અમારા પાર્ટનરો અને લેન્સ સર્જકોની કોમ્યુનિટીની મદદથી, અમે વધુ સ્માર્ટ અને શક્તિશાળી સ્નેપચેટ કેમેરા બનાવવા પર કામ કરી રહ્યાં છીએ. આ નવા ઓતપ્રોત AR અનુભવથી આપણે દુનિયા સાથે કેવી રીતે આંતરક્રિયા કરીએ છીએ એના અનુભવને ધરમૂળ રીતે બદલી રહ્યાં છીએ.
સમગ્ર AR ઈકોસિસ્ટમમાં આજે અમે નવા AR ટૂલ અને કેમેરાના અનુભવને રજૂ કરી રહ્યાં છીએ.
સ્કેન અને કેમેરા શોર્ટકટ
સ્કેન દ્વારા, તમે કેમેરાથી લાખો લેન્સ ઝડપથી અને શક્ય તેટલી સહેલી રીતે શોધી શકો છો! આજે, અમે સ્કેન બટનને મધ્યમાં અને ઉપરની બાજુએ લાવી રહ્યાં છીએ, એને સ્નેપચેટની મુખ્ય કેમેરા સ્ક્રીન પર જ મૂકી રહ્યાં છીએ, એનાથી અમે સર્જકો અને પાર્ટનરો દ્વારા બનાવેલા મજેદાર અને માહિતીસભર લેન્સને શોધવા સહેલું કરી રહ્યાં છીએ. આ લેન્સ તમને સેકડોં કૂતરાની ઓલાદો, ૬ લાખથી વધુ ઝાડપાન અને લાખો ગીતો અને વસ્તુઓને પારખવાની તાકાત આપે છે.
અમે સતત રીતે ઈન્ટેલિજન્સમાં સ્કેન માટેની નવી કેટેગરી ઉમેરી રહ્યાં છીએ, જેમ કે ફેશન અને ફૂડ. જ્યારે તમે તમારા ફ્રેન્ડના કપડાંને સ્કેન કરો છો, ત્યારે સ્ક્રીનશોપ તમને શોપિંગ કરવા માટે હજારો બ્રાન્ડની ભલામણ કરે છે. તમે યાદોમાંથી ફોટો પસંદ કરીને પણ સ્ક્રીનશોપમાં સ્કેન કરી શકો છો. એ તમારા કેમેરાની અંદર જ એક વ્યક્તિગત શોપર હોય એના જેવું છે અને આ સુવિધા આજે બહાર પડવા જઈ રહી છે.
બહુ જલદી, 'બધી રેસિપિ' હવે તમારા સ્નેપચેટ કેમેરાથી જોવા મળતા ઇન્ગ્રીડિઅન્ટને આધારે રેસિપિની ભલામણ કરશે. જો તમારી પાસે પાકી ગયેલા આવાકાડો હોય, તો બસ સ્કેન કરો! એક પરફેક્ટ ગ્વાકામોલે રેસિપિની ભલામણ હવે બસ તમારા સ્નેપચેટ કેમેરાનો ઉપયોગ કરીને બસ એક વાર દબાવાની દૂર છે.
અમે કેમેરા શોર્ટક્ટની રજૂઆત પણ કરી રહ્યાં છીએ, ક્રિએટીવ ટૂલના નવા કોમ્બિનેશન, જે તમે શેર કરવા માંગો છો એવી પળોને કેદ કરવી સહેલી બનાવે છે. તમારા કેમેરાનો જેવો વ્યૂ હોય, એ પ્રમાણે સ્નેપચેટ એવા કેમેરા મોડ, લેન્સ અને સાઉન્ડટ્રેક સજેસ્ટ કરશે. આજે કેમેરા શોર્ટકટ બહાર પડવા જઈ રહ્યું છે.
