નવા સંશોધનમાં સામે આવ્યું છે કે મિત્રો સાથે ઑનલાઇન વાતચીત કરવાથી ઑસ્ટ્રેલિયન્સ આનંદ અનુભવે છે
શરૂઆતથી જ Snapchat ને સોશિયલ મીડિયાના વિકલ્પ તરીકે બનાવવામાં આવ્યું હતું. તે ક્ષણમાં તમારા નજીકના મિત્રો અને પરિવારને ફોટોઝ અને વિડિયો સંદેશા મોકલવાની એક મનોરંજક રીત તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે એક એવી જગ્યા તરીકે બનાવવામાં આવ્યું હતું, જ્યાં તમે વાસ્તવિક બની શકો અને પોતાને અભિવ્યક્ત કરી શકો. Snapchat ના વપરાશનો પહેલો ઉદ્દેશ્ય મિત્રો સાથે મેસેજિંગ છે (અને હંમેશા રહ્યો છે).
આપણો સમુદાય અમને અવારનવાર કહે છે કે Snapchat તેમને મિત્રો અને કુટુંબીજનો સાથે નજીક રહેવામાં મદદ કરે છે, પછી ભલેને તેઓ શારીરિક રીતે અલગ હોય. અમે જાણીએ છીએ કે સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવા માટે આ સંબંધો કેટલા મહત્વપૂર્ણ છે.
યુનિવર્સિટી ઑફ શિકાગો ખાતે નેશનલ ઑપિનિયન રિસર્ચ સેન્ટર (NORC) દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલા સંશોધન બાદ, અમે વધુ જાણવા માગીએ છીએ કે Snapchat ઑસ્ટ્રેલિયામાં મિત્રતા અને ભાવનાત્મક સ્વાસ્થ્યને કેવી રીતે ટેકો આપે છે, જ્યાં દર મહિને 8 મિલિયનથી વધુ ઑસિઝનો સમુદાય Snapchat પર આવે છે.
Snapchat નો ઉપયોગ કરવાથી આપણાં સમુદાય પર કેવી રીતે સકારાત્મક અસર પડી શકે છે તે વધુ સારી રીતે સમજવા, અમે YouGov ને ઑસ્ટ્રેલિયન કિશોરો (13-17 વર્ષની વય) અને પુખ્ત વયના લોકો (18 વર્ષથી વધુ વય) વચ્ચેના સંબંધો અને સુખાકારીમાં ઑનલાઇન કૉમ્યુનિકેશન પ્લેટ્ફોર્મસની ભૂમિકા વિશે સંશોધન કરવા માટે કમિશન આપ્યું છે. આ સંશોધનમાં જાણવા મળ્યું કેઃ
ઑસ્ટ્રેલિયન્સ પરિવાર અને નજીકના મિત્રો સાથે સીધો સંદેશાવ્યવહાર કરતી વખતે આનંદ અનુભવે છે. જ્યારે ઑસ્ટ્રેલિયન્સને પૂછવામાં આવ્યું કે, સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ પ્લેટફોર્મના વિવિધ ફીચર્સ તેમના માટે વ્યક્તિગત રીતે કેટલા મહત્ત્વના છે, ત્યારે ડાયરેક્ટ મેસેજિંગ અને કૉમ્યુનિકેશન ટોપ પર પહોંચ્યા હતા. આ સુવિધાઓને સૌથી મહત્ત્વપૂર્ણ તરીકે જોવામાં આવે છે અને તે લોકોને ખુશ કરશે તેવી સંભાવના છે. 4 માંથી 5 કિશોરો અને 3 માંથી 4 પુખ્ત વયના લોકો જ્યારે પરિવાર અને નજીકના મિત્રોને ડાયરેક્ટ મેસેજિંગ કરે છે ત્યારે આનંદની લાગણી અનુભવે છે.
સોશિયલ મીડિયાની તુલનામાં ઑસ્ટ્રેલિયન્સ મેસેજિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે ત્યારે વધુ ખુશ થાય તેવી સંભાવના વધારે છે. 3 માંથી 5 (63%) પુખ્ત વયના લોકો અને લગભગ 9 માંથી 10 (86%) કિશોરો સંદેશાવ્યવહાર માટે મેસેજિંગ ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરતી વખતે આનંદ અનુભવે છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા વિશે સમાન કહેનારા કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.
મેસેજિંગ ઍપ્લિકેશન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કરતાં ભાવનાત્મક સ્વાસ્થ્યને ટેકો આપે તેવી સંભાવના વધારે છે. ઑસ્ટ્રેલિયન્સ ઑથેન્ટિક રીતે પોતે હોવા માટે, સંબંધો વિકસાવવા અથવા પ્રોત્સાહન આપવા અને ગેરસમજને ટાળવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કરતાં મેસેજિંગ ઍપ્લિકેશન્સને વધુ સારી રીતે જુએ તેવી સંભાવના લગભગ 2-3 ગણી વધારે છે. દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ મેસેજિંગ પ્લેટફોર્મ્સ કરતાં વધુ પસંદ કરવામાં આવે તે સંભવિત છે, જેથી લોકો એવી સામગ્રી પોસ્ટ કરવા માટે અભિભૂત અથવા દબાણ અનુભવે છે જે તેમને અન્ય લોકો સામે સારા બતાવે.
Snapchat મિત્રતાને ટેકો આપવા અને વધુ ગાઢ બનાવવામાં મદદ કરે છે. પુખ્ત વયના અને કિશોરો કે જેઓ સાપ્તાહિક કે તેથી વધુ Snapchat નો ઉપયોગ કરે છે તેઓ એવું કહી શકે છે કે તેઓ એકંદરે ઑસ્ટ્રેલિયન પુખ્ત અને કિશોરવયના પ્રેક્ષકોની તુલનામાં તેમના નજીકના મિત્રો સાથેના સંબંધોની ગુણવત્તાથી ખૂબ સંતુષ્ટ છે.
આ અભ્યાસ Snapchat ઑસ્ટ્રેલિયામાં મિત્રતા અને સુખાકારીને કેવી રીતે ઉત્તેજન આપી રહ્યું છે તેની નવી સમજ આપે છે. અમને એ જોઈને ગર્વ થાય છે કે વર્ષોથી અમારી ડિઝાઇન પસંદગીઓ મજબૂત જોડાણો બનાવવામાં અને વધુ ખુશીઓ લાવવામાં મદદ કરી રહી છે. તમે YouGov ના સંપૂર્ણ તારણો નીચે વાંચી શકો છો:
પદ્ધતિ:
આ સંશોધન Snap દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને YouGov દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યૂઝ 20 જૂનથી 24 જૂન, 2024 સુધી ઑનલાઇન લેવામાં આવ્યા હતા, જેમાં n=1,000 ઑસ્ટ્રેલિયન પુખ્ત વયના લોકો (ઉંમર 18+) અને n=500 ઑસ્ટ્રેલિયન કિશોરો (ઉંમર 13-17 વર્ષની વય) ના રાષ્ટ્રવ્યાપી નમૂનાનો સમાવેશ થાય છે. આ સર્વેક્ષણમાં ભાગ લેતા પહેલાં 13-17 વર્ષની વયના સગીરો માટે માતા-પિતાની સંમતિ જરૂરી હતી. 2019 PEW ગ્લોબલ એટીટ્યુડ સર્વેના આધારે આંકડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તે ઑસ્ટ્રેલિયન કિશોરો અને પુખ્તવયના લોકોનું પ્રતિનિધત્વ કરે છે.