2017 થી, Snap નકશાએ સ્નેપચેટ્ટર્સને એક વ્યક્તિગત રીત પૂરી પાડી છે, જેનાથી તેઓ દુનિયાને જોઈ અને વધુ જાણી શકે. Snap નકશા પર ઝડપથી ટૅપ કરવાથી તમને એ જોવા મળે છે કે તમારા જીગરી મિત્રો ક્યાં છે અને શું કરી રહ્યાં છે, એટલું જ નહીં ગ્લોબલ કોમ્યુનિટી દ્વારા સબમિટ કરવામાં આવેલા Snap દ્વારા નજીકના અને દૂરના સ્થળોનો અનુભવ કરવા દે છે.
આજે, અમે લેયર્સ સાથે Snap નકશાને વધુ વ્યક્તિગત બનાવી રહ્યાં છીએ, એક નવી સુવિધા જે પ્લેટફોર્મ પર ખાસ અનુભવો લાવે છે--અને અમે બે નવા લેયર્સ સાથે શરૂઆત કરી રહ્યાં છીએ: યાદી અને વધુ જાણો.
મેમરી લેન પર નીચે બાજુ સ્ક્રોલ કરો અને તમારી મનગમતી Snapchat યાદોની મુલાકાત લો. જે સ્થળો પર એ યાદો સર્જાઈ હતી તે જ સ્થળે એેને પેજ કરવામાં આવી છે. અથવા તમે એક્સપ્લોરનો ઉપયોગ કરીને દુનિયા ફરતે Snapchat કેમેરા દ્વારા સ્થળો અને પ્રસંગોની વર્ચ્યુઅલ યાત્રા ખેડી શકો છો. તમે ભલે વિસરેલી યાદો તરફ એક નજર કરવાના મૂડમાં હો, મેમરી અને એક્સપ્લોરની સુવિધા તમને વ્યક્તિગત વર્લ્ડવ્યૂને એક્ટિવેટ કરવા દે છે, જે તમને એવા સ્થળોની નજીક લાવે છે જે તમારા માટે વધુ મહત્ત્વના છે.
વધુમાં, અમારા નજીકના સાથીદારો ટિકિટમાસ્ટર અને ધી ઇન્ફેચ્યુએશન દ્વારા બીજા ઘણા લેયર્સ આવી રહ્યાં હોવાથી, એ સ્નેપચેટ્ટર્સને આગામી શો અને નજીકની રેસ્ટોરન્ટ શોધવામાં મદદ કરશે, અમે વસ્તુઓ શોધવા માટેની નવી રીતો શોધવા માટે વધુ ઉત્સાહી છીએ, જેથી તમારા ચાહનારા લોકો સાથે ઘણું કરી શકો.
Snap નકશાના લેયર્સની તપાસ કરવા માટે, Snap નકશા પર જમણી બાજુના ખૂણા પર આવેલા નવા ડ્રોપ ડાઉન મેનુની મુલાકાત લો.