લેન્સ સ્ટુડિયો
લેન્સ સ્ટુડિયો અમારું શક્તિશાળી, ફ્રી ડેસ્કટોપ એપ્લિકેશન છે, જે કોઈ પણ સર્જન, ડિવેલપર અથવા બિઝનેસને તેની ટેક્નિકલ અને ક્રિએટિવ ક્ષમતાઓને જોડીને તમને લેન્સ બનાવવા, પબ્લીશ અને પ્રમોટ કરવા દે છે. આજે, અમે લેન્સ સ્ટુડિયોને નવા ટુલ પર અપડેટ કરી રહ્યાં છે, જે લોકોને ગેમિંગ, શિક્ષણ, શોપિંગ અને બીજી ઘણી બબાતો માટે હજી પણ વધુ સર્જનાત્મક લેન્સ બનાવવાની શક્તિ પૂરી પાડશે.
કનેક્ટ કરેલા લેન્સથી મિત્રો AR સાથે વાતચીત કરી શકે છે. શેર કરેલી સ્થિતિ, રીયલ-ટાઇમમાં ઇન્ટરેક્શન અને કો-લોકેટેડ સેશન સાથે તમે ચેટ, પ્લે, અને સર્જન કરી શકો, પછી ભલે તમે સમાન રૂમમાં હો અથવા દુનિયમાં ગમે ત્યાં.
૩ડી બોડી મેશ, ક્લોથ સિમ્યુલેશન અને વીઝ્યુલ ઇફેક્ટ એડિટર ARને ઘણું વાસ્તવિક અને આગળ વધવું પહેલાં કરતાં ઘણું અસરકારક બનાવે છે, જેથી વર્ચુઅલ ક્લોથ ખરેખર અસલ લાગે અને તમને સંપૂર્ણ રીતે કસ્ટમ લુક બનાવવા દેશે.
સ્નેપML હવે સર્જકોને તેઓનું પોતાનું કસ્ટમ ML મોડલ્સ ઇમ્પોર્ટ કરવા દે છે, જે ઓડિયોનું વિશ્લેષણ અને જનરેટ કરે, જેથી લેન્સ અવાજનો જવાબ આપી શકે.
વીઝ્યુલ ક્લાસિફિકેશન લેન્સ સ્ટુડિયોમાં સ્કેન કરવાની શક્તિ આપે છે, જે સર્જકોને લેન્સને તૈયાર કરવા દે છે, જેથી 500થી વધુ શ્રેણીની ચીજવસ્તુઓને સમજી શકે છે.
લેન્સ એનાલેટિક્સ સર્જકોને સર્જન કરવા માટે જોઈતી માહિતી પૂરી પાડે છે, જેથી તેઓ હજી પણ વધુ ઓતપ્રોત અને યાદ રહી જાય તેવા અનુભવો પૂરા પાડી શકે. અનામી અને ભેગો કરેલો ડેટા તમારા પ્રેક્ષકો અને વધુ સારા લેન્સ બનાવાવ માટે વિગતવાર ઇન્સાઇટ દ્વારા મદદ કરે છે, એની સાથે આપણી કોમ્યુનિટીની પ્રાઇવસીનું રક્ષણ કરે છે.
અહીંથી લેન્સ સ્ટુડિયો ડાઉનલોડ કરીને ક્રિએટિવ લેન્સ અજમાવો. AR અજમાયશ અને બિઝનેસ સોલ્યુશન
અમારા ફેશન પાર્ટનરો સાથે અમે રજૂ કરી રહ્યાં છીએ AR અજમાયશનો અનુભવ, ભેગા કરી રહ્યાં છીએ સ્નેપચેટ્ટર્સને એવા બિઝનેસ સાથે જેમાં તેઓ પોતાના સ્નેપચટ કેમેરાથી રસ ધરાવે છે. FARFETCH કંપની ૩ડી બોડી મેશ અને અવાજથી ચાલતા કંટ્રોલનો ઉપયોગ કરીને ઊંડાણપૂર્વનો શોપિંગ અનુભવ પૂરો પાડે છે, જેના દ્વારા તમે બ્રાઉઝ કરવા માટેની વસ્તુ માટે પૂછી શકો અને તરજ જ AR સાથે અજમાવી શકો. એ અજમાયશ અને શોપિંગ કરવાને મજેદાર, ઝડપી અને સહેલું બનાવે છે!
