Snapchat હંમેશા તમે અને તમારા મિત્રો દુનિયા જે રીતે જુઓ છો, તેની ઉજવણી કરે છે. Snaps,વાર્તાઓ અને અમારી વાર્તા દ્વારા જુદા જુદા દ્રષ્ટિકોણોનો અનુભવ કરવો,એ ખૂબજ આનંદદાયક છે.
આજે અમે Discover નું પરિચય કરી રહ્યા છીએ.
Snapchat Discover એ વિવિધ સંપાદકીય ટીમો પાસેથી વાર્તાઓને શોધવાનો એક નવો રસ્તો છે. વાર્તા કહવાના બંધારણની રચના કરવા માટે,મીડિયામાં વિશ્વ-વર્ગના આગેવાનો સાથેના સહયોગનું આ પરિણામ છે જે વાર્તા વર્ણનને સૌથી આગળ મૂકે છે. આ સોશિયલ મીડિયા નથી.
સૌથી નવીન અથવા સૌથી લોકપ્રિય શું છે,તેના આધારે શું વાંચવું,એ બધુ સોશિયલ મીડિયા કંપનીઓ આપણને જણાવે છે. અમે તેને અલગ રીતે જોઇએ છીએ. શું મહત્વનું છે તે નક્કી કરવામાટે,અમે ક્લિક્સ અને શેર પર નહીં,પણ સંપાદકો અને કલાકારો પર ગણતરી કરીએ છે.
Discover અલગ છે કારણ કે તે સર્જનાત્મક લોકોમાટે બનાવવામાં આવેલ છે. હંમેશાં, કલાકારોને તેમના કાર્યને વિતરિત કરવા માટે,અધતન ટેકનોલોજીઓને સમાવેશ કરવાનો દબાણ આપવામાં આવે છે. આ વખતે અમે કલાની સેવા પ્રદાન કરવા માટે ટેકનોલોજી બનાવી છે: દરેક આવૃત્તિમાં પૂર્ણ સ્ક્રીન ફોટા અને વિડિઓઝ, અદ્ભુત લાંબા ફોર્મ લેઆઉટ અને ખૂબજ સુંદર જાહેરાત શામેલ છે.
Discover નવુું છે, પરંતુ સુપરિચિત છે. તે એટલા માટે છે કારણ કે વાર્તાઓ ખૂબજ મુખ્ય છે - ત્યાં એક શરૂઆત,એક મધ્ય અને એક અંત છે જેથી સંપાદકો બધું એક ક્રમમાં ગોઠવી શકે. દરેક આવૃત્તિને 24 કલાક પછી ફરીથી તાજું કરવામાં આવે છે - કારણ કે આજે જે સમાચાર છે,તે આવનારા કાલ માટે જૂનું ઇતિહાસ છે.
Discover એ મનોરંજક અને ઉપયોગ કરવામાં ખૂબજ સરળ છે. આવૃત્તિ ખોલવા માટે ટેપ કરો, Snaps બ્રાઉઝ કરવા માટે ડાબી બાજુ સરકાવો,અથવા વધુ જોવા માટે Snap પર ઉપરની તરફ સરકાવ કરો. દરેક ચેનલ તમારા માટે કંઈક અનોખું લાવે છે – એક અદ્ભુત દૈનિક આશ્ચર્ય!