આપણે બધાને ખ્યાલ છે કે ડિજિટલ સાધનોના એક બીજા સાથે જોડાયેલા રહેવા માટેના મહત્વ - ખાસ કરીને મહામારી દરમિયાન - તેમજ આ સાધનો ઉભા કરી શકે તેવા કેટલાક સંભવિત જોખમો બંનેને સમજ્યા છે.
ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોખમનું એક સ્રોત એ જોડાણો છે જે બનાવી શકાય છે - કેટલીકવાર પ્લેટફોર્મની સ્પષ્ટ વિનંતી પર - એવા લોકો સાથે થઈ જાય છે કે જેને આપણે વાસ્તવિક જીવનમાં જાણતા નથી અને જે આપણને નકારાત્મક અનુભવો કરાવી શકે છે, જેમ કે ખોટી માહિતી ફેલાવવી, પજવણી અથવા અનિચ્છનીય પરિસ્થિતિઓ.
Snapchat પર, અમે તે જોખમોને ખુબ જ ધ્યાનમાં રાખીને અમારી એપ બનાવી છે. અમારા પ્લેટફોર્મની સંરચના વાસ્તવિક મિત્રો વચ્ચે જોડાણ અને વાતચીતને પ્રોત્સાહિત કરવા માટે કરાયેલ છે, જ્યારે અજાણ્યા લોકો માટે સ્નેપચેટ્ટરને શોધવા અને મિત્ર બનાવવાનું વધુ મુશ્કેલ બનાવે છે. ઉદાહરણ તરીકે, Snapchat પર:
18 થી ઓછી વયના સ્નેપચેટ્ટરને શોધી શકાય એવી કોઈ સાર્વજનિક પ્રોફાઇલ નથી;
મૂળભૂત રૂપે, તમે કોઈપણ સાથે સીધી ચૅટ અથવા સંપર્ક કરી શકતા નથી; જ્યાં સુધી તમે બંનેએ એકબીજાને મિત્ર તરીકે ઉમેર્યું ન હોય
અમારી ઘણી સુવિધાઓ મૂળભૂત રૂપે ખાનગી પર સેટ કરેલી છે, જે સ્નેપચેટ્ટરને અજાણતાં માહિતી શેર કરવાથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે, જેવી કે તેમના મિત્રો સાથે સ્થાનની માહિતી; અને
અમે ગ્રુપ ચૅટને ‘વાયરલ થવાની’ તક આપતા નથી કે જે અન્ય સેટિંગમાં ક્યારેક ઉગ્રવાદી કન્ટેન્ટ અથવા ભરતી માટે વાહક બની જાય. ગ્રુપ ચૅટ વાસ્તવિક મિત્રોના માટે ગ્રુપમાં વાતચીત કરવા માટે બનાવવામાં આવી છે, તેથી અમે તેના કદને 64 મિત્રો સુધી મર્યાદિત કર્યું છે. ગ્રુપ, ચૅટ ટેબ સિવાય એપમાં બીજે ક્યાંય શોધવા યોગ્ય, ભલામણ કરેલા અથવા જાહેર કરવામાં આવ્યાં નથી.
આજે, સુરક્ષિત ઇન્ટરનેટ દિવસના રોજ, અમે નવી સુવિધા, “મિત્રોની તપાસ” ની જાહેરાત કરીને એક પગલું આગળ વધી રહ્યાં છીએ. જે સ્નેપચેટ્ટરને તેમના મિત્ર લિસ્ટની સમીક્ષા કરવા માટે યાદ કરાવશે અને ખાતરી કરશે કે તે તે લોકોથી બનેલા છે જેમની સાથે તેઓ હજી પણ જોડાયેલા રહેવાં માંગે છે. સ્નેપચેટ્ટરને તેમની પ્રોફાઇલમાં સૂચના તરીકે આ સરળ ટૂંકી માહિતી પ્રદાન કરવામાં આવશે. મિત્રોની તપાસ એન્ડ્રોઇડ ડિવાઇસ માટે આવતા અઠવાડિયાઓમાં, અને iOS ડિવાઇસ માટે આવતા મહિનાઓમાં વૈશ્વિક સ્તરે રોલ આઉટ કરવાનું શરૂ કરશે.
