આજે, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે, અમે Headspace સાથે મળીને બે નવી ઘ્યાન કરવા માટેની ઇન-એપ મેડિટેશન્સ રજૂ કરી રહ્યા છીએ - એક સુરક્ષિત જગ્યા જ્યાં મિત્રો સાથે મળીને ધ્યાન અને મનની કસરતનો અભ્યાસ કરી શકશે, અને એકબીજાને Snapchat દ્વારા મળી શકશે.
અમે Headspace મીનીવિકસિત કર્યું છે, જેથી Snapchat ના ઉપયોગકર્તાઓ કે જેઓ વ્યગ્રતા, હતાશા અને બીજા માનસિક સ્વાસ્થ્યના પડકારો સામે સંઘર્ષ કરી રહ્યા છે તેને અમે વધારે સહયોગ આપી શકીએ , જે ગત વર્ષે એક સંશોધન દ્વારા જાણકારી મળી છે કે આપણો સમુદાય આ સમસ્યાઓને લઈને કેવું અનુભવી રહ્યો છે. અમે જોયું કે મોટાભાગના Snapchat ના ઉપયોગકર્તાઓ તણાવ અને બેચેનીમાં સૌથી પહેલા પોતાના મિત્રો તરફ વળે છે જ્યારે તેમને મદદની જરૂર હોઈ છે, કોઈ પ્રોફેશનલ્સ અને પોતાના માતા-પિતા કરતા પણ વધારે. અમે તેમને તેમના મિત્રો સાથે સીધો ઉપયોગ કરવા માટે નવા નિવારક ભલાઈના સાધનો આપવા માગતા હતા, એ જ જગ્યાએ તેઓ દિવસમાં ઘણી વખત વાતચીત કરી રહ્યા છે.
ઘણા મહિનાની કોવિડ-19 મહામારી પછી, અને હવે જ્યારે Snapchat ના ઉપયોગકર્તાઓ સ્કૂલના નવા વર્ષમાં વર્ચ્યુઅલી રીતે પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાક ઘરેથી કામ કરી રહ્યા છે,ત્યારે અમે એ બાબતની વાસ્તવિક સમજ કેળવવા માંગતા હતા કે આ સંકટકાળ તેમના પર કેવી રીતે અસર કરી રહ્યો છે.
અમે યુ.એસ., યુ.કે. અને ફ્રાન્સમાં યુવા લોકો કેવી રીતે તણાવ અને અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે તે વિશે જાણવા માટે GroupSolver દ્વારા એક સર્વેક્ષણ શરૂ કર્યું છે. આ દરેક દેશમાં, પરિણામો બતાવે છે કે મોટાભાગના Snapchat ના ઉપયોગકર્તાઓ વધુને વધુ તાણની લાગણી અનુભવી રહ્યા છે, જેમાં કોવીડ-19 પ્રાથમિક પરિબળ છે.
Snapchat ના ઉપયોગકર્તાઓ ગયા વર્ષ કરતા વધુ તાણ અનુભવે છે અને યુ.એસ. માં 73% Snapchat ના ઉપયોગકર્તાઓ કહે છે કે તેમણે છેલ્લા અઠવાડિયામાં તણાવ અનુભવ્યો છે, ત્યારબાદ યુકેમાં 68% અને ફ્રાન્સમાં 60% વધુ તણાવ અનુભવે છે.
કોવિડ -19 એ તણાવનું મુખ્ય કારણ છે (યુ.એસ માં 85%, યુ.કે.મા 87% અને ફ્રાન્સમા 80% Snapchat ના ઉપયોગકર્તાઓ તાણ અનુભવે છે.) , બીજું કારણ નાણાકીય છે (યુ.એસ માં 81%, યુ.કે.મા 77% અને ફ્રાન્સમા 76%) અને કારકિર્દીને લઇને દબાણથી (યુ.એસ. માં 80% અને યુકે અને ફ્રાન્સમાં 77%) લોકો તાણ અનુભવે છે. ચૂંટણી / રાજકારણ એ યુ.એસ. Snapchat ના ઉપયોગકર્તાઓ માટે પણ તાણનું નોંધપાત્ર સ્રોત છે - જેમાં 60% લોકોએ આ બંનેને તેમના તણાવનું સ્તર વધારવા માટે જવાબદાર હોવાનું જણાવ્યું છે.
