Snapchat વાપરનારાઓને લેન્સ ખૂબ જ પ્રિય છે જે 300,000 થી વધુ AR સર્જકો, ડેવલપર્સ અને ટીમોના વૈશ્વિક AR સમુદાય દ્વારા સર્જાયેલ છે. જો કે, AR નિર્માતાઓએ 30 લાખથી વધુ લેન્સ બનાવ્યા છે જેને Snapchat વપરનારાઓએ 5 ખર્વ એટલે કે 5 ટ્રિલિયનથી વધુ વખત જોયા છે!
AR નિર્માણના અકલ્પનીય પરિમાણ અને Snapchat વાપરનારાઓના ઊંડા જોડાણથી અમે AR નિર્માતાઓને સહાય કરવા પ્રતિબધ્ધ છીએ કારણ કે તેઓ તેઓની સર્જનાત્મકતાને પ્રબળ અને લાભકારક બનાવીને કુશળતાને ઉન્નત કરે છે અને તેઓના ધંધાનો વિકાસ કરે છે.
આજે, અમે લેન્સ ક્રિએટર રિવૉર્ડ શરૂ કરી રહ્યાં છીએ, જે Snap AR સર્જકો, ડેવલપર અને ટીમ માટે Snapchat પર સૌથી વધુ પ્રદર્શન કરતાં લેન્સ બનાવવા માટે એક નવી રીત છે. આ પ્રોગ્રામ સૌથી વધુ સર્જનાત્મક લેન્સને પ્રસિધ્ધ કરવા માટે રચાયેલ છે જેનાથી Snapchat વપરનારાઓ પોતાની જાતને વ્યક્ત કરી શકે છે અને મિત્રો સાથે આનંદ માણવામાં મદદરૂપ થાય છે – પ્રયાસ કરવા માટે કલ્પનાત્મક નવા દેખાવથી લઈને ઉત્કૃષ્ટ AR દ્રશ્ય દ્વારા તેઓ જોઇ-જાણી શકે છે.
દર મહિને, યુનાઈટેડ સ્ટેટ્સ, ભારત અને મેક્સિકોમાં એક લેન્સ ક્રિએટરને તેઓના સૌથી વધુ પ્રદર્શન કરતાં લેન્સ માટે તેઓને $7,200 સુધીનું પારિતોષિક આપવામાં આવી શકે છે. આ પ્રોગ્રામ લગભગ 40 દેશોમાં નવા અને હાલના Lens Studio સમુદાયના સભ્યો માટે ખુલ્લો છે. ભાગ લેવા માટે, AR સર્જકોએ લેન્સ બનાવી અને પ્રોગ્રામ માટે તેમની લાયકાત ચકાસવા માટે Lens Studio ની મુલાકાત લેવી જોઈએ.
અમારા ઘોસ્ટ ઇનોવેશન લેબ અને અમારા Spectacles ક્રિએટર પ્રોગ્રામના માધ્યમથી છેલ્લાં પાંચ વર્ષોમાં, અમે અમારા AR સમુદાયને બ્રાન્ડ અને ભાગીદારો માટે લેન્સ બનાવવા માટે, ડિજિટલ વસ્તુઓ દ્વારા લેન્સ રચવાના પ્રયોગો કરી સક્ષમ કરેલો છે. આજે, AR સર્જકો માટે નવી સર્જનાત્મક શક્યતાઓ ઊભી કરવા અને તેઓના વ્યવસાય વધારવા માટે નવી રીત પ્રદાન કરવા માટે અમે રોમાંચિત છીએ.