મિત્રોની તપાસ સ્નેપચેટ્ટરને યાદ અપાવે છે કે સમય જતાં તેઓએ તેમના મિત્ર સૂચિમાં કોઈને ઉમેર્યા હતાં જેમની સાથે હવે તેઓ અમારી એપ પર સંપર્કમાં રહેવા માંગતા ન પણ હોય. ઝડપી, ખાનગી, અનુકૂળ પ્રક્રિયા સાથે, મિત્રોની તપાસ સ્નેપચેટ્ટરને તેમની મિત્ર સૂચિ સાફ કરવા અને આરામથી તેઓને દૂર કરવાં માટે સક્ષમ કરે છે કે જેમની ત્યાં રહેવાની જરૂર નથી અથવા જે લોકોને ભૂલથી ઉમેરવામાં આવ્યાં હતાં.
આ નવી સુવિધા એક વધુ વ્યાપક અભિયાનનો એક ભાગ છે જે અમે ગયાં મહિને Snapchatમાં ઓનલાઇન સુરક્ષા અને ગોપનીયતા શિક્ષણને વધુ એકીકૃત કરવાના લક્ષ્ય સાથે શરૂ કર્યું છે, એ રીતે જે અમારી મોબાઇલ-પ્રથમ પેઢી સાથે જોડાણ કરવામાં મદદ કરશે. વધુમાં ઈન-એપના સાધનો ઉપરાંત, આ પહેલ નવી ભાગીદારી અને સંસાધનોને પણ વિસ્તરિત કરે છે, આજે અમે આની પણ ઘણી બધી સુવિધાઓ સહીત જાહેરાત કરી રહ્યા છીએ.
સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ માટે એપની અંદર જાગૃતિ વધારવા માટે, અમે યુ.એસ. માં Connect Safely અને યુ.કે. માં ChildNet સાથે ફિલ્ટર્સ પર ભાગીદારી કરી રહ્યા છીએ જે દરેક સંસ્થાના વધારાના સુરક્ષા સંસાધનો તરફ આગળ લઈ જશે. અમે Crisis Text Line સાથેની અમારી ભાગીદારીનો વિસ્તાર કરી રહ્યા છીએ, જે જરૂર પડે તો સ્નેપચેટ્ટરને સમર્થન મેળવવાનું વધુ સરળ બનાવશે, અને યુ.કે. માં Shout સાથે ભાગીદારી કરીશું, જ્યાં અમે સ્થાનિક સ્નેપચેટ્ટર માટે Crisis Text Line શરૂ કરીશું - એવું જ જે અમે યુ.એસ. માં અમારી કોમ્યુનિટીને અર્પણ કરી રહ્યાં છીએ.
અમે LGBTQ યુવાનો માટે માનસિક સ્વાસ્થ્ય પહેલની શ્રેણી માટે The Trevor Project સાથે ભાગીદારી કરી રહ્યા છીએ, નવા ઈન-એપ સંસાધનો સહિત, અને Mind Up| A Goldie Hawn Foundation સાથે ભાગીદારી કરી રહ્યા છીએ, ઓનલાઇન માતાપિતા અભ્યાસક્રમ પર, જે કિશોરોની સુખાકારીને સમર્થન આપવા માટે મૂળભૂત સાધનો અને વ્યૂહરચના પ્રદાન કરશે, તેની સાથેની ભાગીદારી સહિત. આ અભ્યાસક્રમ અમે તાજેતરમાં પ્રકાશિત કરેલા અપડેટ કરેલા માતાપિતા માર્ગદર્શિકાને પૂરક બનશે, જેના માટે અમે આમાંની ઘણી સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે.
અમે આશા રાખીએ છીએ કે સ્નેપચેટ્ટરને આ સાધનો મદદરૂપ બને. અને અમે તેમની સપોર્ટ સિસ્ટમ - માતાપિતા, પ્રિયજન અને શિક્ષકો - ને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ અમારા નવા સંસાધનો તપાસે અને તેમના મિત્રોની સૂચિ જોવાના મહત્વ વિશે તેમના બાળકો સાથે વાત કરે.