20 મે, 2021
20 મે, 2021

SPS 2021: Introducing the Next Generation of Spectacles

Today we’re introducing the next generation of Spectacles, our first pair of glasses that bring augmented reality to life. They’re lightweight display glasses, made for creators to overlay their Lenses directly onto the world, exploring new ways to fuse fun and utility through immersive AR.

આજે અમે રજૂ કરી રહ્યાં છીએ નવી જનરેશનના સ્પૅક્ટેકલ્સ, જે ઑગ્મેન્ટિડ રિયાલિટીને જીવંત બનાવી દેશે. તે ખૂબ જ હળવા ડિસ્પ્લે ગ્લાસ છે, જે વાસ્તવિક જગતમાં સર્જકોના લેન્સની ઉપર આવરણ ચડાવી દેશે, વધુ સારી રીતે આનંદનો અનુભવ કરાવવા માટે તથા તલ્લીન કરી દે તેવા AR દ્વારા ઉપયોગી રસ્તાને ખેડવા માટે નવા વિકલ્પો પૂરા પાડશે.

આટલાં વર્ષો દરમિયાન સર્જક સમુદાય સાથે મળીને સ્પૅક્ટેકલ્સ બનાવવાનો અમારો અનુભવ તલસ્પર્શી, જ્ઞાનવર્ધક તથા આનંદદાયક રહ્યો છે. દરેક પુનરાવર્તનનો ઉપયોગ અમે ઇમારતની ઇંટની જેમ કર્યો છે, જેના કારણે ARમાં એક નવા જ આયામના દરવાજા ખુલ્લી ગયા છે.

આ સ્પૅક્ટેકલ્સ વેચાણ માટે નથી - તે ઑગ્મેન્ટિડ રિયાલિટી સર્જકો માટે છે, તેઓ લેન્સ સ્ટુડિયોના AR દ્વારા આસપાસના જગતને કેવી રીતે જુએ છે, તેની સાથે કૉમ્યુનિકેટ કરે છે કે રહે છે તેને પુનઃવ્યાખ્યાયિત કરશે.

ફિચર્સ

લેન્સિસને વધુ જીવંત બનાવવા માટે સ્પૅક્ટેકલ્સ આપણી જોવાની, સ્પર્શવાની તથા સાંભળવાની ઇંદ્રિયોને જાગૃત કરે છે. ડ્યુઅલ 3D વૅવગાઇડ એ લેન્સિસમાંથી તમારી નજર સામેના જગતના 23.6 ડિગ્રી વિસ્તારમાં એક આવરણ રચી દે છે. અમારા નવા સ્નૅપ સ્પેટિયલ એંજિનની મદદથી તેને છ અંશનો વધારાનો અવકાશ હાથ, માર્કર કે સરફેસ ટ્રૅકિંગને મળે છે. વિશ્વની નવી રીતે જોવાની સર્જકની કલ્પનાને આ સ્પૅક્ટેકલ્સ વાસ્તવિક બનાવીને આવરણરૂપે રજૂ કરે છે.

લેન્સિસ ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા કરે છે અને ચાલતા હોય ત્યારે તમારી નજર સામે દેખાતા દૃશ્યમાં 15 મિલિસેકંડની ચોક્કસાઈ સાથે કામ કરે છે તથા ઇમારતની અંદર કે બહારના AR સાથે 2000 નિટ્સ પ્રકાશ સુધી ડિસ્પ્લેને આપોઆપ ઍડજસ્ટ કરી દે છે. સ્પૅક્ટેકલ્સમાં બે RGB કૅમેરા, ચાર બિલ્ટ-ઇન માઇક્રૉફોન, બે સ્ટીરિયો સ્પીકર તથા મલ્ટી-સેન્સનલ ઍક્સ્પીરિયન્સ માટે એક ટચપેડ આપેલાં છે.

સ્પૅક્ટેકલ્સનું વજન માત્ર 134 ગ્રામ છે, જેથી કીરને એક ચાર્જમાં લગભઘ 30 મિનિટ સુધી સર્જક ઇચ્છે ત્યાં AR લાવી શકે છે. સ્પૅક્ટેકલ્સની હળવી અને પહેરી શકાય તેવી ડિઝાઇનને Qualcomm Snapdragon XR1 પ્લૅટફૉર્મ સૌથી વધુ પ્રોસેસિંગ પાવર આપે છે.