યુ.એસ.માં જેન ઝેડ Snapchat ના ઉપયોગકર્તાઓ (13-24) માટે, શાળા તણાવનો અગ્રણી સ્રોત છે (13-24 વર્ષના યુઝર્સે 75% અને 13-17 વર્ષના યુઝર્સે 91% તણાવ માટે સ્કૂલને સ્ત્રોત ગણાવ્યો છે), કોવિડ -19ના કારણે તેમના સહપાઠીઓ સાથે મળવાનો અભાવ અને પોતાના શિક્ષણમાં પાછળ છૂટી જતા તેને મોટી ચિંતાનું કારણ જણાવવામાં આવ્યું છે.
યુ.એસ. Snapchat ના ઉપયોગકર્તાઓ જણાવે છે કે આ તાણ તેમના ભાવનાત્મક અને શારીરિક આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યું છે - 60% અસ્વસ્થતા અનુભવા હોવાનું કહે છે, 60% થાક અનુભવે છે અને 59% અભિભૂત થતા હોવાનું અનુભવે છે. લગભગ 50% અસ્થિરતાની લાગણી અનુભવે છે અને 43% માથાનો દુખાવો અનુભવી રહ્યા છે.
એ ધ્યાનમાં લેતા કે યુ.એસ. માં આશરે એક તૃતીયાંશ Snapchat ના ઉપયોગકર્તાઓ અને યુકે અને ફ્રાન્સના પાંચમા ભાગના વપરાશકર્તાઓ તણાવનો સામનો કરવા માટે ધ્યાનનો ઉપયોગ કરે છે, અમે આ સહિતના કેટલાક મુદ્દાઓને સીધા નિવારણ માટે Headspace માર્ગદર્શિત નવા ધ્યાન રજૂ કરી રહ્યા છીએ.
"દયા રાખો ” - મિનિ મેડિટેશન દયાનું અનુશરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આપણે વિશ્વમાં કેવી રીતે દર્શાવી શકીએ છીએ અને આપણે અન્ય લોકો સાથે કેવી રીતે વર્તવું તે બદલી શકે છે. આ અંધાધૂંધી મૂંઝવણ અને સંઘર્ષની વચ્ચે, આ ધ્યાન આપણી માનસિકતાને સ્થાનાંતરિત કરવા અને કરુણાના સ્થળે જવા માટે બનાવવામાં આવ્યું છે.
"શાળાના વર્ષ માટે"મિનિ મેડિટેશન નિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીઓ ફરી વર્ગખંડમાં હોય અથવા ઘરે જ હોય, ત્યારે ચિંતા હોઈ શકે છે, અસ્વસ્થતા અથવા મિત્રોથી વિખુટા થવાની લાગણી હોઈ શકે આ ધ્યાન તમને તમારા શ્વાસ સાથે જોડવા અને અનિશ્ચિતતાને સરળ બનાવવા માટે આરામ કરવાનું સ્થળ શોધવા માટે બનાવવામાં આવ્યું છે.
અમારું માનવું છે કે Snapchat આપણા સમુદાયના સ્વાસ્થ્ય અને ખુશીઓ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત અમારા માનસિક આરોગ્ય સંસાધનો જેવા કે તમારા માટે , અમે આ પ્રયાસોનું નિર્માણ કરવા અને સ્નેપચેટર્સને મિત્રો પાસેથી ટેકો મેળવવા અને સાથે જોડાવા માટે સશક્ત બનાવવા આતુર છીએ.