વંશીય ન્યાય તથા સામાજિક સંવાદ વધારવા માટે અશ્વેત (કાળાં, બ્લૅક) સર્જકોને પ્રોત્સાહન આપવા માટે ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે, સપ્ટેમ્બર મહિનામાં સ્નેપચેટે ઍડકલર સાથે મળીને સ્નેપચેટ ક્રિયેટિવ કાઉન્સિલની શરૂઆત કરી હતી.
સ્નેપચેટનો વિચાર ખૂબ જ સરળ હતો -- સ્નેપચેટર્સના સમુદાયમાં માનસિક સ્વાસ્થ્ય તથા શિક્ષણ તથા પડકારોને પહોંચી વળવા માટે જાગૃતિ વધારવા માટે સામાજિક સંવાદ વધારવા અગ્રણી અશ્વેત (કાળાં, બ્લૅક) સર્જકોને સાથે લાવવા.
અશ્વેત (કાળા બ્લૅક) સમુદાયને અસામાન્ય રીતે અસર કરતી બાબતો ઉપર નાની સર્જનાત્મક ટીમો ઑગ્મેન્ટિડ રિયાલિટી કૅમ્પેનના પ્રસ્તાવને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વખત આ પ્રકારની બહુવર્ષી ભાગીદારી કરવામાં આવી છે. જેને સ્નેપચેટની ક્રિયેટિવ સ્ટ્રૅટજી ટીમોનો સહયોગ હાંસલ છે, વિજેતા આઇડિયાઝને અમારી વિભિન્ન સત્તાવાર ચેનલો પર રજૂ કરી પ્રમોટ કરવામાં આવે છે.
હવે, અમે પ્રથમ વિજેતા કૅમ્પેન “Show Them Who WE A/RE” શૅર કરીએ છીએ, જેના સર્જકોની ટીમમાં મૅકડા લોની (કૉપીરાઇટર, ધ માર્ટિન એજન્સી), સો અ રિયુ (ડિઝાઇનર, એફસીબી શિકાગો), બ્રાન્ડન હર્ડ (સિનિયર સ્ટ્રૅટજિસ્ટ,આર/જીએ), કેમરૂન કાર (એકાઉન્ટ મૅનેજર, બીબીડીઓ) તથા ટૅરન્સ પુરદી (ક્રિયેટિવ, વાઇસ મીડિયા).
જે વ્યવસાયિકત ક્ષેત્રોની અમુક ભૂમિકામાં ઘણી વખત યુવા અશ્વેત (કાળાં, બ્લૅક) મહિલાઓને ઓછું પ્રતિનિધિત્વ મળે છે, તેનાં માટે પ્રેરિત તથા પ્રોત્સાહિત કરવા આ ઑગ્મનિટેડ રિયાલિટી કૅમ્પેન તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ સ્નેપચેટર્સ અલગ-અલગ કૅરિયર પસંદ કરવા માટે પ્રેરણાદાયી સ્ટિકર્સ તથા અલગ-અલગ સંશાધનો સાથેની માઇક્રોસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. સર્જકોએ 1968 મૅમ્ફિસ સેનિટેશન સ્ટ્રાઇક તથા ધ માર્ચ ઑન વૉશિંગ્ટન જેવી ઐતિહાસિક ઘટનાઓથી થઈને તૈયાર કરવામાં આવેલ વૉકલ ટાઇપ ટાઇપોગ્રાફીનો ઉપયોગ કર્યો હતો.
“Show Them Who WE A/RE” કૅમ્પેન લૉન્ચ થયું તેના બે દિવસની અંદર જ, તે દેશમાં લગભગ 12 મિલિયન સ્નેપચેટર્સ સુધી પહોંચ્યું હતું. હવે, ક્રિયેટિવ કાઉન્સિલ દ્વારા અશ્વેત (કાળાં, બ્લૅક) સમુદાયમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટેનો પ્રોજેક્ટ લૉન્ટ કરવામાં આવશે. આ સિવાય વર્ષ દરમિયાન હવે પછી ક્રિયેટિવ ઇક્વલ્સ સાથે ભાગીદારીમાં યુકે, ફ્રાન્સ તથા ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક અભિયાન હાથ ધરવામાં આવશે.
સ્નેપચેટની ક્રિયેટિવ કાઉન્સિલના અન્ય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તથા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલાં રહો!