સ્નેપચેટ પર દરેક જણ એક સર્જક છે.
તમે સ્નૅપ લઈને મિત્રને મોકલો, કે સમગ્ર સમુદાય સાથે શૅર કરવા માટે કોઈ હાસ્યાસ્પદ બાબતને કૅપ્ચર કરી રહ્યાં હો કે સ્નૅપ ઑરિજનલમાં ચમકી રહ્યાં હો, સ્નૅપચેટ દરેકને ખુદને અભિવ્યક્ત કરવાની તકો પૂરી પાડે છે.
અમે ગયા વર્ષે સ્પોટલાઇટ લોન્ચ કર્યું હતું, ત્યારથી લાખો લોકો સાથે શેર કરેલ અમારી કોમ્યુનિટીની ક્રિએટિવિટી જોઈને અમે ચોંકી ગયા હતા. સ્પોટલાઇટ દુનિયા ફરતે બહાર પાડવામાં આવી રહ્યું છે અને સાડા 12 કરોડ કરતાં વધુ એક્ટિવ યુઝર્સ સુધી પહોંચી રહ્યું છે. દર મહિને અમે સ્નેપચેટ્ટર્સને તેઓની ક્રિએટિવિટી માટે કરોડો ઇનામો આપી રહ્યાં છીએ. આ જ દિવસ સુધી, ૫,૪૦૦ સર્જકોથી વધુએ 13 કરોડ ડોલરથી વધુની કમાણી કરી છે!
હવે તમે સ્પૉટલાઇટને સીધા જ વેબ પરથી અપલોડ કરી શકો છો અને Snapchat.com/Spotlight પરથી સારી રીતે પર્ફૉર્મ કરી રહેલા સ્નૅપ્સ જોઈ શકો છો.
આજે, અમે નવા ટૂલ્સ અને મૉનેટાઇઝેશનની તકોની જાહેરાત કરી રહ્યાં છીએ, જેથી તમારા સર્જનાત્મક વિચારો સાકાર થઈ શકે.
સ્ટૉરી સ્ટુડિયો ઍપ
આ વર્ષ દરમિયાન અમે સ્ટોરી સ્ટુડિયો નામની નવી ઍપ લોન્ચ કરીશું - જેની મદદથી મોબાઇલ પર, મોબાઇલ માટે પ્રોફેશનલ કન્ટેન્ટ બનાવી તથા ઍડિટ કરી શકાશે. તેની મદદથી ઝડપી અને મનોરંજક રીતે સર્જનાત્મકતા લાવી શકાશે અને વર્ટિકલ વીડિયોને વધુ રોચક બનાવી શકાશે, જેને તમે સ્નૅપચેટ - કે અન્યત્ર શૅર કરી શકો છો. સ્ટોરી સ્ટુડિયો iOS ઉપર ઉપલબ્ધ હશે અને તે બધાને માટે નિઃશુલ્ક રહેશે.
સર્જકો માટે સ્ટોરી સ્ટુડિયોનું નિર્માણ કરવામાં આવ્યું છે, ફોન પર જ ખૂબ જ સક્ષમ ઍડિટિંગ ટૂલ્સ તથા ઍડિટિંગમાં સરળતા ઇચ્છતા સર્જકોને કન્ટેન્ટનું સર્જન તથા ઍડિટિંગ કરવામાં મદદ કરશે. સ્નૅપચેટ કોમ્યુનિટી જે પ્રકારનું કન્ટેન્ટ પસંદ કરે છે તેનું સર્જન કરવામાં મદદ મળે તે માટે સ્નૅપચેટના #Topics, સાઉન્ડ્સ કે લેન્સમાં અત્યારે શું ટ્રૅન્ડ કરી રહ્યું છે, તેની વિસ્તૃત માહિતી ઇનસાઇટ્સમાંથી મળી રહેશે. ફ્રેમ જેટલી ચોક્કસાઈ સાથે ટ્રીમ, સ્લાઇસ કે કટ કરો અને તેમાં ટ્રાન્ઝિશન ઍડ કરો; એકદમ ઉપયુક્ત કૅપ્શન કેસ્ટિકર લગાવો; સ્નૅપના લાઇસન્સવાળા મ્યુઝિક તથા ઓડિયો ક્લિપના સંગ્રહમાંથી યોગ્ય ગીત કે સાઉન્ડ ઉમેરો; અથવા તો બધા આગામી વીડિયોમાં જે સ્નૅપચેટ લેન્સનો ઉપયોગ કરવાની ચર્ચા કરી રહ્યાં છે, તેની મદદથી તમારો નવો વીડિયો બનાવો.
જ્યારસુધી તે શૅર કરવાને લાયક ન બને, ત્યારસુધી તે પ્રોજેક્ટ્સને સેવ કરો, અને તૈયાર થઈ જાય એટલે માત્ર એક ટેપ દ્વારા સીધો જ સ્નૅપચેટ ઉપર પોસ્ટ કરો - તે તમારી સ્ટોરી કે સ્પૉટલાઇટ હોય શકે છે - તમે તેને કૅમેરા રોલમાં ડાઉનલોડ કરી શકો છો, અથવા તો ઇન્સ્ટૉલ કરેલી અન્ય કોઈ ઍપમાં તેને નિહાળી શકો છો.
ગિફ્ટ આપો
ફેવરિટ સર્જકોને અમારી કોમ્યુનિટી મદદ કરી શકે તે માટે અમે નવું ફિચર લાવી રહ્યાં છીએ: ગિફ્ટિંગ! સ્ટોરી રિપ્લાય દ્વારા ગિફ્ટ્સ આપી શકાય છે, જેની મદદથી ફેન્સ તેમના ફેવરિટ ક્રિયેટર પ્રત્યે સમર્થન વ્યક્ત કરી શકે છે અને સર્જકો તેમના ફેન્સ સાથે વધુ ગહન સંબંધ સ્થાપી શકે છે. જ્યારે કોઈ સબસ્ક્રાઇબર તેના ફેવરિટ સ્નૅપ સ્ટારનું સ્નૅપ જુએ, ત્યારે ગિફ્ટ મોકલવા માટે તે સ્નૅપ ટોકનનો ઉપયોગ કરી શકે છે અને સંવાદ શરૂ કરી શકે છે. સ્નૅપ રિપ્લાયસ દ્વારા જે ગિફ્ટ મળે તેની આવકમાંથી સ્નૅપ સ્ટારને એક હિસ્સો મળશે. સંવાદ સન્માનજનક તથા આનંદદાયક બની રહે તે માટે સ્નૅપ સ્ટાર્સ તેમને મળતા મૅસેજને ફિલ્ટર કરી શકે છે. ઍન્ડ્રૉઇડ તથા iOS પર સ્નૅપ સ્ટાર્સ માટે સ્ટોરી દ્વારા ગિફ્ટિંગ આ વર્ષ દરમિયાન હવે પછીના સમયમાં રજૂ કરવામાં આવશે.
સાથે મળીને સર્જકો સમૃદ્ધ બને તેવા સમુદાયનું નિર્માણ કરી રહ્યાં છીએ, અને તમે હવે પછી શેનું સર્જન કરો છો, તે જોવા અમે ઉત્સુક છીએ.