15 મે, 2018
15 મે, 2018

Privacy by Design

Protecting privacy is a very important part of accomplishing our mission: empowering people to express themselves, live in the moment, learn about the world, and have fun together. For us, that’s about the freedom to be you — regardless of who you are, who you’ve been, or who you’re going to be.

ગોપનીયતાની સુરક્ષા કરવી એ અમારા લક્ષ્ય પ્રાપ્તકરવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે: લોકોને પોતાને વ્યક્ત કરવા,ક્ષણમાં જીવવાની, દુનિયા વિશે જાણવા અને સાથે મળીને આનંદ માણવા સશક્ત બનાવવા. અમારા માટે એ તમે જેવા હો તેવા બનવાની સ્વતંત્રતા વિશે છે — તમે કોણ છો, તમે કોણ હતા અથવા તમે હોણ હશો તેના પર ધ્યાન આપ્યા વિના.

આ કારણે જ અમે Snapchat સાથે ક્ષણિક મીડિયાનો વિચાર રજૂ કર્યો — વાસ્તવિક જીવનની જેમ જ એવી ધારણા સેટ કરવા કે તમે હંમેશા રેકોર્ડ પર નથી. તે તમારી ગોપનીયતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સક્ષમ કરે છે. જ્યારે તમે કોઇ નવી વ્યક્તિને મળો ત્યારે તમારે તેમના વિશે પૂરી તપાસ કરવા વિશે ચિંતા કરવાની અને તમારા જીવનના પાછલા પાંચ વર્ષના વ્યક્તિગત રેકોર્ડનું વિશ્લેષણ કરવાની જરૂર પડવી જોઈએ નહીં.

ગોપનીયતા અને તમે કઇ માહિતી શેર કરો તે પસંદ કરવાના તમારા અધિકાર એ અમે જે કંઇ પણ કરીએ તેના કેન્દ્રમાં હોય છે. અને તેને કારણે જ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર)ના સિદ્ધાંતો અપનાવવા એ Snap માટે સ્વાભાવિક હતું : ડેટામાં ઘટાડો કરવો, ડેટા રાખવાની ટૂંકી અવધિઓ, અનામીકરણ અને સુરક્ષા.

ઉદાહરણ તરીકે, અમે એક નવી Snapchat સુવિધા તૈયાર કરવાની શરૂઆત કરીએ તે પહેલાં, નીચેની રૂપરેખા તૈયાર કરવા માટે ગોપનીયતાના વકીલો અને ઇજનેરોની એક સમર્પિત ટીમ અમારા ડિઝાઇનરો સાથે મળીને કામ કરે છે:

  • How long we retain data

  • How Snapchatters can view, access, and exercise rights to their data

  • How to minimize the data collected

  • How to ensure the data collected isn’t used for anything other than what it’s intended for

જ્યારે અમે માહિતી એકત્રિત કરીએ છીએ ત્યારે અમે અમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતા ડેટા વિશે અમે વિચારશીલ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારી વંશ સંબંધી, જાતિયતા અથવા રાજકીય નિષ્ઠા વિશેની માહિતી એકત્રિત કરતા નથી અને અમે જાહેરાતકર્તા અથવા તૃતિય પક્ષો સાથે તમને વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી શેર કરતા નથી.

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી કેટલીક માહિતીમાં તમે ક્યાં Snapchat ખોલ્યું અને ડિસ્કવરમાં તમે શું જોયું તે સમાવિષ્ટ હશે. એ તમને સ્થળ અનુસારના અનુભવો પૂરા પાડવામાં તેમજ તમને “જીવનશૈલીના વર્ગો” અથવા “માહિતીની અભિરૂચિ સંબંધી ટેગ” સોંપવામાં અમને મદદરૂપ થાય છે. અભિરૂચિ સંબંધી આ વર્ગો અમને અને અમારા જાહેરાતકર્તાઓને તમારા માટે બંધબેસતી માહિતી પૂરી પાડવામાં મદદરૂપ થાય છે.

સૌથી અગત્ય, તમારા દ્વારા અમને પૂરી પાડવામાં આવતી માહિતી પર તમારૂં નિયંત્રણ હોય તેમ અમે ઇચ્છીએ છીએ. તમને જે અભિરૂચિ વર્ગોમાં મૂકવામાં આવેલ હોય તેના પર સંપૂર્ણ રીતે તમારૂં નિયંત્રણ હોય છે - તમે તે બધામાંથી બહાર નીકળવાનું પસંદ કરી શકો છો. જો ઇચ્છતા હો કે અમે તમે તમારા સ્થળ સંબંધી ડેટાનો ઉપયોગ કરીએ નહીં તો, તમે તમારા સ્થળ સંબંધી પરવાનગીઓને બંધ કરી શકો છો. અંતે, તમે પહેલાં અને તૃતિય-પક્ષના દર્શક સંબંધી ડેટા અને અમારી સેવાઓ બહારની પ્રવૃત્તિના આધારે બધી જાહેરાતો પાછી ખેંચવા સ્વતંત્ર છો. તમે આ બધી પરવાનગીઓને Snapchat સેટિંગ્સમાં મેળવી શકો છો.

જયારે તમારા ડેટાનો ઉપયોગ કેવી રીકે કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ રીતે સમજવાની બાબત આવે ત્યારે, અમે સમજીએ છીએ કે તે એક બ્લોગ પોસ્ટમાં સંપૂર્ણ રીતે કવર થઇ શકે નહિં. તેથી, અમે હાલમાં અમારા ગોપનીયતા કેન્દ્ર ને અપડેટ કર્યું છે જેથી અમને આશા છે કે સમજવામાં સાદી અને સરળ એવી ભાષામાં તમને એક વ્યાપક વર્ણન આપી શકાય. જો તમને અન્ય કોઈ પ્રશ્નો હોય તો, અહીં આપેલ લિંક પર અમારો સંપર્ક કરતા અચકાશો નહીં.

હેપ્પી સ્નેપિંગ!

Back To News