પ્રદાને કારણે આપણી સંકેતોને ઓળખવાની ક્ષમતા વધશે, તેની મદદથી તમે સ્નૅપચેટને બીજી આઇટમ કે રંગ શોધવા માટે નિર્દેશ આપી શકો છો, જેની મદદથી તમે પરફેક્ટ કપડાંની ખરીદી કરી શકો છો. બ્રાન્ડ્સ તથા કારોબારીઓ સ્નૅપચેટ કૅમેરાની મદદથી કિંમતી અને માપી શકાય તેવી માહિતી મેળવી શકે છે. અમે એપીઆઈથી સજ્જ લેન્સ રજૂ કરી રહ્યાં છીએ, જેથી કરીને કારોબારીઓ વધારાની મહેનત વગર આપોઆપ અને તરત જ તેમની સામગ્રીને ARમાં રજૂ કરી શકે છે. પર્ફેક્ટ કૉર્પ અને ધ ઇસ્ટી લાઉડર કંપની સાથે મળીને અમે તેમની પ્રોડક્ટ્સના કૅટેલોગને અમારા બિઝનેસ મૅનેજર API સાથે સંકલિત કરીશું, જેથી તેઓ ખૂબ જ સહેલાઈથી ડાયનેમિક શૉપિંગ લેન્સ ક્રિયેટ કરી શકશે, સાથે જ તેની કિંમત, પ્રાપ્યતા તથા તેને કેવી રીતે ખરીદી શકાશે, તેવી માહિતી પણ આપી શકશે. એઆર શૉપિંગ ઍનાલિટિક્સની મદદથી M·A·C કૉસ્મેટિક્સ જેવી બ્રાન્ડ્સને એ વાતની માહિતી મળશે કે તેમના ગ્રાહકો કેવી વસ્તુઓ, રંગ તથા સ્ટાઇલમાં સૌથી વધુ રસ ધરાવે છે.
એપીઆઈથી સજ્જ શૉપિંગ લેન્સ ઉપરાંત અમે ચુનંદા પાર્ટનર્સ સાથે મળીને કન્ટેન્ટને રિયલ-ટાઇમમાં લેન્સમાં રજૂ કરવા ઉપર કામ કરી રહ્યાં છીએ. આજથી તમે મેજર લિગ બેઝ-બૉલની આંકડાકીય માહિતી સીધી જ લેન્સિસમાં જોઈ શકશો. તેમના ઔપચારિક ડેટા પાર્ટનર સ્પૉર્ટ રડાર દ્વારા રિયલ-ટાઇમમાં સ્કોર જણાવવામાં આવશે, જે તમે સ્ટોરીઝમાં જોઈ શકો છો અને ઘડીભરમાં તમારા મિત્રો સાથે જીતની ઊજવણી કરી શકો છો.
બિઝનેસ માટેની પબ્લિક પ્રોફાઇલ હવે સ્નેપચેટ પર જુદી જુદી પોતાની કાયમી હાજરી બનાવવા દે છે અને પોતાના લેનન્સિઝ, હાઇલાઇટ કે સ્ટોરીઝ દર્શાવી શકે છે. બ્રાન્ડ્સ ઇચ્છે તો શૉપ્સ મારફત જોવા માટેની, ટ્રાય કરવાની તથા ખરીદીના વિકલ્પ આપી શકે છે, આમ સ્નૅપચેટ વેચાણ માટેનું નવું માધ્યમ બની શકે તેમ છે.
અમારા નવીન ક્રિયેટર માર્કેટપ્લેસ દ્વારા બ્રાન્ડ્સ અને પાર્ટનર્સ બિઝનેસ મૅનેજર પોર્ટલ દ્વારા જાતે જ વૅરિફાય થયેલા ક્રિયેટર્સને શોધી શકે છે અને તેમનો સંપર્ક સાધી શકે છે. આ માર્કેટપ્લેસની મદદથી વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલ્સ સાથે સંપર્ક સાધી શકે છે, તે લેન્સ ક્રિયેટર્સને પોતાના વેપાર શરૂ કરવાની નવી તકો પૂરી પાડે છે.
વેપારીઓ તથા સર્જકો ar.snap.com પરથી શરૂઆત કરી શકે છે. તમે શું બનાવો છો તે જોવા માટે અમે ઉત્સુક છીએ!