ઉપયોગિતા

સ્પૅકમટેકલ્સએ પૂર્ણપણે લેન્સ સ્ટુડિયોને અનુરૂપ છે, અમારી આ પાવરફૂલ ડેસ્કટોપ ઍપ્લિકેશનની મદદથી સર્જકો તથા ડેવલપર્સ અમારા સ્નૅપ ઑગ્મિન્ટેડ રિયાલિટી પ્લૅટફૉર્મ ઉપર લેન્સિસ બનાવી તથા તેને પ્રકાશિત કરી શકે છે. લેન્સ સ્ટુડિયોની મદદથી , ક્રિયેટર્સ દૂરથી જ લેન્સને સ્પૅક્ટેકલ્સ પર પુશ કરીને તેનું તાત્કાલિક પરીક્ષણ કરી શકે છે તથા તેમાં જરૂરી સુધારાવધારા કરી શકે છે.

ટૅમ્પલના ટચપેડની મદદથી સર્જકો સ્પૅક્ટેકલ્સના ડિસ્પ્લેને નિયંત્રિત કરી શકે છે તથા લેન્સના ટ્રેકરને લૉન્ચ કરી શકે છે. જમણા બટનની મદદથી સ્કૅનને ઍક્ટિવેટ કરી શકાય છે, જેના આધારે તે ફિલ્ડને સમજીને તમારી આસપાસના જગતને અનુરૂપ લેન્સ વિશે સૂચન કરે છે. વૉઇસ સ્કૅનની મદદથી સર્જકો હાથનો ઉપયોગ કર્યાં વગર કમાન્ડ આપીને લેન્સને લૉન્ચ કરી શકે છે. ડાબું બટન લેન્સિસના 10 સેકંડના સ્નૅપ બનાવે છે અને તેને વાસ્તવિક જગત ઉપર પ્રતિબિંબિત કરે છે, જેથી કરીને ક્રિયેટર્સ સ્પૅક્ટેકલ્સમાંથી જ સ્નૅપ્સ મોકલી શકે છે.

સ્પૅક્ટેકલ્સના સર્જકો

અમે વિશ્વભરમાંથી ચુનંદા સર્જકોના સમૂહને નવા સ્પૅક્ટેકલ્સ આપ્યા છે, જેથી કરીને તેઓ પણ અમારી સાથે શીખે અને ARને વધુ ઉન્નત બનાવે. સ્પૅક્ટેકલ્સ તથા લેન્સ સ્ટુડિયોની મદદથી આ સર્જકોએ તેમની કલ્પનાને સાકાર કરી લીધી છે અને વિશ્વને પોતાનું કૅન્વાસ બનાવ્યું છે.

  • ડોન એલન સ્ટિવનસન III એક્સઆર ડેવલપર I વાઇબ ક્વૅસ્ટ એઆર

  • લોરેન કાસન | ક્રિયેટિવ ટેકનૉલૉજિસ્ટ | તાઓસ, કાલેન્દ્રા, ઍન્ડ અનિતા

  • કેટ વી. હૅરિસ I ટેકનિકલ ડિઝાઇનર I ડાન્સ હેલ્પર

  • ઝેચ લિબરમૅન I આર્ટિસ્ટ I પૉઅમ વર્લ્ડ (સેન્ટેલ માર્ટિન સાથે)

  • મૅથ્યૂ હૉલબર્ગI એઆર ડેવપર I સ્કેચફ્લૉ

  • ક્લે વેઇશર I એઆર ક્રિયેટર I મેટાસ્કૅપ્સ

  • લિંગ્ટન મૅકડોનાલ્ડI વીઆર/એઆર ક્રિયયેટર I બ્લૅકસોલ ગૅલરી

જો તમે એઆ ક્રિયેટર હો અને તમને સ્પૅક્ટેકલ્સ સાથે પ્રયોગ કરવામાં રસ હોય તો http://spectacles.com/creators વિઝિટ કરો.

Back To News