ગત ઑક્ટોબરમાં અમે Sounds લૉન્ચ કર્યું હતું, આ નવા ફીચર દ્વારા તમે Snapમાં મ્યુઝિક ઉમેરી શકો છો - અને તે સફળ છે! Sounds હવે વિશ્વભરમાં Android અને iOS પર ઉપલબ્ધ છે અને લૉન્ચ થયું ત્યારથી Snapchat પર Soundsના સંગીત સાથે કુલ 52 કરોડ 10 લાખ વીડિયોનું સર્જન કરવામાં આવ્યું છે અને તેને 31 અબજ વ્યૂ મળ્યા છે.
તમારા Snaps માટે પરફેક્ટ Sounds શોધવાનું કામ વધુ સરળ બનાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તાજેતરમાં અમે સર્ચ તથા શૉર્ટકટ જેવા ફીચર્સ રજૂ કર્યાં છે અને પ્લેલિસ્ટ ઉમેરતાં રહીશું, જેથી કરીને સ્નેપચેટ્ટર્સ ઝડપથી યોગ્ય Sound શોધી શકે. Playlists અમારા સમુદાયને અનુરૂપ શૈલી, મૂડ તથા પરિસ્થિતિ, ઉપરાંત Snapchat પર ટ્રૅન્ડ થઈ રહેલા ઉપર કેન્દ્રિત હશે.
આજે, Universal મ્યુઝિક ગ્રુપ સાથે નવી ડિલ દ્વારા તેમનાા કલાકારોનું સંગીત Snapની લાઇબ્રરીમાં ઉમેરવાની જાહેરાત કરતા અમે ઉત્સાહ અનુભવીએ છીએ અને તમારી યાદોને વધુ આનંદદાયક બનાવવામાં તે સાઉન્ડ, લેન્સ તથા અન્યત્ર ફીચર થશે.
અમારો સમુદાય દરરોજ સરેરાશ પાંચ અબજ કરતાં વધુ Snapsનું સર્જન કરે છે, અને Sounds દ્વારા વીડિયોનું સર્જન તથા કૉમ્યુનિકેશન વધુ અભિવ્યક્તિપૂર્ણ અને મિત્રોને મ્યુઝિકની ભલામણને વધુ વ્યક્તિગત બનાવે છે.
તમે શું બનાવો છો તે જોવા માટે અમે ઉત્સુક છીએ!