snapchat હંમેશાં તમારા દૃષ્ટિકોણને રજૂ કરવા વિશે છે. તેથી જ અમારી એપ્લિકેશન સીધા કેમેરામાં ખુલે છે. આપણા મિત્રો સાથે નાની નાની ક્ષણો શેર કરવાની તે સૌથી ઝડપી રીત છે - આપણે ક્યાં છીએ અથવા હમણાં આપણે કેવું અનુભવીએ છીએ તે તેમને જણાવવા માટે.
જ્યારે અમે મારી સ્ટોરી ફીચર રજૂ કર્યું ત્યારે અમે કલ્પના પણ નહોતી કરી શકતા કે તે ક્ષણોને એક સાથે દર્શાવવા માટે કેટલું શક્તિશાળી સાબિત થશે. આપણને આપણા મિત્રો સાથે દિવસ પસાર કરવો ગમે છે.
પરંતુ મારી સ્ટોરી હંમેશા વ્યક્તિગત અનુભવ રજૂ કર્યો છે. અમે એવું કંઈક બનાવવા માગતા હતા કે જે સમુદાયને ધ્યાનમાં રાખીને હોય- ઘણા બધા જુદા જુદા દ્રષ્ટિકોણ હોય. અંતે તો, આપણા મિત્રો ઘણીવાર આપણા કરતા સાવ અલગ જ રીતે કોઈ વસ્તુને જોતા હોય છે.
અમે અમારી સ્ટોરીનું નિર્માણ કર્યું જેથી જે લોકો એક જ જગ્યા પર એક જ ઇવેન્ટમાં હોય તેઓ એક જ સ્ટોરીમાં સ્નેપ કરી શકે. જો તમે ઇવેન્ટમાં નથી જઈ શક્યા, તો અમારી સ્ટોરીને જોઈને તમને એવું લાગશે કે તમે તે જગ્યાએ જ છો! તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.
અમે આ અઠવાડિયાના અંતે ઇલેક્ટ્રિક ડેઇઝી કાર્નિવલમાં પ્રથમ વખત અમારી સ્ટોરી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ (અને અમે snapchat અને અનિદ્રાના રોગી માટે મફત વાઇફાઇ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ!).
જો તમે ઇલેક્ટ્રિક ડૈઝી કાર્નિવલમાં હોવ તો, તમારા “Send to…” પેજ પર દેખાતી “Our EDC Story” પર જઈને સરળ રીતે સ્નેપ એડ કરી શકો છો. તમારે તમારી લોકેશન સર્વિસને ઓન કરવી પડશે જેથી snapchat ને ખબર પડશે કે તમે ખરેખર ઈવેન્ટમાં છો. અમે તમારા લોકેશનની માહિતી સ્ટોર કરતા નથી.
જો તમે ઇલેક્ટ્રિક ડેઇઝી કાર્નિવલમાં પહોંચી શકતા નથી, તો ઇવેન્ટને લાઇવ - શ્રેણીબદ્ધ સ્નેપ્સ મારફતે જોવા માટે snapchat પર EDCLive ઉમેરો! તમને ખૂબ જ સારો અનુભવ આપવા માટે જો અમારી સ્ટોરી ખૂબ લાંબી થઈ જાય અથવા કોઈ ગેરકાયદેસર સ્નેપ દેખાશે, તો અમે EDCLive ને યોગ્ય કરતા રહીશું.
અમારી સ્ટોરી તમારા ફોનમાં રહેલી એપ્લિકેશનનો જ એક ભાગ છે - તેના માટે તમારે અપડેટ કરવાની જરુર નથી. હેપ્પી સ્નેપિંગ!