોઈ પણ વ્યક્તિ સાથે સકારાત્મક્તા અને જ્ઞાન શેર કરે છે.
  • અમે કટોકટીમાં Snapchat ના ઉપયોગકર્તાઓ માટે અમારી એપ્લિકેશનના સંસાધનોનો ઉપયોગ કરવાનું પણ સરળ બનાવી રહ્યા છીએ. અમારા ઇન-એપ રિપોર્ટિંગ ટૂલ્સ Snapchat ના ઉપયોગકર્તાઓને અમને સચેત કરવાની છૂટ આપે છે જ્યારે તેમને લાગે કે તેમના મિત્ર પોતાની જાતને જ નુકસાન કરવાનું જોખમ ધરાવે છે, અને અમે તે મિત્રને ઉપલબ્ધ સહાય માટેની સૂચના પહોંચાડીશું. અમે હવે તે તાત્કાલિક સ્નેપચેટર્સને તે દર્શાવીને અનુભવોમાં ઘણા સુધારા કરી રહ્યા છીએ કે તઓ આપાતકાલીન સેવાઓ સાથે કેવી રીતે જોડાઈ શકે છે, Crisis Text Lineના પ્રશિક્ષિત કાઉન્સેલર સાથે મેસેજ કરીને વાત કરો અથવા રાષ્ટ્રીય આત્મહત્યા પ્રતિરોધ હોટલાઇન પર કોઈ સાથે લાઇવ વાત કરી શકો છો.
અમે આ પ્રયત્નોને આગળ વધારવાની અને મિત્રોને મદદ કરવા મિત્રોના સશક્તિકરણની વધુ રીતો વિકસિત કરવાની આશા રાખીએ છીએ.
Back To News