આજે,અમે સાઉન્ડ રજુ કરી રહ્યા છીએ,એક નવી સુવિધા જે તમારા Snaps માં સંગીત અને તમારા પોતાના સર્જનો ઉમેરવા માટે મંજૂરી આપે છે. અમારી સૂચિમાં Justin Bieber અને Benny Blanco ના નવા ગીત “Lonely” નું એક્સ્લુઝિવ પૂર્વાવલોકન નો સમાવેશ થાય છે.
હવે,વૈશ્વિક સ્તરે iOS પર Snapchat ના ઉપ્યોગકર્તાઓ ઊભરતા અને પ્રખ્યાત કલાકારોના સંગીતને,મજબૂત બનાવાયેલી સંગીતની સૂચિમાંથી પોતાના Snaps માં (કેપ્ચર પૂર્વ અથવા કેપ્ચર પછીના) ઉમેરી શકે છે. સંગીત વીડિયો સર્જન અને સંદેશાવ્યવહારને વધુ અભિવ્યક્તિપૂર્ણ બનાવે છે,અને તમારા નજીકના મિત્રોને સંગીતની ભલામણ કરવાનો વ્યક્તિગત માર્ગ પૂરો પાડે છે. સરેરાશ,દરરોજ 4 અબજથી વધુ Snaps બનાવવામાં આવે છે*.
જ્યારે તમને સાઉન્ડ સાથે Snap મળે છે, ત્યારે તમે આલ્બમ કળા, ગીતનું શીર્ષક અને કલાકારનું નામ જોવા માટે સ્વાઇપ અપ કરી શકો છો. "Play This Song" લિન્ક તમને Spotify, Apple Music, અને SoundCloud સહિત તમારા મનપસંદ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સંપૂર્ણ ગીત સાંભળવા દે છે.
Snap ના હવે Warner Music Group, Merlin (જેમાં તેમના સ્વતંત્ર લેબલ સભ્યો શામેલ છે), NMPA, Universal Music Publishing Group, Warner Chappell Music, Kobalt, and BMG Music Publishing સહિતના મોટા અને સ્વતંત્ર પ્રકાશકો અને લેબલ્સ સાથે બહુ-વર્ષિય કરાર છે.
આ ઉપરાંત, Justin Bieber and benny blanco નું નવું ગીત “Lonely”, Snapchat ની ફીચર્ડ સાઉન્ડ સૂચિમાં આજે એક્સક્લુઝિવલી રજૂ થવાનું છે. Snapchat ના ઉપ્યોગકર્તાઓ તેમના નવા ગીત સાથે કલાત્મક Snaps બનાવવામાં સક્ષમ હશે,તેને પોતાના મિત્રો સાથે શેર કરી શકશે,અને જ્યારે તેમના મનપસંદ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય ત્યારે સંપૂર્ણ ગીત ડાઉનલોડ કરવા માટે લિંકને સેવ પણ કરી શકશે.
સંગીત ઉપરાંત,અમે Snapchat ઉપ્યોગકર્તાઓ માટે તેમના પોતાના સાઉન્ડ બનાવવા અને તેમને Snap માં ઉમેરવાની ક્ષમતાનું પણ પરીક્ષણ કરી રહ્યાં છીએ. આવનારા મહિનાઓમાં વૈશ્વિક સ્તરે આ સુવિધાને રજૂ કરવામાં આવશે.
*Snap Inc. internal data Q1 2020.