24 મે, 2023
24 મે, 2023

Snapchat ભારતમાં 200 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ સુધી પહોંચી ગયું છે

આજે અમે ભારતમાં 200 મિલિયનથી વધુ માસિક સક્રિય Snapchatters, જે વૈશ્વિક સ્તરે અમારા અગ્રણી વૃદ્ધિ બજારોમાંનું એક છે તેની જાહેરાત કરતાં રોમાંચિત છીએ. અમારો ભારતીય સમુદાય પોતાની જાતને વ્યક્ત કરવા અને તેમના મિત્રો અને પરિવાર સાથે સંબંધો વધારવા માટે Snapchat નો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.

વધુમાં, 120 મિલિયનથી વધુ ભારતીય Snapchatters સમગ્ર સ્ટોરીઝ અને સ્પૉટલાઇટમાં સામગ્રી જોવે છે અને ભારતમાં સ્પૉટલાઇટ પર ત્રણ ગણા કરતાં વધુ સમય વિતાવે છે.

Snap ભારતમાં સ્થાનિક પ્લેટફોર્મ અનુભવ, સ્થાનિક સામગ્રી પહેલ અને ભાગીદારી દ્વારા રોકાણ કરવાનું ચાલુ રાખે છે અને સ્પૉટલાઇટ અને સ્ટોરીઝ દ્વારા પ્રાદેશિક સર્જકો પર સમર્પિત ધ્યાન કેન્દ્રિત કરે છે, આ બધું Snap ને આ નોંધપાત્ર માઇલસ્ટોન સુધી પહોંચવામાં મદદ કરે છે.

ઑગ્મેંટેડ રિયાલીટી (AR) નો ઉપયોગ અને બનાવટ ભારતીય Snapchatters સાથે પડઘો પાડે છે, જેઓ ઘણીવાર સાંસ્કૃતિક ક્ષણોની ઉજવણી કરવા માટે Snapchat AR નો ઉપયોગ કરે છે. ભારતમાં, Snapchatters દર મહિને 50 અબજથી વધુ વખત ઑગ્મેંટેડ રિયાલીટી (AR) લેન્સ સાથે રમે છે અને ભારતમાં તહેવારોના મહિનાઓમાં 85% થી વધુ Snapchatters પોતાની જાતને વિઝ્યુઅલિ વ્યક્ત કરવા માટે લેન્સનો ઉપયોગ કરે છે.

અમને અમારા વધુ ભારતીય સમુદાયને તેમના મિત્રો અને પરિવાર સાથે Snapchat પર જોડવાનું અને દરરોજ નવાં અનુભવો સાથે Snapchatters ને આનંદ આપવાનું પસંદ છે. તેથી, અમારી સાથે Snapping કરવા બદલ આભાર, ભારત!

અમે કેવી રીતે વપરાશકર્તા આંકડાની ગણતરી કરીએ છીએ તેની વિગતો માટે અમારી SEC ફાઇલિંગ જુઓ

સમાચાર પર પાછા જાઓ